તમાલ પત્ર ના ફાયદા | Tamal Patra na fayda |Bay Leaf benefits in Gujarati

Tamal Patra na fayda in Gujarati - Bay Leaf benefits in Gujarati - તમાલ પત્ર ના ફાયદા
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ તમાલપત્ર વિશે જેમાં તમાલ પત્ર ના ફાયદા , તમાલ પત્ર નો ઉપયોગ , Tamal Patra na fayda in gujarati ,Bay Leaf benefits in Gujarati જણાવશું

તમાલ પત્ર | Tamal Patra | Bay leaf

ભારત માં એવું કોઈક જ ઘર હશે જ્યાં તમાલપત્ર નો મસાલા તરીકે ઉપયોગ નહિ થતો હોય. તમાલ વૃક્ષના પાંદડાને તમાલપત્ર કે તેજ્પત્ર કહે છે. તેના ઝાડ તજ ના ઝાડ જેવા જ હોય છે.ઔષધી તરીકે તમાલપત્ર નો ઉપયોગ કરવામાં આવે છે, મસાલા તરીકે તમાલપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. બજારમાં તમાલપત્ર બે પ્રકાર ના મળે છે. તમાલપત્ર અને તજ ના લગભગ ગુણ સરખા જ હોય છે. બન્ને નો ઔષધી તરીકે ઉપયોગ થાય છે. તજ, તમાલપત્ર, અને એલચીનો સુગંધી મસાલા તરીકે ગણના થાય છે.

Tamal Patra Na Fayda in Gujarati

શરદી ઉધરસ માટે ફાયદાકારક

જો તમને શરદી ઉધરસ ને રેગ્યુલર સમસ્યા રહેતી હોય તો તેના બે થી ત્રણ પાંદડા પાણીમાં દસ મિનિટ સુધી ઉકાળો હવે તે પાણી માં એક કપડું પલાળી અને તે કપડાંને છાતી ઉપર રાખો તેથી શરદી અને ઉધરસની સમસ્યા ઓછી થશે – તમાલ પત્ર ના ફાયદા .

Advertisement

ડાયાબિટીસ ટાઇપ 2 મા ફાયદાકારક

વ્યક્તિઓને ડાયાબિટીસની ટાઇપ ટુ ની સમસ્યા હોય તેઓ માટે તમાલ પત્ર ના પાંદડા ફાયદાકારક છે તે લોહીની અંદર કોલેસ્ટ્રોલ ગ્લુકોઝ અને ટ્રાઇગ્લાસિસરાઇડ નું સ્તર પણ કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે તમાલ પત્ર ના પાંદડા નો પાવડર નું પણ સેવન કરી શકાય છે

દાંતોની ચમક માટે

જો તમારાં દાંત પીળા થઇ ગયા હોય તો ચમકાવવા માટે પણ તમાલપત્ર ઉપયોગી છે એક અઠવાડિયામાં બે વાર તમાલપત્ર નો પાવડર બનાવી બ્રશ કરવું પીળાશ જતી રહેશે. Bay Leaf benefits in Gujarati.

સારી નિંદ્રા માટે

તમને સારી નિંદર નથી આવતી તો રાત્રે સૂતા સમયે તમાલપત્રના થોડાક પાવડરને પાણી અંદર મિક્સ કરી તેનું સેવન કરવાથી આજના સારી નીંદર આવે છે Tamal Patra Na Fayda in Gujarati.

વાળ ખરવાની સમસ્યા તેમજ ખરબચડા વાળની સમસ્યામાં

તો તમારા વાળ ખરબચડા અને ખૂબ જ ખરી રહ્યા હોય તો તમે તમાલપત્રના તેલને માથામાં લગાડશો તો ખરબચડા વાળ તેમજ વાળ ખરવાની સમસ્યા મા રાહત મળશે . Bay Leaf benefits in Gujarati.

તમાલ પત્ર ના ફાયદા સ્કિન માટે

તમાલપત્ર તમારે ચામડી માટે એક રામબાણ રૂપ છે તે તમારી ચામડીમાં કરચલીઓ પડવા દેતું નથી તેમજ તેને નુકશાન થતા બચાવે છે આના માટે તમારે ૫ તમાલપત્રના પાંદડાને ૨ કપ પાણી ની અંદર બે મિનિટ સુધી ઢાંકી અને ઉકાળો હવે તેને ઢાંકણું હટાવી ફરી બે મિનિટ ઉકાળો પછી આ પાણીને વરાળ તમારા ચહેરા ઉપર લો થોડી થોડી જેથી તમારી સ્કિન હેલ્ધી થશે.

તમાલ પત્ર નો ઉપયોગ ઘરેલું ઉપચારમા કરવાની રીત

તમાલપત્ર નો ઉપયોગ ખાસ કરીને કફ ના રોગોમાં અને આમવાત ના દર્દો માં થાય છે.

અપચો, વાત્ત-પિત્ત, કફરોગ, વારંવાર થતા ઝાડા અને પેટના દુખાવામાં તમાલપત્ર નો ઉપયોગ કરવામાં આવે છે.

તમાલપત્ર નો ઉકાળો પીવાથી પેસહ્બ સંબંધિત સમસ્યાઓમાં ફાયદો થાય છે. તમાલપત્ર ના વૃક્ષ ની છાલ ને અને પીપળીમૂળ ને મધ માં નાખીને ચાટવાથી કફની ઉત્પત્તિ બંધ થાય છે અને પાચનક્રિયા સુધરે છે.

તમાલપત્ર ના વૃશ ની છાલ અને પીપળીમૂળ ના ભૂકા ને આદુના રસ અને મધ સાથે ચાટવાથી સ્વશ્રોગ માં ફાયદો થાય છે.

સંધિવા માં તમાલપત્ર ના ઝાડ ની છાલને લેપ કરીને લગાવવાથી ફાયદો થાય છે.

૧૦ ગ્રામ તમાલપત્ર ને પાણી માં પીસીને કપાળ પર લેપ કરીને લગાવવાથી માથા ના દુખાવા માં રાહત થાય છે.તમાલપત્ર ને પીસીને તેને દાંત પર ઘસવાથી દાંત સફેદ અને ચમકદાર બને છે.

તમાલપત્ર ના ઘરગથ્થું ઉપચાર મા ઉપયોગો

તમાલપત્ર અને પીપળીમૂળ ને ૨-૨ ગ્રામ ની માત્ર માં લઈને આદુના મુરબ્બા સાથે ભુક્કો કરીને ચાટવાથી અસ્થમા ની બીમારીમાં ફાયદો થાય છે.

જો કોઈપણ કારણોસર ઉલટી થાય છે તો તમાલપત્રનાં ચૂર્ણ નું સેવન કરવાથી ઉબકા આવતા નથી.તેની સાથે સાથે એલચી, લવિંગ, તજ, આ બધાને પીસીને મધ નાખી ને ચાટવાથી ઉલટી બંધ થાય છે.

ચહેરા પર ના ડાઘ દૂર કરવા, ખીલ ની સમસ્યા માંથી છુટકારો મેળવવા, માટે તમે તમાલપત્ર નો ઉપયોગ કરી શકો છો. તમાલપત્ર ને પાણી માં ઉકાળીને આ પાણીથી ચહેરો ધોવાથી અથવા તેનો લેપ લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે.

વજન ઘટાડવા મા પણ તમાલપત્ર નો ઉપયોગ કરી શકો છો. તમાલપત્ર નો ઉકાળો કરીને પીવાથી ફાયદો થાય છે.

તમાલપત્ર ને દાંત પર ઘસવાથી દાંત પર ની પીળાશ દૂર થાય છે. અને દાંત સફેદ થાય છે.

ડાયાબીટીશ ના દર્દીઓને તમાલપત્ર નો ઉપયોગ ખાસ કરવો જોઈએ. કારણકે તમાલપત્ર માં બ્લડ શુગર ને કન્ટ્રોલ માં રાખવાનો ગુણ હોય છે. ટાઈપ-૨ ડાયાબીટીશ માં રાહત થાય છે.   

તમાલપત્ર ફોલિક એસીડ થી ભરપૂર હોય છે. માટે જ ગર્ભાવસ્થા ના ૩ મહિના પહેલા અને ૩ મહિના પછી ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. તમાલ પત્ર બાળક ને જરૂરી માત્રા માં ફોલિક એસીડ ની પુરતી કરે છે.

તમાલપત્ર ના નુકસાન

જો તમે કોઈપણ પ્રકાર ની સેર્જરી કરવાના હોવ તો સર્જરી ના ૨ અઠવાડિયા પહેલા તમાલપત્ર નો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.

જો તમારી ત્વચા સંવેદન શીલ છે અને તમને એલર્જીની સમસ્યા છે તો તમાલ પત્ર ની કોઈપણ બનાવટ નો ઉપયોગ કરવો નહિ.

તમાલ પત્ર ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

શું તમાલપત્ર ને ચાવીને ખાઈ જવું હાનીકારક છે?

હા, હાનીકારક છે. તમાલપત્ર નો ઉપયોગ હમેશા ભુક્કો કરીને જ કરવો જોઈએ. કારણક કે ગળ્યા પછી તે પચતું જ નથી. તેની કિનારી ધારદાર હોય છે જે પેટ ના અંદર ના અલગ અલગ અંગો ને નુકસાન પહોચાડી શકે છે.

તમાલપત્ર ને અંગ્રેજી માં શું કહેવાય છે?

તમાલપત્ર ને અંગ્રેજી માં ‘bay leaf’ કહેવાય છે.

શું તમાલપત્ર નું સેવન હાઈ બ્લડ પ્રેશર માં કરી શકાય છે?

હા, હાઈ બ્લડ પ્રેશર માં તમાલપત્ર નું સેવન કરી શકાય છે, તમાલપત્ર ની બનેલી ચાય પીવાથી ઘણો ફાયદો થાય છે.

તમાલપત્ર નો ઉપયોગ ઘર માં કીડી- મકોડા દૂર કરવા માટે કરી શકાય?

તમાલપત્ર ની તીખી સુગંધ ને કારણે કીડી-મકોડા દૂર રહે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

સુંઠ ના ફાયદા | Sunth na fayda in Gujarati

ખસખસ ના ફાયદા | ખસખસ નો ઉપયોગ | Khaskhas benefits in gujarati |Khaskhas na fayda

અંજીર ના ફાયદા |અંજીર નો ઉપયોગ | Anjir na fayda in Gujarati | anjeer benefits in gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement