
નમસ્તે મિત્રો આજે જ આપણે બનાવીશું Yummy ચીઝ પાર્સલજે ઘરે ખુબજ સરળતા થી બની જશે તો ચાલો જોઈએ , ચીઝ પાર્સલ રેસીપી , cheese parcels recipe in Gujarati.
cheese parcels recipe in Gujarati
ચીઝ પાર્સલ બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે
- એક કપ છીણેલુ પનીર
- પોણો કપ છીણેલું પ્રોસેસ ચીઝ અડધો કપ છીણેલું મોઝરેલા ચીઝ ૩-૪ જીણા સુધારેલા લીલા મરચાં ૧ મિડીયમ સાઈઝ ઝીણી સુધારેલી ડુંગરી
- ૩-૪ ચમચી લીલા ધાણા સુધારેલા અડધી ચમચી ગરમ મસાલો
- ૨ કપ મેદાનો લોટ
- ૩-૪ ચમચી ઘી અથવા તેલ અડધી ચમચી અજમો
- સ્વાદ મુજબ મીઠું
ચીઝ પાર્સલ રેસીપી – Cheese Parcels Recipe
ચીઝ પાર્સલ રેસીપી ( Cheese Parcels Recipe ) બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેદાનો લોટ સ્વાદ મુજબ મીઠું અજમો અને ઘીનું મોણ નાંખી બરાબર મિક્સ કરો ત્યારબાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી કડક લોટ બાંધી સાઇટ પર મૂકી દીધો
મસાલો બનાવા સૌપ્રથમ એક વાસણમાં પનીર પ્રોસેસ મોઝરેલા ચીઝ સુધારેલા ધાણા સુધારેલા મરચાં સુધારેલી ડુંગળી ગરમ મસાલો નાખી બધા મિશ્રણને બરોબર મિક્સ કરી લો હવે તૈયાર મિશ્રણ કરી જુઓ જો તેમાં જરૂર હોય તો થોડું મીઠું નાખી શકો છો મસાલો તૈયાર થઈ જાય એટલે મેદા ના લોટ ના મોટા મોટા લૂઆ કરી તેને મીડીયમ જાડી રોટલી વણી લો ત્યારબાદ વાડકીથી અથવા કુકી કટરથી કાપી અથવા તો નાની નાની પૂરીઓ બનાવી લેવી
એક પૂરી ઉપર તૈયાર મસાલો મૂકી તેની ચારે બાજુ હાથ વડે થોડું-થોડું પાણી લગાડી તેના પર તૈયાર બીજી પૂરી મૂકી બધી બાજુથી સીલ પેક કરી લો અને તેની અલગ અલગ આકાર આપવા તેની કિનારી શકો અથવા કાંટા ચમચી વડે દબાવીને પણ તૈયાર કરી શકો તૈયાર ચીઝ પાર્સલ મીડીયમ ગરમ તેલમાં બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી કરી લ્યો તૈયાર થી પાર્સલ ને સોસ અથવા ચટણી સાથે ગરમાગરમ માણી શકો છો, cheese parcels recipe in Gujarati.
રેસીપી વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
એકદમ ઓછા તેલ માં બનાવો બ્રેડ પકોડા Bread Pakoda recipe in Gujarati
આ રીતે બનાવો પંજાબી છોલે સાથે સોફ્ટ ભટુરા રેસીપી – Bhature recipe
વિડીયો: ઈંસ્ટન્ટ રવા મસાલા ઢોસા – Instant Rava Masala Dhosa
5 મિનીટ માં ઘરે બનાવો ફરાડી લોટ Faradi Lot Recipe
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે