ઘરે બનાવો ખસ્તા ખારા શક્કરપારા – khara shakarpara recipe

khara shakarpara recipe in Gujarati - ખારા શક્કરપારા રેસીપી - shakarpara recipe in Gujarati
Image - Youtube - Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ખસ્તા ખારા શક્કરપારા જે ખુબજ સ્વાદિષ્ટ છે અને બાળકો ને ખુબજ પસંદ આવશે , Khara Shakarpara recipe in Gujarati, ખસ્તા ખારા શક્કરપારા,ખારા શક્કરપારા રેસીપી.

Khara shakarpara recipe

ખસ્તા ખારા શક્કરપારા બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • ૨ કપ મેંદો
  • ૪ ચમચી સોજી
  • ૧ચમચી અજમો
  • ૧ ચમચી કલોંજી (ડુંગરી ના બીજ)
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૫-૬ ચમચી ઘી
  •  પાણી જરૂર મુજબ
  • તળવા માટે તેલ

ખસ્તા ખારા શક્કરપારા રેસીપી

ખસ્તા ખારા શક્કરપારા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં મેદાનો લોટ લ્યો ત્યારબાદ તેમાં સોજી ,અજમો , કલોનજી, સ્વાદ પ્રમાણે મીઠું ને ઘી નાખી આ મિશ્રણને બરોબર હાથ વડે મિક્સ કરો બધું બરોબર મિક્સ થઇ જાય ત્યારબાદ તેમાં ધીરે ધીરે પાણી નાખી કઠણ લોટ બાંધી લો બાંધેલા લોટને પાંચથી સાત મિનિટ બરાબર મસળી કપડાં થી ઢાંકી પંદરથી વીસ મિનિટ એક બાજુ મૂકી દો.

શક્કરપારા રેસીપી માટે હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય તે દરમિયાન બાંધેલા લોટમાંથી લુવો લઇ રોટલી બનાવો તેના પર ઘી લગાવી ફોલ્ડ કરી ફરી વણો, ફરી તેના પર ઘી લગાવી ફરી ફોલ્ડ કરી મનગમતા આકાર ના સકરપારા બનાવી તેલમાં ધીમા તાપે કરી લો ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો તો તૈયાર છે, ખસ્તા ખારા શક્કરપારા, khara shakarpara recipe in Gujarati.

Advertisement

Khara shakarpara recipe વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

5 મિનીટ માં ઘરે બનાવો ફરાડી લોટ Faradi Lot Recipe

ઘરે બનાવો ફરાળી બદામ હલવો – Badam Halwa

સ્વાદિષ્ટ ફરાળી હાંડવો – Faradi Handvo

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement