નિવૃત્તિ પછી આરામદાયક જીવન જીવવું છે? તો વધુ નહિ ફક્ત 42 વર્ષ માટે 210 રૂપિયા નું રોકાણ કરી શકો છો? અથવા બે દાયકા માટે દર મહીને ₹1454 નું રોકાણ કરી શકતા હોવ તો તમારા માટે સરકાર દ્વારા ચાલતી એક બહુજ સરસ સ્કીમ છે જેનું નામ અટલ પેન્શન યોજના Atal Pension Yojana (APY) છે.
જે વ્યક્તિ 18 થી 40 વર્ષ ની ઉમર વચ્ચે પેન્સન યોજના ની અંદર રોકાણ કરવાની ઈચ્છા ધરાવતા વ્યક્તિ માટે છે આ સ્કીમ. તમારા ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણે મહીને ₹1000 થી ₹5000 સુધીનું મહીને પેન્સન મેળવી શકો છો. અટલ પેન્શન યોજના Atal Pension Yojana (APY) ભારત ના દરેક નાગરીક લાભ લઇશકે છે. જો તમે 18 વર્ષ ની ઉમરે દર મહીને 210 રૂપિયા નું રોકાણ કરશો તો વાર્ષિક કુલ ₹60000 જેટલું પેન્શન મેળવી શકો છો.જો તમે આ સ્કીમ માં રજીસ્ટ્રેશન કરવા માંગતા હોવ તો પોસ્ટમાં અથવા બેંક ની અંદર બચત ખાતું હોવું જરૂરી છે જે સામાન્ય રીતે દરેક વ્યક્તિ પાસે હોયજ છે.
અટલ પેન્શન યોજનામાં કઈ કઈ વ્યક્તિ રોકાણ કરી શકે છે?
અટલ પેન્શન યોજના મે 2015 માં શરુ કરવામાં આવી હતી અને તેનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં તમામ નાગરિકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. તેનું સંચલન PFRDA દ્વારા કરવામાં આવે છે અને તે ભારત ની તમામ બેંકો અંદર લાગુ કરવામાં આવી છે અને ભારત નો કોઈ પણ વ્યક્તિ આ યોજના નો લાભ લઇ શકે છે.
કેવી રીતે 1,43,120 રૂપિયા નું બચત કરશો 18 વર્ષ ની ઉમર થી?
જો વ્યક્તિ 18 વર્ષ ની ઉમરે દર મહીને 210 રૂપિયા નું રોકાણ કરવાનું શરુ કરે તો તે કુલ 1,05,840 રૂપિયા નું રોકાણ કરે છે તેમજ જો 40 વર્ષ ની ઉમરે રોકાણ કરવાનું શરુ કરે તો દર મહીને 1,445 રૂપિયા નું રોકાણ કરી ટોટલ 3,48,960 રૂપિયા નું રોકાણ થશે. મતલબ જો તમે 40 વર્ષે રોકાણ શરુ કરો તો તમારે 2,43,120 રૂપિયા નું વધારે રોકાણ કરવું પડશે તો શા માટે મોડું રોકાણ શરુ કરવું?
ઓનલાઈન કેવી રીતે અટલ પેન્શન યોજના Atal Pension Yojana (APY) માટે અરજી કરવી?
પેન્શન યોજના ના ફોર્મ દરેક બેંક ની વેબસાઈટ ની અંદર ઉપલબ્ધ છે. વ્યક્તિએ આ ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી વિગતો ભરી અને બેંક ની અંદર જમા કરવાનું રહશે. સાથે જરૂરી દસ્તાવેજ પણ જમા કરવાના રહેશે. બસ ખુલી ગયું તમારું પેન્શન યોજના નું ખાતું.
Artical ગમ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp પર રેગ્યુલર ઉપડેટ મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.