આપણા રોજીંદા જીવન ની ભાગદોડ ની અંદર આપણે પાણી પીવા પર ક્યારેય ધ્યાન રાખતા નથી, આપણા શરીર ને પાણી ખુબજ જરૂરી છે તેથીજ આપણે ઋતુ પ્રમાણે અલગ અલગ વાસણ ની અંદર પાણી નો સંગ્રહ કરી તેનું સેવન કરીએ છીએ આજ જાણીશું,ક્યા પાત્ર નું પાણી પીવું ઉત્તમ
આપણે ત્યાં વધુ પડતું પાણી નો સંગ્રહ આપણે સ્ટીલ ના વાસણ ની અંદર કેરીએ છીએ તેની પાચળ ના કેટલાક કારણ છે જેમ કે તેનો રખરખાવ ખુબજ સરળ છે અને તે ખુબજ સસ્તી ધાતું છે તેની અંદર આપણે ગરમ અને ઠંડી બંને વસ્તુ ઓ રાખી શકીએ છીએ તે તેની સાથે કોઈપણ પ્રકારની રસાયણિક પ્રકિયા કરતું નથી
પરંતુ આયુર્વેદ ના ચિકિત્સકો આપણે ઋતુ પ્રમાણે અલગ અલગ વાસણો માં પાણી રાખી તેનું સેવન કરવાની સલાહ આપે છે વરસાદ ની સીઝન માં આપણે તાંબા ના વાસણ માં રાખેલ પાણી પીવું, ઉનાળામાં માટીના વાસણ નું પાણી પીવું, ઠંડી ની સીઝન માં ચાંદી અને તાંબા ના વાસણ ની અંદર રાખેલ પાણી પીવું, આવું કરવા પાછળ નું કારણ એ છે કે તાના ગુણ તે પાણી સાથે આપણા શરીર માં પ્રવેશે છે.
તો ચાલો કોઈ ક્યા વાસણ ની અંદર રાખેલ પાણી ના ફાયદા શું?
તાંબા ના વાસણ નું પાણી
જેવું કે તાંબા ની અંદર કેટલાક વિશેષ તત્વો હોય છે જો આપણે તે પાત્ર ની અંદર રાખેલ પાણી નું સેવન કરીએ છીએ તો તે આપણા શરીર ની અંદર વિષકારી તત્વો,કેન્સર ને લગતા તત્વો થી બચાવ કરે છે,
તાંબા ના વાસણ માં રાખેલ પાણી તમારી યાદશક્તિ ને વધારે છે,પેટ નો દુખાવો, એસીડીટી, ગેસ,કબજિયાત માં ફાયદા કરે છે અને આપણા લીવર ને પણ તંદુરસ્ત રાખે છે. તે પાણી ની અંદર એન્ટીબેક્તેરીઅલ,એન્ટીઓક્શીદેન્ત, અને એન્ટી વાયરલ ગુણો છે જે તમને ચામડી ને લગતા રોગો થતા નથી.
તે પાણી ની અંદર કેટલાક વિશેષ તત્વો હોય છે જે તમારા શરીર ની અંદર યુરિક એસીડ ને ઓછુ કરે છે જેના કારણે તમને સંધિવા,અને પગ ના દુખાવામાં આરામ મળે છે. તેમને જો બ્લડપ્રેશર અને એનીમિયા ની સમસ્યા છે તો તાંબા ના વાસણ ની અંદર રાત્રે રાખેલ પાણી સવારે પીવાની સલાહ આપવામાં આવે છે.
નોંધ: તાંબા ના વાસણ ની અંદર ક્યારેય દૂધ પીવું નહિ તે તમને નુકશાન કરી શકે છે તેમજ તાંબા નું વાસણ ખરીદતી વખતે તે મિશ્રિત ધાતુ નું ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું.
કાંચ ના વાસણ નું પાણી
કાંચ ને પ્લાસ્ટિક ની બોટલ કરતા ખુબજ સુરક્ષિત માનવામ આવે છે કેમ કે તેના વાસણ બનાવવામાં કોઈજ પ્રકારના રસાયણો નો ઉપયોગ થતો નથી, તે ક્યારેય ભોજન કે કોઈ પણ દ્રાવણ/ પીણા સાથે કોઈજ પ્રક્રિયા કરતું નથી.ખાસ કરી ને ખટાસ વારી વસ્તુઓ રાખવા કે તેનું સેવન કરવા માટે જેમકેલીંબુ સરબત,ફળો નો રસ માટે કાંચ ના વાસણ નોજ ઉપયોગ કરવો જોઈએ.
નોધ: હાલ સુંદર દેખાવ માટે તેને રંગવામાં આવે છે તેનો ઉપયોગ ટાળવો જોઈએ.
માટી ના વાસણ નું પાણી
આપણે જયારે ફ્રીજ નતા આવ્યા ત્યારે માટીના માટલા જ ઠંડુ ઠંડુ પાણી નો સ્ત્રોત હતા, માટી ના માટલા પાણી ને પ્રાકૃતિક રીતે ઠંડુ કરવા સાથે સાથે અશુધિઓ ને પણ દુર કરે છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી કરે છે, તેની અંદર રહેલ ક્ષાર યુક્ત ગુણો પાણી સાથે મિક્ષ થઇ તેના PH લેવલ ને પણ સંતુલિત કરે છે
માટલા ના પાણી ની તાશીર ઠંડી છે છતાં તમને તે નુકશાન નથી કરતું તે તમને એસીડીટી,ગેસ,અપચા ની સમસ્યાઓ માં પણ મદદ કરે છે. ગરમીના દીવશો માં લુ થી પણ બચાવ કરે છે.
ચાંદી ના વાસણ નું પાણી
ચાંદી ની તાશીર ઠંડી હોય છે જે આપણા શરીર ને ઠંડક પહોચાડવા નું કામ કરે છે જો તમને વધુ ગુસ્સો આવે છે તેમને તજજ્ઞો ચાંદી ના વાસણ માં પાણી નું સેવન કરવાની સલાહ આપે છે. રોજ સવારે ખાલી પેટે ચાંદી ના વાસણમાં રાખેલ પાણી નું સેવન કરવાથી વજન ઓછુ થવા સાથે સાથે પાચનક્રિયા સારી થાય છે.
ચાંદી ના વાસણમાં રાખેલ પાણી આપણા શરીર ની રોગપ્રતીકારક શક્તિ ને સારી કરે છે, પિત ઓછુ કરે છે, યાદશક્તિ સારી કરે છે તેમજ આપણી કીડની અને લીવર માટે લાભદાઈ છે.
પ્લાસ્ટિક ની બોટલ નું પાણી
આપણે જે રોજીંદા જીવન ની અંદર પ્લાસ્ટિક ની બોટલ વાપરીએ છીએ તે બોટલ ની અંદર જે કેમિકલ હોય છે તે આપણા શરીર ના હોર્મોન ને નુકશાન કરે છે તેમાં પણ ગરમ પાણી પ્લાસ્ટિક ની બોટલ ની અંદર ખુબજ નુકશાન કારક તત્વો છુટા કરે છે, તેમજ લાંબા સમય સુધી પ્લાસ્ટિક ની બોટલ અંદર રાખેલ પાણી નું સેવા કરવાથી ડાયાબીટીસ, કેન્સર થવાની શક્યતાઓ વધી જય છે.
બીપીએ એક પ્રકાર નું કેમિકલ છે જે ફક્ત એકવાર ઉપયોગ કરવા યોગ્ય પાણી બોટલ બનાવવા માટે વાપરવામાં આવે છે જો આ કેમિકલ લાંબા સમય સુધી આપણા શરીર ની અંદર જય છે તો આતરડા, લીવર ને પણ નુકશાન પહોચાડે છે
જો તમે સારી ગુણવત્તા ધરાવતી બોટલ ઘર ની અંદર વાપરો છો તો તેને પણ સમયાંતરે બદલવા નો આગ્રહ રાખવો. પરંતુ જો તમે તેનો ઉપયોગ ટાળો તો ખુબજ ઉત્તમ છે
આજ કાલ સ્ટીલ,તાંબા ની બોટલ પણ આવે છે બજાર ની અંદર જેના ઉપર તમને ફાયદા પણ ઉપર જણાવ્યા છે.
નીચે પણ બીજી માહિતી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ખીરા કાકડી ના ફાયદા | ખીરા કાકડી નો ઉપયોગ | khira kakdi na fayda | khira kakdi no upyog
નગોડ ના ફાયદા | નગોડ નો ઉપયોગ | Nagod na fayda | Nagod no upyog
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે