આજકાલ આપણા જીવનમાં ઘણા પરિવર્તનો આવ્યા છે જેના કારણે આપણું ભોજન અને આપણા જીવન શૈલીમાં ઘણા બધા બદલાવ આવ્યા છે અને ઘણીબધી બિમારીઓનું કારણ આપણા પેટને લગતી સમસ્યાઓને કારણે જ થતું હોય છે તેમાં ગેસની સમસ્યા પણ આવી જાય છે તો ચાલો જાણીએ ગેસની સમસ્યા દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય- Ges thavana Karan, Ges Thay to su krvu, Ges na ilaj, Ges Na Gharelu Upay, Ges ilaj in Gujarati
ગેસ થવાના કારણો અને તેના ઘરગથ્થુ ઉપચાર – Ges Na Gharelu Upay
ગેસ થવાના કારણો – Ges thavana Karan
મુખ્યત્વે આપણા પેટ ની અંદર જ્યારે ભોજન નું સારી રીતે ચયાપચન થતું નથી ત્યારે પેટની અંદર આ ગેસની સમસ્યા ઉત્પન્ન થાય છે આ સમસ્યા થવાના બીજા કેટલાક પણ કારણો છે,Ges thavana Karan.
જેમ કે ભોજન કર્યા પછી ખૂબ જ પ્રમાણમાં પાણી પીવું, ફ્રીજ માંથી કાઢેલું ઠંડુ ભોજનનું સેવન કરવું , સારી રીતે ચાવીને ભોજન ગ્રહણના કરવું, ખૂબ જ વધુ પ્રમાણમાં કોફી કે ચા નું સેવન કરવું.
રાત્રે મોડું ભોજન કરવું, ભોજન કર્યા પછી સીધું જ સુઈ જવું, પ્રોપર ચડેલું ભોજનના કરવું, ખુબજ ઠંડા પાણી અથવા તો ઠંડા પીણા નું સેવન કરવું, વધુ પડતા મસાલા વારુ ભોજન કરવું ,વધુ પડતું ટેન્શન લેવું અથવા તો તમારા પાચનતંત્રમાં થોડી સમસ્યા હોવી જે તમારું ભોજન સારી રીતે ન પચાવી શકતા ગેસની સમસ્યા ઉત્પન્ન કરે છે
ગેસ ની સમસ્યાથી છુટકારો મેળવવાના ઘરગથ્થુ ઈલાજ – Ges Thay to su krvu
સરસવનું સેવન કરો
આપણા સૌના ઘરે ખૂબ જ સરળતાથી મળી રહેતી સરસો આપણે ગેસની સમસ્યાથી દૂર રહેવામાં મદદરૂપ થાય છે એક ચમચી પીળા સરસિયા ના પાવડર ને ગરમ પાણી સાથે પીવાથી પાંચથી દસ મિનિટમાં જ ગેસની સમસ્યામાં રાહત મળશે
હિંગનું સેવન કરો
હિંગની અંદર રહેલા ગુણો ગેસ ઉત્પન્ન કરતા બેકટેરિયાને વધતા રોકે છે એક ગ્લાસ ગરમ પાણીની અંદર અડધી ચમચી હિંગ ઉમેરી તેનું સેવન કરવાથી ગેસની સમસ્યા દૂર થાય છે,Ges Na Gharelu Upay.
અજમાનું સેવન કરો
અજમા ની અંદર થીમોલ રહેલું છે જે ગેસ્ટ્રીક સ્ત્રાવને વધારવામાં મદદરૂપ થાય છે જે આપણા પેટ્ની અંદર ગેસ ઓછો કરવામાં મદદરૂપ છે એક ગ્લાસ ગરમ પાણી ની અંદર એક ચમચી અજમો ઉમેરી તેનું સેવન કરવાથી ગેસની સમસ્યા થતી નથી
એપલ સીડર વિનેગર
એપ્પલ સીડર વિનેગર ની અંદર રહેલા ખૂબ સારા પેટને લગતી ઘણી બધી સમસ્યામાં ખૂબ જ ફાયદો કરે છે તેમાંની એક સમસ્યા ગેસમાં પણ તે ફાયદો કરે છે ગરમ પાણીની અંદર બે ચમચી એપ્પલ સીડર વિનેગર ઉમેરી તેને ઠંડુ થયા પછી દિવસમાં બેવાર સેવન કરવાથી ગેસની સમસ્યા દૂર થાય છે
આદુનું સેવન કરવું
આદુ કે જે આપણા સૌના ઘરે ખૂબ જ સરળતાથી મળી આવે છે તે દેશને સમસ્યાથી દૂર રહેવામાં ખૂબ જ મદદરૂપ થાય છે પીસેલા આદુ ની 1 ચમચી દોઢ કપ પાણીની અંદર ઉકાળી તે ઠંડુ થયા પછી તેને ગાળી લો અને તેમાં થોડું મધ ઉમેરી તેનું સેવન કરવાથી ગેસની સમસ્યામાં ફાયદો રહેશે
જીરું પાણી – Ges Na Gharelu Upay
જીરું ની અંદર રહેલ એસેંસિયલ ઓઇલ ગેસ ની અંદર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે એક ચમચીથી જીરું ને બે કપ પાણીમાં ઉમેરી ઉકાળી લો તે પાણી ઠંડું થયા પછી ગાળી તેનું સેવન કરવું.
ત્રિફળાનું સેવન કરો
આપણે સૌ જાણીએ છીએ કે ત્રિફળા ચૂર્ણ એ ઘણી બધી સમસ્યાઓમાં ફાયદાકારક છે અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ ને પાણીની અંદર ઉકાળી એ પાણી ઠંડું થયા પછી પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે
તજનું સેવન કરો
તજ એ આપણા પેટ ની અંદર ઉત્પન્ન થતાં એવા સ્ત્રાવો ને રોકવામાં મદદરૂપ છે જેના કારણે ગેસની સમસ્યા થતી હોય છે અડધી ચમચી તજનો પાવડર ને એક કપ ગરમ દૂધની અંદર ઉમેરી અથવા તો તેનું મધ સાથે સેવન કરવાથી જલ્દી થી ગેસની સમસ્યા દૂર થાય છે
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
આયુર્વેદિક(Ayurvedic) વજન ઉતરવાનો કાળો જે તમારી ઇમ્યુનિટી પણ સારી કરે છે
ઝડપથી વજન ઉતારવા કરો આ રીતે ગોળનું સેવન તેમજ Gol na Fayda
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
શા માટે જીરું(Cumin Seeds) નો ઉપયોગ કરવો? અને તેના ઉપયોગ થી થતી 5 સમસ્યાઓ દૂર
કાચા પપૈયા જે વિટામીન A,B,C,E થી ભરપુર તેના અનેક ફાયદા – Kacha Papaiya
ઠંડીમાં પલાળેલી અખરોટનું સેવન કરવાના ફાયદા – Paladela Akhrot
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે