આજ ના જમાનામાં મોબાઈલ એ ખુબજ અગત્યનો ડિવાઈસ થઇ ગયો છે દરેક વ્યક્તિ ના જીવન માં ભલે એ નાનો છોકરો હોય ક મોટો બુજુર્ગ દરેક ને મોબાઈલ જરૂરી થઇ ગયો છે, તો આ બધા ને સતાવતી સમસ્યાઓનો માંથી ખુબજ મહત્વની સમસ્યા એ છે બેટરી ચાર્જીંગ ક્યારેક તમે જો ભૂલી જાઓ ચાર્જીંગ કરવાનું અથવા મોબાઈલ ના ચાર્જર ની સ્વીચ દબાવાની રહી જાય અને જલ્દીજ ક્યાય બહાર જવાનું નક્કી થાય અને બેટરી ના હોય તો?, આપની આ સમસ્યા નો ઉકેલ અમે લઇ આવ્યા છીએ જેથી તમરો મોબાઈલ જલ્દી થી ચાર્જ થઇ જશે અને ફરી તમે જોર શોર થી વાપરી શકશો મોબાઈલ.
પ્રસ્તુત છે ૫ રસ્તા જેથી તમે તમારો મોબાઈલ જલ્દી ચાર્જ કરી શકશો.
બેટરી વધુ વપરાશ કરતી સુવિધાઓ બંધ કરો
ખાતરી કરો કે બ્લુટૂથ, વાઇબ્રેશન મોડ, વાઇ-ફાઇ અને મોબાઈલ ડેટા જેવી તમામ બેટરી વપરાશ કરતી સુવિધાઓ બંધ છે. તે ઉપરાંત, ડિસ્પ્લે બ્રાઈનેસ ઓછી કરો અને સ્ક્રીન ટાઈમઆઉટ ઓછો કરો જેથી ચાર્જિંગ ઝડપમાં નોંધપાત્ર રીતે વધારો તમે જોઈ શકશો.
મોબાઈલ ને સ્વીચઓફ કરો
તમે જાણતા હોવ કે ટૂક સમય માં કોઈ અગત્ય નો ફોન કોલ નથી આવવાનો તો તમારા મોબાઈલ ને સ્વીચઓફ કરી નાખો, આવું કરવાથી તમારા મોબઈલ ની ચાર્જીંગ જડપ વધી જશે.
મોબાઈલ નું કવર દુર કરો
તમારા ફોન ને ચાર્જીંગ માં મુકતા પહેલા તેનું કવર દુર કરો જેથી તમારા મોબાઈલ ની અંદર ઉત્પન થતી ગરમી જડપથી નીકળશે જે તેની ચાર્જીંગ પ્રક્રિયા માં મદદ કરશે અને તમારો મોબાઈલ જડપથી ચાર્જ થશે.
મોબાઈલ ની અંદર આવતું અલ્ટ્રા પાવર સેવિંગ મોડ ચાલુ કરો
સેટિંગ્સ ની અંદર જઈ અલ્ટ્રા પાવર સેવિંગ મોડ ચાલુ કરોચ જેથી તે વધારાની બેટરી વપરાશ સામે રક્ષણ આપે છે અને તમારો મોબાઈલ જળપ થી ચાર્જ થશે.
ચાર્જીંગ ચાલુ હોય ત્યારે મોબાઈલ વપરાશ ટાળો
જયારે તમે તમારો મોબાઈલ ચાર્જ માં મુકો ત્યારે થોડી થોડી વારે એને ચેક કરવો નહિ વારંવાર ચેક કરવાથી તમારો મોબાઈલ ચાર્જીગ ધીમું થશે, આ સમસ્યા થી બચવા માટે એક ઉતમ સોલ્યુસન મે શોધી કાઢ્યું છે તે એ છે કે હું હમેશા ફોન બીજા રૂમ માં ચાર્જ કરવા મૂકી બીજા કામ કરવા લાગી જાઉં છુ અને એ જલ્દી ચાર્જ થઇ જાય છે
Artical ગમ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp પર રેગ્યુલર ઉપડેટ મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.