Broccoli na protha | બ્રોકલી ના પરોઠા

Broccoli na protha - બ્રોકલી ના પરોઠા
Image credit – Youtube/Sheetal's Kitchen – Gujarati
Advertisement

મિત્રો આજે Broccoli na protha – બ્રોકલી ના પરોઠા જે હેલ્થી સાથે ટેસ્ટી બની ને તૈયાર થાય છે બ્રોકલી ને સ્વાથ્ય માટે ઘણી સારી માનવામાં આવે છે ત્યારે એક વખત આ રીતે પરોઠા બનાવી ખાસો તો વારંવાર બનાવશો.

Ingredients list

  • બ્રોકલી ના કટકા 1 -2 કપ
  • લીલા મરચા સુધારેલા 4-5
  • લસણ ની કણી 10-12
  • પનીર 100 ગ્રામ
  • ચીઝ ક્યૂબ 2
  • મરી પાઉડર ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ઓરેગાનો 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • લીલું લસણ સુધારેલ ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • ઘઉંનો લોટ 1 કપ
  • ગરમ પાણી

Broccoli na protha banavani rit

બ્રોકલી પરોઠા બનાવવા સૌપ્રથમ બ્રોકલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો અને નાના કટકા કરી લ્યો અને કટકા ને ગરમ પાણી માં નાખી પાંચ સાત મિનિટ મૂકો સાત મિનિટ પછી ચારણીમાં કાઢી પાણી નિતારી લ્યો. મિક્સર જારમાં લીલા મરચા સુધારેલા, લસણ ની કણી નાખી પીસી લ્યો અને ત્યાર બાદ એમ નીતરેલી બ્રોકલી નાખી એને પણ દરદરી પીસી લેવી.

કથરોટ માં પીસેલી બ્રોકલી નાખો સાથે પનીર, ચીઝ ને છીણી ને નાખો સાથે મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, લીલું લસણ સુધારેલ, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને ત્યાર બાદ લોટ બાંધી લ્યો. લોટ બાંધવા માટે જરૂર લાગે તો થોડું પાણી નાખી શકો છો.

Advertisement

બાંધેલા લોટ ને મસળી લ્યો અને ત્યાર બાદ એના બે ત્રણ ભાગ કરી લ્યો. હવે કોરા લોટ ની મદદથી મિડીયમ જાડી રોટલી વણી લ્યો અને વણેલી રોટલી માંથી જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ની પ્લેટ થી કાપી કટકા કરી લ્યો.

હવે ગેસ પર તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખો અને બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો. ત્યાર બાદ તેલ લગાવી દબાવી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી પરોઠા ને શેકી લ્યો અને ત્યારબાદ તવી પરથી ઉતારી લ્યો. આમ બધા પરોઠા ને વણી શેકી તૈયાર કરી લ્યો  અને ચટણી, સોસ કે ચા સાથે સર્વ કરો. તો તૈયાર છે બ્રોકલી ના પરોઠા.

 

Advertisement