ઘરે બનાવો વેજ લેમન કોરિયાંડર સૂપ

Lemon Coriander Soup - વેજ લેમન કોરિયાંડર સૂપ - Veg Lemon Coriander Soup Recipe in Gujarati
Image - youtube - Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું Yummy વેજ લેમન કોરિયાંડર સૂપ – veg lemon coriander soup recipe in Gujarati.

Veg Lemon Coriander Soup

વેજ લેમન કોરિયાંડર સૂપ બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.

  • અડધી જુડી લીલા ધાણા જીણા સુધારેલા
  • ૨ ચમચી તેલ
  • ૨ ચમચી જીણા સુધારેલ લીલા મરચા
  • ૨ ચમચી જીણું સુધારેલ લસણ
  • ૨ ચમચી જીણું સુધારેલ આદુ
  • પા કપ સુધારેલી ડુંગરી
  • અડધો કપ જીણું સુધારેલા કેપ્સીકમ
  • પા કપ મકાઈ
  • પા કપ પાનનકોબી જીણી સુધારેલી
  • પા કપ ગાજર જીણા સુધારેલ
  • પા કપ ફણસી જીણી સુધારેલ
  • પા કપ પનીર
  • ૧ ચમચી સોયા સોસ
  • ૧ લીંબુ નો રસ
  • ૧ ચમચી કોર્ન ફ્લોર
  • વેજીટેબલ સ્ટોક(ગરમ પાણી)
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ ચમચી મરી ભૂકો
  • ૧ ચમચી લીલા મરચા ની પેસ્ટ

વેજ લેમન કોરિયાંડર સૂપ – Veg Lemon Coriander Soup

લેમન કોરિયાંડર સૂપ( Veg Lemon Coriander Soup ) બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ,આદુ,લીલા મરચા ને ડુંગરી નાખી ને ફુલ તાપે ૩-૪મિનિટ સેકી તેમ થોડા લીલા ધાણા નાખી સેકી તેમાં એક લીટર થી દોઢ લીટર ગરમ પાણી અથવા વેજિટેબલ સ્ટોક નાખી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો

ત્યાર બાદ તેમાં ગાજર , કેપ્સીકમ, મકાઈ,પાનકોબી, ફણસી, સોયા સોસ, સ્વાદ મુજબ મીઠું ,મરી નો ભૂકો,ખાંડ ને (લીલા મરચા નો પેસ્ટ જો તીખો કરવો હોય તો નાખો)નાખી બરોબર હલાવો ને ઉકાળો ત્યાર બાદ તેમાં પનીર (જો નાખવું હોય તો નાખો) કોર્ન ફ્લોર ને પાણી મા નાખી ઓગળી ને સૂપ માં નખો ને લીંબુ નાખી ફરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો ને છેલ્લે ફરી લીલા ધાણા નાખી ગેસ બંધ કરી ગરમ ગરમ પીરસો veg lemon coriander soup recipe in Gujarati.

Advertisement

રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગુંદ ના લાડુ બનાવવાની રીત રેસીપી| Gund na ladu banavani rit | Gund Ladu recipe in gujarati | Gund na ladoo

તલ નો ગજક બનાવવાની રીત રેસીપી | tal no gajak banavani rit | tal no gajak recipe in gujarati

કુકરમાં પુલાવ બનાવવાની રીત | પુલાવ બનાવવાની રીત | pulao banavani rit | pulav recipe in gujarati

મૂળા ના મુઠીયા બનાવવાની રીત | મૂળા ના મુઠીયા રેસીપી | mula na muthiya banavani rit | mula na muthiya recipe in gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement