ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ સાથે ચીઝ સોસ | crispy French fries with Cheese Sauce

crispy French fries with Cheese Sauce - French fries recipe in Gujarati - Crispy French fries recipe - ફ્રેન્ચ ફ્રાઈઝ રેસીપી
Image - youtube - Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું બધાની મનપસંદ ને જ્યારે પણ ડોમીનોઝ કે મેડોનલસ માં જઈએ ત્યારે જરૂર થી મંગાવીએ નાના મોટા સૌની crispy French fries  એ પણ cheese sauce સાથે તો જોઈએ,ફ્રેન્ચ ફ્રાઈઝ રેસીપી, crispy French fries with Cheese Sauce Recipe In Gujarati, French fries recipe in Gujarati

crispy French fries with Cheese Sauce Recipe In Gujarati

French fries recipe Ingredients – ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે જરૂરી સામગ્રી

  • ૫-૬ મિડિયમ સાઈઝના બટાટા
  • ૨ ચમચી માખણ
  • ૧ ડુંગળી
  • ૧ થી ૨ લીલા મરચાં કાપેલા
  • ૮ થી ૧૦ આખા કાળા મરી
  • ૨૦૦ ગ્રામ જેટલી ફ્રેશ ક્રીમ
  • ૨૫૦ ગ્રામ જેટલું પ્રોસેસ ચીઝ
  • મિક્સ હર્બસ

Crispy French fries recipe – ફ્રેન્ચ ફ્રાઈઝ રેસીપી

ફ્રેંચ ફ્રાઈસ બનાવવા સૌપ્રથમ એક કઢાઈમાં માખણને ગરમ કરો તેમાં  ડુંગળી, લીલા મરચાં, મરી નાખી પાંચથી સાત મિનિટ સાંતળો હવે તેમાં મલાઈ નાંખી ઉકળે ત્યાં સુધી ગરમ કરો ઉકડી જાય પછી ગેસ બંધ કરી નાખો અને ત્યાર પછી તેને ઢાંકીને એક્સાઇડ ૫-૭ મિનિટ ઠંડું પાડવા મૂકી દીધો

હવે ફ્રેન્ચ ફ્રાઈઝ(French fries) ના ચીઝ સૌસ(cheese sauce) માટે એક વાસણમાં પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે તેના પર બીજું વાસણ મૂકી બીજા વાસણમાં પ્રોસેસ ચીઝ નાખો હવે તેમાં પહેલા બનાવેલ ક્રીમ વાળું મિશ્રણ ગાળીને ચીઝ સાથે બરોબર મિક્સ કરો ચીઝ બરોબર ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવી ને ગરમ કરો ગરમ થઇ ગયા બાદ ચીઝ સોસ(cheese sauce) ની નીચે ઉતારી લો તૈયાર છે ચીઝ સોસ.

Advertisement

મીડીયમ આકારના બટાકાને છોલી તેના ઉભા એક સેમી ના કટકા કરી લો કાપેલા કટકાને ઠંડા પાણીમાં પંદરથી વીસ મિનિટ પલાળી બટાકા માંથી સ્ટાર્ચ કાઢી લ્યો હવે એક કપડા પર કાપેલા બટાકા નું પાણી નીકળી જાય તેમ કોરા કરી નાખો

ફ્રેન્ચ ફ્રાઈઝ(French fries) ને તળવા તેલ ગરમ મૂકો તેમાં કાપેલ ફ્રેન્ચ ફ્રાઈસ ને મીડીયમ ગેસ પર ત્રણ-ચાર મિનિટ કરી લ્યો ત્રણ-ચાર મિનિટ તળાઈ ગયાબાદ તેને તેલ માંથી કાઢી સાઈડ પર મૂકી દો,

હવે ગેસ ફુલ કરી ફરીથી બધી જ ફ્રેન્ચ ફ્રાઈસ ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી કરી લ્યો ફ્રેન્ચ ફ્રાઈઝ તરાઈ ગયા બાદ તેને વાસણ અથવા ટીસ્યુ પેપર પર કાઢી લ્યો હવે તેના પર મીઠું અને મરી નો ભૂકો છાંટો(મિક્સ હર્બસ પણ છાંટી સકો ) તો તૈયાર છે crispy French fries with cheese sauce.

ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની  રેસીપી

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

વિડીયો: ખુબજ ઓછા સમય મા બનાવો ચીઝ થી ભરપુર ચીઝ પાર્સલ નાસ્તો 

વિડીયો: ઘરે બનાવો બહાર જેવીજ સ્વાદિષ્ટ અને હેલ્ધી schezwan cheese chilli sandwich

ખાંડ અને મેંદા વગર ઘરે બનાવો ઘઉં ના લોટ નો Healthy Apple Cake

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement