નમસ્તે આજે એકદમ સરળ રીતે તૈયાર થતું આ શાક જેટલી ઓછી સામગ્રીથી તૈયાર થાય છે ખાવા માં એટલું જ ટેસ્ટી લાગે છે તો એક વખત આ રીતે Gajar methi nu shaak – ગાજર મેથી નું શાક બનાવી તૈયાર કરી લેશો તો વારંવાર બનાવશો.
Ingerdients list
- ઝીણી સમારેલી મેથી 1 કપ
- ડુંગળી 1-2 સુધારેલ
- ગાજર 1-2 સુધારેલ
- લસણ ની પેસ્ટ 1 ચમચી
- શેકેલ સીંગદાણા ¼ કપ
- ઘી 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- મીઠું સ્વાદ મુજબ
Gajar methi nu shaak banavani rit
ગાજર મેથી નું શાક બનાવવા સૌપ્રથમ મેથી ની ઝૂડી ને સાફ કરી લ્યો ત્યાર બાદ ધોઇ સાફ કરી ચારણીમાં નિતારી લેવી અને ઝીણી સુધારી લેવી. હવે ડુંગળી ને છોલી સાફ કરી ઝીણી સુધારી લ્યો અને ગાજર ને ધોઇ સાફ કરી ચાકુ થી છોલી સાફ કરી ફરી ધોઇ લ્યો અને ને ભાગમાં કાપી વચ્ચે નો સફેદ ભાગ અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને લાલ મરચા નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ નાખો અને શેકી લ્યો. લસણ શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી એને પણ શેકી લ્યો.
ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે એમાં ગાજર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ગાજર ને ચડાવી લ્યો. ગાજર શેકાઈ ને બરોબર ચડવા આવે એટલે એમાં સુધારેલી મેથી નાખો અને મિક્સ કરી લ્યો.
મેથી ગાજર ને બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં શેકેલ સીંગદાણા નો ભૂકો નાંખી મિક્સ કરી બીજી બે મિનિટ શેકી લ્યો. બધી સામગ્રી બરોબર ચડી ને શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ગાજર મેથી નું શાક.
Methi shaak recipe notes
- અહી જો તમને તીખાશ જોઈએ તો બે ત્રણ લીલા મરચા સુધારી ને વઘાર માં નાખી શકો છો.
Broccoli na protha | બ્રોકલી ના પરોઠા
Vadheli rotili na patra banavani rit | વધેલી રોટલી ના પાત્રા બનાવવાની રીત
Vegetable rice ball banavani rit | વેજિટેબલ રાઈસ બોલ બનાવવાની રીત
Sabudana ni bhel banavani rit | સાબુદાણા ની ભેલ બનાવવાની રીત
Mexican Burrito banavani rit | મેક્સિકન બુરીટો બનાવવાની રીત
Ragi Sankati banavani rit | રાગી સંકટી બનાવવાની રીત