બંધ નાક ખોલવા ના ઘરગથ્થુ ઉપાય | Bandh Naak kholvana upay

Bandh Naak kholvana upay in Gujarati - બંધ નાક ખોલવાના ઉપાય
Advertisement

શિયાળો આવતાં જ ઘણી બધી વ્યક્તિઓને નાક બંધ થવાની સમસ્યા થતી હોય છે અને નાક બંધ થવાને કારણે બેચેની અનુભવાય છે તેમજ શ્વાસ લેવામાં, બોલવામાં તકલીફ થાય છે તો ચાલો જાણી શિયાળામાં બંધ નાક ખોલવા ના ઘરગથ્થુ ઉપાય,બંધ નાક ખોલવાના ઉપાય, Bandh Naak kholvana upay in Gujarati.

બંધ નાક ખોલવા ના ઘરગથ્થુ ઉપાય  – Bandh Naak kholvana upay

નાક બધ થવા પાછળ નું મુખ્ય કારણ નાકની અંદર Mucus/શ્લેષ્મ નું પ્રમાણ વધી જવું છે તેમજ નાક બંધ થવા માટે આપણી એલર્જી પણ ઘણીવાર જવાબદાર છે તો ચાલો જાણીએ આ સમસ્યામાંથી જલ્દી છુટકારો મેળવવાના કેટલાક ઘરગથ્થુ ઉપાય

પ્રવાહી પીવાનો આગ્રહ રાખો

જો તમારું નાક બંધ થઈ ગયું હોય તો તમે પ્રવાહી પીવાનો આગ્રહ રાખવો જોઈએ આવું કરવાથી નાકની અંદર ભેગુ થયેલ Mucus/શ્લેષ્મ નું પ્રમાણ ઓછું થશે અને ધીરે ધીરે તમારું નાક ખૂલી જશે જો તમે ઈચ્છો તો પ્રવાહી સ્વરૂપે પાણી, હર્બલ ચાય, ફળફળાદી ના જ્યુસ નો પણ સેવન કરી શકો છો

Advertisement

બાસ્પ લેવી

ગરમ બાષ્પના કારણે નાક માં જમા થયેલી mucus/શ્લેષ્મ જલ્દીથી છૂટું થાય છે તેમજ જો નાકની અંદર સોજો આવેલો હોય તો તે સોજો ઓછો કરવામાં પણ મદદરૂપ થાય છે રાત્રે સૂતી વખતે જો તમે બાસ્પ લ્યો છો તો આખી રાતમાં તમને શ્વાસ લેવામાં સમસ્યા થશે નહીં તેમજ આવું દિવસમાં બેથી ત્રણ વાર કરવું જોઈએ જેથી જલ્દી રાહત થશે

એપલ સીડર વિનેગર નું સેવન કરો

એપલ સીડર વિનેગર ની અંદર ખૂબ જ સારા પોષક તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની સાથે-સાથે આપણે નાક ખોલવા માં પણ મદદરૂપ થાય છે ૨ ચમચી  એપલ સીડર વિનેગર ને ગરમ પાણીમાં ઉમેરી ત્યારબાદ તેમાં એક ચમચી મધ ઊમેરી તેનું સેવન દિવસમાં એક થી બે વાર કરવું તેથી બંધ નાક ઝડપથી ખુલશે

લાલ મરચાનું સેવન કરવું

આપણા દરેક ને ઘરે લાલ મરચું મળી જ રહે છે આ લાલ મરચું પણ આપણે બંધ નાક ખોલવામાં ઉપયોગી થાય છે એક ચમચી મધની અંદર 1/4 ચમચી લાલ મરચાનો પાવડર ઉમેરી દિવસમાં એકથી બે વાર સેવન કરવાથી બંધ નાક ખૂલી જશે – Bandh Naak kholvana upay.

લસણનું સેવન કરવું

જેવું કે અમે અમારા બીજા લેખમાં જણાવેલ લસણની તાસીર ગરમ છે અને તે એન્ટીવાયરલ એન્ટી ફંગલ ગુણો ધરાવે છે જે આપણા શરીરને અનેક સંક્રમણથી બચાવે છે

આ લસણ આપણે બંધ નાક ખોલવા માં પણ મદદરૂપ થાય છે એક પાણીની અંદર બે થી ત્રણ લસણ ની કણી, લવિંગને ઉકાળો હવે તેમાં 1/2 ચમચી પીસેલી હળદર ઉમેરો આ મિશ્રણનું સેવન જ્યારે નાક બંધ થાય ત્યારે દિવસમાં એકથી બે વાર કરો ઝડપથી નાક ખુલી જશે

આદુનું સેવન કરવું – બંધ નાક ખોલવાના ઉપાય

આપણે સૌ જાણીએ છીએ કે આ દુનિયાની અંદર એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરની અંદર થતા આપણે આદુની ચા અથવા તો આદુનું અલગ અલગ રીતે સેવન કરતા હોઈએ છીએ જેથી આપણે શરદી મા ખૂબ જ ફાયદો થાય છે

આદુની ચા બનાવવા માટે ધીમા તાપે બે કપ પાણી ઉકાળી તેની અંદર થોડું આદુ છીણી અને પાંચથી દસ મિનિટ ઉકાળ્યા પછી તેની અંદર લીંબુનો રસ અને મધ ઉમેરી તેનું સેવન કરવું જેથી નાક જલ્દી ખુલશે.- Bandh Naak kholvana upay.

નીલગીરી ના તેલ નો ઉપયોગ કરવો

નીલગીરી પણ બંધ નાક ખોલવા માટે ખૂબ જ કારગર ઈલાજ છે એક વાસણની અંદર પાણી ઉકાળી તેની અંદર બે થી ત્રણ ટીપા નિલગિરીના તેલના ઉમેરવા અને પછી તે ગરમ પાણીની બાસ્પ લેવી

અથવા તો જો તમે ઈચ્છો તો રૂમાલના એક ખૂણામાં નીલગીરી ના તેલ ની એક બે ટીપાં ઉમેરી તેને થોડી થોડી વારે સુંગી ને પણ નાક ખોલી શકો છો,બંધ નાક ખોલવાના ઉપાય.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

સ્વસ્થ અને ફીટ રહેવા રોજીંદા જીવન માં કીસમીસ ના ફાયદા – Kismis na fayda

અખરોટ અને બદામ માથી કયું ડ્રાયફ્રૂટ સૌથી વધુ ફાયદાકારક છે?

સીતાફળનું સેવન કરવાના ફાયદા અને નુકશાન | SitaFal na Fayda

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement