ઘરે સ્વાદિષ્ટ ઝટપટ ફરાળી ઢોકળા બનાવવાની રીત | Faradi Dhokra Recipe

Faradi dhokra - dhokra recipe in Gujarati
Image - Youtube - Sheetal's Kitchen - Gujarati
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel on YouTube આજ આપણે બનાવીશું Yummy ફરાળી ઢોકળા, Faradi Dhokra Recipe ,farali dhokla recipe in Gujarati ,  ફરાળી ઢોકળા બનાવવાની રીત.

farali dhokla recipe in Gujarati 

 ફરાળી ઢોકળા બનવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે –  Faradi Dhokra Ingredients 

  • ૧ કપ સામો/મોરઈયો/સાઉ પીસેલ
  • પા કપ સાબુદાણા પીસેલા
  • ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • ૧ ચમચી ઇનો(પા ચમચી સોડા)
  • ૧-૨ આખા લીલા મરચા સુધરેલા
  • ૧ ચમચી જીરૂ
  • ૧ ચમચી તલ
  • ૨-૩ ચમચી તેલ
  • પા ચમચી લાલ મરચા નો ભૂકો
  • પા ચમચી મરી નો ભૂકો
  • ૧ ચમચી ખાંડ
  • ૧ કપ ખાટું દહીં
  • જરૂરત મુજબ પાણી

Faradi Dhokra Recipe

ફરાળી ઢોકળા  બનવા સૌપ્રથમ એક વાસણ માં સામો/મોરઈયો/સાઉ નો લોટ સાબુદાણા નો લોટ ફરાળી મીઠું સ્વાદ મુજબ આદુ મરચા ની પેસ્ટ ને દહીં ખાંડ ને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ તેમાં જરૂરત મુજબ પાણી નાખી ને ઢોકળા ના મિશ્રણ જેવું મીડીયમ મિશ્રણ તૈયાર કરી ૧૫-૨૦ મિનિટ ઢાંકી ને સાઈડ માં મૂકી દયો

Faradi dhokra Recipe - farali dhokla recipe in Gujarati - ફરાળી ઢોકળા બનાવવાની રીત
Image – Youtube – Sheetal’s Kitchen – Gujarati

ઢોકળા  ને ૧૫-૨૦ મિનિટ પછી ગેસ પર ફુલ તાપે એક વાસણ માં પાણી ગરમ મૂકી તેમાં કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી પાણી ઉકાળો પાણી ઉકળે ત્યાં સુંધી માં ઢોકળા ના મિશ્રણ માં ઇનો(સોડા ) નાખી બરોબર મિક્સ કરો ને એક થાળી ને તેલ લગાડી ને તૈયાર કરી તેમાં ફરાળી ઢોકળા નુ મિશ્રણ નાખી તેને ઉકળતા પાણી વાળા વાસણ માં મૂકી ઢાંકણ ઢાંકી ને  ૧૦-૧૫ મિનિટ ચડવા દયો ૧૦-૧૫ મિનિટ પછી એક વાર ચેક કરી લ્યો કે બરોબર ચડી ગયું છે ત્યાર પછી એ થાળી ને કાઢી લ્યો ને ઠંડુ કરવા મુકો

Advertisement

ઢોકળા થોડા ઠંડા થાય એટલે તેના ચકુ વડે પીસ કરી નાખો ને ત્યાર બાદ વઘરીયા માં ૨-૩ ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું તલ ને લીલા મરચા ના કટકા નાખી ને વઘાર તૈયાર કરી તેને તૈયાર ફરાળી ઢોકળા  પર નાખી ફરાળી ઢોકળા તૈયાર છે જેને તમે લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો.

ફરાળી ઢોકળા બનાવવાની રીત વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

 એકદમ ઓછા તેલ માં બનાવો બ્રેડ પકોડા Bread Pakoda recipe in Gujarati

પંજાબી છોલે સાથે સોફ્ટ ભટુરા રેસીપી | Bhature recipe in Gujarati

રવા મસાલા ઢોસા બનાવવાની રીત  | Instant Rava Masala Dhosa recipe in Gujarati

5 મિનીટ માં ઘરે બનાવો ફરાડી લોટ | Faradi Lot Recipe

Dal Dhokri Recipe – ઘરે બનાવો પરંપરાગત ગુજરાતી દાળ ઢોકરી

બીજી ફરાળી રેસીપી( Faradi Recipe ) માટે અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement