ભારત ની અંદર આધારકાર્ડ એ ખુબજ મહત્વનો ડોક્યુમેન્ટ બની ગયું છે જે હાલતે ને ચાલતે આપણે તેની માહિતી દરેક વ્યક્તિ ને આપવી પડે છે. ત્યારે UIDAI દ્વારા ATM જેવા PVC કાર્ડ પ્રિન્ટ કરાવાની સગવડ બહાર પાડી છે તો ચાલો જાણીએ કેવી રીતે મેળવશો તે કાર્ડ, Aadhaar PVC Card.
આપણા બધા પાસે પૂઠા જેવું આધાર કાર્ડ હશે અથવા તો લાંબુ મોટો આધાર કાર્ડ આવ્યો હશે UIDAI દ્વારા તમને પોસ્ટ ના માધ્યમ થી એ મોકલવામાં આવ્યું છે જે સમય જતા સારું રહ્યું નથી ત્યારે UIDAI ની આ સગવડ તમારું આધારકાર્ડ ને તમારા પર્સ ની અંદર ખુબજ સરળતા થી રાખી શકશો અને જલ્દી થી તે બગડશે પણ નહિ.
#AadhaarInYourWallet
— Aadhaar (@UIDAI) October 10, 2020
You can now order the all-new Aadhaar PVC card, which is durable, looks attractive, and has the latest security features. Its security features include a hologram, Guilloche Pattern, ghost image & Microtext. To order, click https://t.co/TVsl6Xh1cX pic.twitter.com/FTNbOa5wE3
આ PVC Aadhar Card ની અંદર અત્યાર ના તમામ લેટેસ્ટ સિક્યોરીટી ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે જેમકે હોલોગ્રામ, ગિલોચે પેટર્ન, હોસ્ટ ઇમેજ અને માઇક્રોટેક્સ્ટ. જો તમે આ કાર્ડ મેળવવા ઈચ્છો છો તમારે 50 રૂપિયા તેની ફી ભરવી પડશે.
How to apply for Aadhaar PVC card ?
આ કાર્ડ માટે તમારે ઓનલાઈન UIDAI ની વેબસાઈટ પર રીક્વેસ્ટ કરવી પડશે
તેની અંદર ‘My Aadhaar section’, ની અંદર ‘Order Aadhaar PVC Card’ પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારે ત્યાં તમારો 12 આકડા નો આધાર્કાર્દ નો નંબર નાખવાનો રહે છે અથવા તો જો તમારા પાસે તમારો 16 આકડા નો વર્ચુયલ આઈડી હોય તો તે ઉમેરી શકો છો તે પણ ના હોય તો તમે તમારો 28 આકડા નો ઈઆઈડી પણ ઉમેરી શકો છો
આ આકડા ઉમેર્યા પછી તમારે સિક્યોરીટી કોડ અથવા તો કેપ્ચાકોડ નાખવાનો રહેશે અને ત્યાર પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવું.
આટલું કર્યા પછી તમને તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે તેમને બોક્ષ ની અંદર ઉમેરવાનો રહેશે.
હવે તમને તમારો aadhar pvc card કેવો દેખાશે તેનો વ્યુ આવશે અને તેની નીચે બીજું એક ઓપ્સન પેમેન્ટ નું હશે જે તમને એક બીજા પેજ પર લઇ જશે અને તમારે ત્યાં 50 રૂપિયા ફી ઓનલાઈન ભરવાની રહેશે.
સફળતાપૂર્વક પેમેન્ટ ચુકવણી થતા થોડાજ દિવસો ની અંદર આ કાર્ડ તમારા રજીસ્ટર્ડ એડ્રસ પર આવી જશે.
આજ સંપૂર્ણ પ્રક્રિયા તમે નીચે વિડીયો અંદર જોઈ શકો છો.
આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો