ઘરે બનાવો ફરાળી હાંડવો

Faradi Handvo recipe in Gujarati - Faradi Handvo recipe Ingredients - ફરાળી હાંડવો રેસીપી
Image - Youtube - FOOD COUTURE by Chetna Patel
Advertisement

નમસ્તે મિત્રો હાલ નવરાત્રી ચાલુ છે ત્યારે અમે ફરી એક ફરાળી વાનગી લાવ્યા છીએ તો ચાલો જોઈએ ફરાળી હાંડવો રેસીપી, Faradi Handvo recipe in Gujarati.

Faradi Handvo recipe

ફરાળી હાંડવો બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • એક કપ સાવ/મોરિયો
  • પા કપ સાબુદાણા
  • ૧ દુધી છીણેલી
  • ૧ કપ ગાજર છીણેલું (જો વ્રત માં ખાતા હો  તો નાખો નહિતર ના નાખો)
  • પોણો કપ દહીં
  • પા કપ ઝીણી સુધારેલી ધાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • પા ચમચી હળદર
  • ૧ચમચી આદુ  મરચા ની પેસ્ટ
  • ૧ ચમચી ખાંડ
  •  તેલ જરૂર પ્રમાણ
  • ૩-૪ ચમચી તલ
  • ૧-૨ દાડી મીઠો લીમડો
  • ૨-૩ ચમચી જીરૂ
  • ૧-૨ ચમચી ઇનો
  • પાણી જરૂર પ્રમાણે
  • ૧-૨ ચમચી સીંગદાણાનો ભૂકો (ઓપશનલ)

Faradi Handvo recipe in Gujarati

 સૌપ્રથમ એક મિક્સર જારમાં સામો અને સાબુદાણા પીસી લો ત્યારબાદ એક વાસણમાં પીસેલા સામો સાબુદાણા લઈ તેમાં દહીં અને જરૂર મુજબ પાણી નાખી બરોબર મિક્સ કરી ચારથી પાંચ કલાક આથો આવવા મૂકી દો

 હવે ચાર-પાંચ કલાક બાદ મિશ્રણ લઇ તેમાં છીણેલી દૂધી ,લીલા ધાણા ,આદુ મરચાની પેસ્ટ, હળદર ,સ્વાદ મુજબ મીઠું(મિશ્રણમાં થોડો ચલાવવા એક બે ચમચી સીંગદાણાનો ભૂકો પણ નાંખી શકાય) નાખી બરોબર મિક્સ કરો.

Advertisement

ત્યાર પછી એક નોનસ્ટિક કડાઈમાં ૩-૪ ચમચી તેલ નાખી તેલ બરાબર ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ મીઠા લીમડાના પાન અને તલ નાખી તેમાં ઇનો નાખેલુ હાંડવા નું મિશ્રણ નાખો અને કડાઈમાં બરોબર એકસરખું ફેલાવી દો,

તેને ઢાંકણ ઢાંકી એક બાજુ ઓછામાં ઓછું ૧૦થી ૧૫ મિનિટ ચડવા દો ૧૫ મિનિટ બાદ તેને ઉથલાવી બીજી બાજુ પણ ૫-૭  મિનિટ ચડવા દો બંને બાજુ બરોબર ચડી જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી યો આ રીતે નાના હાંડવો તૈયાર કરી લો અને ગરમા ગરમ લીલી ચટણી સાથે પીરસો તો તૈયાર છે, ફરાળી હાંડવો( Faradi Handvo recipe in Gujarati ).

રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બદામ નો ફરાળી હલવો – Badam Halwa

સ્વાદિષ્ટ બનાવો ફરાળી ઢોકળા – Faradi Dhokra

ઘરે બનાવો સ્વાદિષ્ટ ગુજરાતી હાંડવો – Gujarati Handvo

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement