
નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ઈંડા મેંદા અને સુગર વગરનું હેલ્દી એપલ કેક , ઘઉં ના લોટ ની કેક , એપલ કેક રેસીપી , Apple Cake Recipe, wheat cake recipe in Gujarati.
એપલ કેક રેસીપી – Apple Cake Recipe
એપલ કેક રેસીપી બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે
- 2 કપ ઘઉંનો લોટ
- બે ચમચી બેકિંગ પાવડર
- અડધી ચમચી બેકિંગ સોડા
- અડધી ચમચી તજનો ભૂકો
- બે ચમચી અળસીનો મૂકો
- પોણો કપ જીણું સુધારેલો ગોળ (જો કોકોનેટ સુગર મળતી હોય તો અડધો કપ અને પા કપ ગોળ)
- અડધો કપ તેલ
- ૧ કપ દૂધ
- અડધો કપ ડાર્ક ચોકલેટ
- પાંચ થી છ સફરજન
- અડધું લીંબુ
wheat cake recipe in Gujarati – ઘઉં ના લોટ ની કેક
એપલ કેક રેસીપી માટે સૌપ્રથમ એક વાસણમાં ચારણીથી લોટ બેકિંગ પાઉડર બેકિંગ સોડા તજનો ભૂકો નાખી બરોબર ચારી લ્યો ને તેને એક સાઈડ મૂકી દયો
હવે એક વાટકામાં બે ચમચી પીસેલી અડસી લ્યો ને તેમાં પાંચ ચમચી પાણી નાખી બરોબર હલાવી એક સાઈડ મૂકી દયો
હવે એપલ કેક(Apple Cake) ના બેટર માટે એક વાસણમાં જીણી સુધારેલું ગોળ તેલ નાખી બરોબર મિક્સ કરો હવે તેમાં પલાળીને મુકેલ અળસી નાખી બરોબર મિક્સ કરો હવે તેમાં પહેલે તૈયાર કરે લોટનું મિશ્રણ નાખી ધીમે ધીમે મિક્સ કરો
આ મિશ્રણને ધીમે ધીમે તેમાંથી હવા નીકળી જાય તે રીતે મિક્સ કરો હવે તેમાં ૧ કપ દૂધ નાખી ફરીથી મિક્સ કરો અને બાકીનો લોટ નાખી ધીમે ધીમે બધું જ મિશ્રણ મિક્સ કરી લો અને તેમાં ચોકલેટ ચિપ્સ અથવા ડાર્ક ચોકલેટ કાપીને મિક્સ કરો
આવી જેમાં એપલ કેકે(Apple Cake) બેક કરવાનું હોય તે વાસણમાં ઘી અથવા માખણ લગાડી grease કરો તેના પર લો છાંટી ડસ્ટીગ કરી તૈયાર મિશ્રણ તેમાં નાખો.
ચારથી પાંચ સફરજન ધોઈ તેની ઝીણી ઝીણી કતરણ કરી તેના પર અડધું લીંબૂ અને અડધી ચમચીતજ નો ભૂકો મિક્સ કરી કેક પર નજીક નજીક ગોઠવી દયો
હવે કેક ને 180 ડિગ્રી ઉપર ૪૦ થી ૪૫ મિનિટ ઓવનમાં બેક કરો (જો હોવા ન હોય તો એક કૂકરમાં નીચે રેતી અથવા મીઠું પાથરી તેના પર રીંગ મૂકી બેટ અને તેના પર રાખી દસ મિનિટ ફુલ તાપે અને ત્યારબાદ 20થી 25 મિનિટ ધીમા તાપે ચડાવો.
હવે ચાકુ અથવા લાકડાની સ્ટીક વડે ચેક કરો જો ચાકુ ચોખો આવે તો ગેસ ઓફ કરો નહિતર હજુ પાંચ દસ મિનિટ ચડવા દો.) તો તૈયાર છે Apple cake recipe in Gujarati.
Apple cake recipe in Gujarati
નીચે આપેલ રેસીપી પણ અચૂક જોવો
ઘરે બનાવો ખુબજ ટેસ્ટી ઘઉં ની બનાના કેક- banana wheat cake
પંજાબી સ્ટાઈલ નું પાલક પનીર રેસેપી – Palak Paneer Recipe
ઘરે બનાવો પંજાબી વેજ કોલ્હાપુરી(Veg Kolhapuri Recipe).
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે