અલગ અલગ સમસ્યા માટે બેસ્ટ ઘરેલું આયુર્વેદિક કાળા – Aayurvedic Kado

Best Aayurvedic Kado Recipe
Best Aayurvedic Kado Recipe
Advertisement

આપણા બીજુર્ગો ઘરમાં મળી રહેતી વસ્તુઓ થી કાળો બનાવતા હતા જે ઘણીબધી બીમારીઓ માં ફાયદાકારક હતા. પહેલા ના સમયમાં દરેક બીમારી નો ઉપચાર આયુર્વેદિક પદ્ધતિ થી કરવામાં આવતો જે આપણા ઘર ની અંદર જ થઇ જતો હતો જે ખુબજ સારી ઔષધિઓ હતી અને ગુણકારી પણ હતી જે આપણી રોગપ્રતીકારક શક્તિ વધારતી હતી તો આજે અમે પણ એક એવા કાળા વિષે જણાવશું જેના સ્વાસ્થ્ય( Health ) માટે ઘણા ફાયદા છે. – Aayurvedic Kado Recipe

Cinnamon Benefits In Gujarati
Cinnamon Benefits In Gujarati

તજ એક એવી વસ્તુ છે જે દરેક ના ઘર ની અંદર મળી રહે છે. જેનો આપણે આપણા ઘર ની અંદર ગરમમસાલા માં પણ ઉપયોગ કરીએ છીએ જે ખુબજ સારી ઔષધિ છે અડધી ચમચી તજ નો પાવડર 1 ગ્લાસ પાણી અંદર ઉકાળવો ઉકાળી ગયા પછી ગેસ નીચે ઉતારી થોડું ઠંડુ થયા પછી તેમાં થોડું મધ ઉમેરી પીવાથી સરદી ઉધરસ માં રાહત મળે છે તેમજ તે આપણા શરીર નું કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં પણ મદદ કરે છે.

જો તમારા ગળામાં બળતરા, ઉધરસ અને સરદી ની સમસ્યા હોય તો લવિંગ ને જીણી પીસી, કાળા મરી, આદુ અને ગોળ ને પાણી માં ઉકાળી તેમાં ૩-4 તુલસી ના પાંદડા પણ ઉમેરો અને પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો બસ તૈયાર છે કાળો તેને નવસેકો જ પીવું.

Advertisement
Best Aayurvedic Kado Recipe
Best Aayurvedic Kado Recipe

તમને પેટ ની ચરબી સાથે સરદી ઉધરસ થી છુટકારો મેળવવા એક કપ પાણી અંદર એક ચમચી કાળા મરી ઉમેરી તેના ચાર ચમચી લીંબુ નો સર ઉમેરી ઉકાળો અને ખાલી પેટે તેનું રોજ સેવન કરો.

Ajwain Benefits in Gujarati
Ajwain Benefits in Gujarati

તમને વારંવાર પેટની તકલીફ થતી હોય ત્યારે એક ગ્લાસ પાણી ઉકાળો પાણી ઉકળતું હોય ત્યારે તેમાં અડધી ચમચી અજમો ઉમેરો અને થોડો ગોળ ઉમેરો પાણી અડધું ના થાય ત્યાં સુધી ઉકાળો ત્યારબાદ ઠંડુ કરી પીવો જે તમારી પાચન સંબંધિત સમસ્યાઓ ની સાથે પેટની બીજી તકલીફ માં પણ મદદ કરશે

આ મસાલા ની તાસીર ખુબજ ગરમ હોય છે જેથી તેના કાળા નું સેવન કરવાથી પેટ ની અંદર બળતરા થઇ શકે છે જો તમને કોઈ આવી સમસ્યા હોય તો યોગ્ય આયુર્વેદિક ડો. ની સલાહ સુચન લીધા પછી જ કોઈ પણ કાળા નું સેવન કરવું હિતાવહ છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

દેશી ગાજર ખાવા ના ફાયદા

ક્યાં પાત્ર નું પાણી પીવું ઉત્તમ છે તેમજ તે પાણી પીવા ના નિયમ વિશે જાણો

ગરમ પાણી પી ને આવી રીતે વજન ઘટાડીએ

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

 

Advertisement