નમસ્તે મિત્રો આપણે ઘણા સમય થી બહાર ની ખાણીપીણનો સ્વાદ આ લોકડાઉના કારણે માણી શક્યા નથી ને એમાં પિઝા ને ઘણા જ મીસ કરી છીએ તો ચાલો આપણે આજ બહાર જેવાજ પિઝા બનાવીએ ને એ પણ યિસ્ટ કે ઓવન વગર, તો ચાલો આપણે બનાવીએ પિઝા- પિઝા રેસીપી ,homemade Yummy pizza , pizza recipe without yeast and oven in Gujarati , tawa pizza recipe in Gujarati, pizza recipe in Gujarati.
homemade Yummy pizza Recipe
જેના માટે જોઈશે નીચે મુજબ ની સામગ્રી- tawa pizza recipe ingredients
- ૧ વાટકી ઘઉ નો લોટ અથવા મેદા નો લોટ
- ૧ ચમચી બેકિંગ પાઉડર
- પા ચમચી બેકિંગ સોડા
- સ્વાદ મુજબ મીઠુ
- જરિયાત મુજબ પાણી
- સિમલા મરચાં ના કટકા અડધી વાટકી
- મકાઈ ના દાણા અડધી વાટકી
- ડુંગળી વાટકી
- ચિલિફ્લેકસ અને ઓરેગાનો ( ચીલિફ્લેક્સ માટે ૫-૬ આખા મરચા ને અધકચરા મિક્સર માં પીસી ને બનાવી શકાશે ને ઓરેગાનો માટે તમે ૧૦-૧૫ પાંદ અજમાં ના લઈ તને તડકામાં સૂકવી ને અથવા તો તવા પર શેકી ને તેનો ભૂકો કરી ને બનાવી સકો છો)
- તેમજ તમને ભાવતા શાક અથવા તમારી પાસે ઉપલબ્ધ હોય એવા શાક
- પ્રોસેસ ચીઝ ને મોઝરેલા ચીઝ
pizza recipe without yeast and oven in Gujarati – homemade Yummy pizza
tawa pizza recipe in Gujarati માટે સૌ પ્રથમ કે વાસણ માં લોટ બેકિંગ પાવડર , બેંકિંગ સોડા મીઠુ ને થોડું તેલ નુ મોણ નાખી જરૂરત મુજબ નુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ત્યાર બાદ લોટ ને થોડો સમય એક બાજુ મૂકી દયો ત્યાર બાદ તમારા મન પસંદ શાક લઈ તને મોટા મોટા સુધારી લ્યો.
૩-૪ ટમેટા લઈ તેને બાફી લ્યો ત્યાર બાદ તને મિક્સર માં નાખી તેમાં તન ચાર લસણ ની કડી ને અધડી ડુંગળી નાખી ને પેસ્ટ તૈયાર કરો ને એક કડાઈ માં થોડું તેલ લઇ ગરમ કરી તે મિશ્રણ નાખી ઉકાળો ને તેમાં લાલ મરચાં નો પાવડર ને મીઠુ ને થોડો ઓરેગાનો નાખી ઉકાળી ને ગેસ પર થી ઉતરી ને ઠંડુ થવા દયો.
બાંધેલા લોટ માંથી બે થી ત્રણ મીડિયમ આકાર ના લુવા બનાવી લ્યો આ લુવા માંથી થોડી જાડી રોટલી બનાવી લ્યો ને તેમાં કાંટા ચમચી વડે કાણાં પડી દયો હવે તેના પર તૈયાર પીઝા સોસ લગાવો ને ત્યાર પછી છીણ ને રાખેલું ચીઝ નાખી તેના પર શાક નાખી ને પાછું ચીઝ નાખી એક નોન સ્ટિક તવા પર ધીમે તપે ઢાંકણ ઢાંકી ને ચડવા દયો અથવા તો કુકર માં નીચે કાંઠો રાખી ને તેને પર એક થાળી માં બરોબર તેલ લગાડી ને પિઝા ને તેમાં મૂકી ધીમે તાપે ચડવા દેવા.. પિઝા તૈયાર થાય પછી તેના પર ઓરેગાનો ને ચિલિફ્લેક્સ નાખી ગરમ ગરમ પોતાના પરિવાર સાથે પિઝા નો સ્વાદ માણો, homemade Yummy pizza.
pizza recipe in Gujarati – પિઝા રેસીપી વિડીયો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
5 મિનીટ માં ઘરે બનાવો ફરાડી લોટ Faradi Lot Recipe
ઘરે બનાવો ફરાળી બદામ હલવો – Badam Halwa
ઘરે બનાવો ફરાળી હાંડવો – Faradi Handvo
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે