Orange jam banavani rit | ઓરેન્જ જામ બનાવવાની રીત

Orange jam - ઓરેન્જ જામ
Image credit – Youtube/My Lockdown Rasoi
Advertisement

જામ તો નાના મોટા બધા  ને ખૂબ પસંદ આવતો હોય છે જેને બ્રેડ , રોટલી પર લગાવી ને સવાર ના નાસ્તા માં અથવા બાળકો ને ટિફિન માં તૈયાર કરી આપી શકાય છે. બજારમાં મળતા જામ ને ઘણા લાંબા સમય માટે સાચવવા પ્રીઝવેટિવ નાખી તૈયાર કરતા હોય છે જે બાળકો માટે નુકસાન કરે છે તો આજ કોઈ પ્રકારના પ્રિઝવેટિવ વગર ઘરે Orange jam – ઓરેન્જ જામ તૈયાર કરીશું જે બાળકો તથા મોટા દરેક ને પસંદ આવશે.

Ingredients list

  • ઓરેન્જ 500 ગ્રામ
  • ખાંડ 200 ગ્રામ
  • લીંબુનો રસ 1-2 ચમચી

Orange jam banavani rit

 ઓરેન્જ જામ બનાવવા સૌપ્રથમ ઓરેંજ ને મીઠું લગાવી ગસી લઈ એક તપેલી માં દસ મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ એ તપેલી માં નવશેકું ગરમ પાણી નાખો અને ફરી દસ મિનિટ નવશેકા પાણીમાં રહેવા દયો. દસ મિનિટ પછી ઓરેન્જ ને હાથ થી મસળી મસળી ને બરોબર સાફ કરી લ્યો ને સાફ પાણી થી ધોઈ સાફ અને કોરા કપડા થી કોરા કરી લ્યો.

હવે ઓરેન્જ ની ઉપર ની છાલ ને ચાકુથી સાવ પાતળી પાતળી ઉતારી લ્યો ( છાલ સાથે એનો સફેદ ભાગ ના આવે એમ છાલ ઉતારવી ). ઉતરેલી છાલ ને ચાકુથી ઝીણી ઝીણી સુધારી લ્યો અને ત્યાર બાદ ઓરેંજ ને છોલી સાફ કરી બીજ અને છાલ કાઢી ને પલ્પ અલગ કરી લેવી.

Advertisement

 મિક્સર જાર માં ઓરેન્જ ના પલ્પ ને નાખી પીસી લ્યો. પીસેલા પલ્પ ને કડાઈમાં નાખો સાથે ખાંડ નાખી  ( ખાંડ હમેશા પીસેલા પલ્પ થી અડધી લેવી એટલે કે જો પીસેલ પલ્પ બે કપ હોય તો એક કપ ખાંડ લેવી ) બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ફૂલ તાપે હલાવતા રહો અને ચડાવી લ્યો.

મિશ્રણ ઉકળવા લાગે એટલે એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લેવું. મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને સાવ ઠંડુ થાય ત્યાં સુંધી ઠંડુ કરી લ્યો. મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે કાંચ ની સાફ અને કોરી બરણી માં ભરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો ઓરેન્જ જામ.

નીચે બીજી રેસીપી પણ આપેલ છે તે પણ અચૂક જુવો

 

 

Advertisement