નમસ્તે મિત્રો આજ આપણે બનાવીશું Yummy Ladoo, ફરાળી લાડુ જે દરેક વ્રત મા તમે સેવન કરી શકો છો, Dry fruit Faradi Ladu , dry fruit faradi Ladoo recipe in Gujarati, faradi ladoo recipe in Gujarati.
dry fruit faradi Ladoo recipe in Gujarati
ફરાળી લાડુ બનવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે – Dry fruit Faradi Ladu Ingredients
- 3 કપ મખાના
- અડધો કપ કાજુ
- અડધો કપ બદામ
- અડધો કપ અખરોટ
- પા કપ કીસમીસ
- અડધો કપ નારિયેળ નો ભૂકો
- ઘી જરૂરત મુજબ
- દોઢ કપ ગોળ
- 1 ચમચી એલચી નો ભૂકો
- દૂધ જરૂરત મુજબ
Faradi ladoo recipe in Gujarati
સૌપ્રથમ એક કડાઈ માં બે ત્રણ ચમચી ઘી ગરમ કરી તેમાં કાજુ બદામ ને અખરોટ ને 5 મિનિટ ધીમા તાપે શેકી ને કાઢી લ્યો ત્યાર પછી એજ કડાઈ માં એક ચમચી ઘી નાખી મખના ને 5મિનિટ ધીમા તાપે શેકી ને કાઢી લ્યો બધા ને ઠંડા કરો ત્યાર બાદ એજ કડાઈ માં ગોળ ને સુધારી ને ધીમા તાપે ઓગાળો.
ગોળ ઓગળે ત્યાં સુંધી માં પેલા ડ્રાય ફ્રુટ ને બે ભાગ કરી એક ભાગ પીસી ને ભૂકો બનાવી લ્યો ને મખાનાં ના બે ભાગ કરી એક ભાગ નો ભૂકો કરી લ્યો ને બાકી બચેલા ડ્રાય ફ્રુટ ને મખનાં ને અધધ કચરા કરી લ્યો.
જયારે ગોળ ઓગળી જાય એટલે તેમાં એલચી નો ભૂકો ને પીસેલા ડ્રાય ફ્રુટ ને મખાના નો ભૂકો ને અધધ કચરા કરેલ ભૂકો ને કીસમીસ નાખી ધીમા તાપે ને બરોબર મિક્સ કરો બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણ માં કાઢી તેમાં સૂકા નારિયલ નો ભૂકો નાખી બરોબર મિક્સ કરો
ત્યાર બાદ તમે બે ત્રણ ચમચી ઘી નખો ને બે ત્રણ ચમચી ગરમ કરી ઠંડુ કરેલ દૂધ નાખી બરોબર મિક્સ કરી ને લડું વળી જોવો લડું વડે નઈ તો હજી એક ચમચી દૂધ નાખી ને બરોબર મિક્સ કરી મનગમતી સાઇઝ ના લડું બનાવી ને એર તાઈડ ડબ્બા માં ભરી ને મૂકી 4-5દિવસ ખાઈ સકો ને ફ્રી જ માં રાખી ને તે 8-10દિવસ સુધી ખાઈ સકો છો ફરાળી લાડુ.
ફરાળી લાડુ વિડીયો – Faradi Ladu Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sonia Barton ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
5 મિનીટ માં ઘરે બનાવો ફરાડી લોટ – Faradi Lot Recipe
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે