નમસ્તે મિત્રો આજ આપણે બનાવીશું ખુબજ Yummy અને હેલ્થી ગ્રાનોલા બાર જે બાળકો ને ખુબજ પસંદ આવેશે, ગ્રેનોલા બાર રેસીપી, Granola Bar Recipe in Gujarati.
Granola Bar Recipe
ગ્રાનોલા બાર બનવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.
- અડધો કપ સૂરમુખીના બીજ
- અડધો કપ મગતરી ના બીજ
- ૨-૩ ચમચી અળસી
- ૧ કપ પીસેલી ખજૂર
- અડધો કપ કાજુ ના કટકા
- અડધો કપ બદામ ના કટકા
- અડધો કપ અખરોટ ના કટકા
- ૧ કપ ઓટ્સ
- અડધો કપ મધ
- પા કપ બ્લુ બૅરી
- પા કપ ક્રેઇન બેરી
ગ્રેનોલા બાર રેસીપી – Granola Bar Recipe in Gujarati
ગ્રાનોલા બાર બનાવા સૌ પ્રથમ એક વાસણમાં સૂરજમુખી ના બીજ, અળસી ને મગજતરી ના બીજ નાખી ધીમા તાપે પાંચથી સાત મિનિટ શેકી લો ત્યારબાદ તેને એક વાસણમાં કાઢી લો.
ગ્રાનોલા બાર ( Granola Bar ) બનાવવા ફરી એ જ વાસણમાં બદામ ના કટકા, કાજુના કટકા, અખરોટ ને મીડીયમ તાપે પાંચથી સાત મિનિટ શેકી અગાઉ જે વાસણમાં બીજા બીજ કાઢેલા હતા તેમાં ઠંડા થવા મૂકી દો ત્યારબાદ ફરી એ જ વાસણમાં લઈ તેને પણ મીડીયમ તાપે પાંચથી સાત મિનિટ શેકી એક વાસણમાં કાઢી લો બધી વસ્તુઓ ઠંડી થઈ જાય ત્યાં સુધી એક્સાઈટ મૂકી દો.
ઠંડા થયેલ મિશ્રણમાં પીસેલ ખજૂર અને મધ તેમજ થોડીક ક્રેનબેરી તેમજ બ્લુબેરી નાખી હાથ વડે બરાબર મિક્સ કરી એક વાસણમાં ઘી થી ગ્રીસ કરી સરખા ભાગે પાથરી વાટકા વડે થાબડી ને ઉપર થી થોડી બ્લુબેરી અને ક્રેનબેરી છાંટી ફરી વાટકી વડે બરોબર થાબડી ફ્રીજ માં એક કલાક સુંધી સેટ થવા દયો એક કલાક પછી તેમાંથી મનગમતા આકાર ના કટકા કરી ને રાખો ને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો,Granola Bar Recipe in Gujarati.
રેસીપી વિડીયો
નીચે આપેલ બીજી રેસીપી પણ અચૂક વાંચો
હવે ઘરે બનાવો Milk chocolate, Dark Chocolate Bar અને White chocolate bar
ઘરે બનાવો હેલ્ધી મગદાળ ની ઇડલી – Healthy Moong dal Idli
ઘરે બનાવો ઘઉં ના લોટ નો Healthy Apple Cake
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે