આજે Corona થી રક્ષણ માટે લોકો પોતાના હાથ, તથા તેની આસપાસની વધુ સંપર્કમાં આવતી સપાટી ને પણ Disinfect કરતા હોય છે. આમાં તમારા Smartphone અને તેની Accessories નો પણ સમાવેશ થાય છે. આ કામ ને સરળ કરવા માટે સાઉથ કોરિયન કંપની Samsung એ Samsung UV sterilizer લોન્ચ કર્યું છે. તો જાણીએ તેના Specification અને વધુ માહિતી.
આ Device ની કિંમત 3599 રૂપિયા છે, અને તેમાં Smartphone, Buds અને Smart Watch Disinfect કરી શકાશે. આ sterilizer નું વેચાણ આવતા મહિને થી શરૂ થશે.
Samsung India ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મોહનદીપ સિંહ એ કહ્યું કે, “યુવી સ્ટરિલાઇઝર એ આપણા વ્યક્તિગત દૈનિક સામાનને સૂક્ષ્મજંતુ મુક્ત, સુરક્ષિત અને જીવાણુનાશિત રાખવા માટે એક સંપૂર્ણ અને સઘન ઉપકરણ છે,”
Intertek અને SGS નામની બે સ્વતંત્ર સર્ટિફિકેટ ઇન્સ્ટિટયૂટ એ કરેલ ટેસ્ટ અનુસાર આ Samsung UV sterilizer 99% બેક્ટેરિયા અને કિટાણુંઓ મારે છે, જેમાં E Coli, Staphylococcus aureus અને Candida albicans નો સમાવેશ થાય છે.
આ ડિવાઇસમાં બે UV Light આવેલ હોય છે, જે અંદર મુકેલ વસ્તુ ની ઉપર અને નીચે બંને સપાટીઓ ને sterilizer કરે છે. આ sterilizer ને ચાલુ કરવું ખુબજ સરળ છે, માત્ર એક ચાપ થી ચાલુ કે બંધ થઈ જાય છે. અથવા એક વાર ચાલુ કર્યા પછી 10 મિનિટ માં આપમેળે બંધ થઈ જાય છે. આ ડિવાઇસ નાનું અને કોમ્પેક્ટ છે, જેથી તેને લઇ ને હરવા ફરવા માં સરળતા રહે.
Specification:
- સ્ટરીલાઈઝેશન સમય: 10 મિનિટ
- સર્ટિફિકેશન: WPC(Qi), CE, CB, FCC, KC
- ચાર્જ: 10W વાયરલેસ ચાર્જ
- બહાર ના પરિમાણો: 22.8 x 13.3 x 4.95 cm
- અંદર ના પરિમાણો: 19.6 x 9.6 x 3.3 cm
- વજન: 369 ગ્રામ
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.