પનીર ટિક્કા રૂમાલી રોલ રેસીપી – Paneer Tikka Rumali Roll

Paneer Tikka Rumali Roll Recipe in Gujarati - Paneer Tikka Rumali Roll Recipe - પનીર ટિક્કા રૂમાલી રોલ રેસીપી
Image - Youtube - Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું પનીર ટિક્કા રૂમાલી રોલ જે ઘર ના દરેક વ્યક્તિ ને પસંદ આવશે તો ચાલો જાણીએ, Paneer Tikka Rumali Roll Recipe in Gujarati .

પનીર ટિક્કા રૂમાલી રોલ બનાવવા નીચે મુજબ સામગ્રી જોઈશે

  • પનીર ૨૫૦ ગ્રામ 
  • લાલ મરચું ૨ ચમચી 
  • ધાણાજીરૂ ભૂકો ૧ ચમચી 
  • આમચૂર પાવડર ૧ ચમચી 
  • તેલ ૧ ચમચી(રાઈ નું હોય તો એ નહિતર ઘર માં જે હોય તે)
  • કસૂરી મેથી ૧ ચમચી 
  • ગરમ મસાલો ૧ ચમચી, અડધી ચમચી સંચળ
  • પા ચમચી હળદર
  • અડધો કપ દહીં તિંગડલું
  • લીંબુ નો રસ ૧ ચમચી
  • અડધો કપ કેપ્સીકમ
  • અડધો કપ ડુંગળી
  • આદુ લસણની પેસ્ટ ૧ ચમચી 
  • લીલાં ધાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી ૧ ચમચી
  • કોલસાનો ૧ ટુકડો 
  • મેંદો ૧ વાટકી
  • ઘઉં નો લોટ ૧ વાટકી 
  • ખાંડ ૧ ચમચી
  • તેલ ૧-૨ ચમચી
  • નવશેકું દૂધ ૧ કપ

Paneer Tikka Rumali Roll Recipe

સૌ પ્રથમ એક વાસણમાં તિંગાડેલ દહીં માં તેલ લાલ મરચાનો ભૂકો, આદુ-લસણની પેસ્ટ ,ધાણા જીરા નો ભૂકો ,આમચૂર પાવડર ,સંચળ ,હળદર ,ગરમ મસાલો ,સુધારેલા લીલા ધાણા ,લીંબુ નાખી બરોબર મિક્સ કરો તૈયાર થયેલ મિશ્રણમાં પનીરના ટુકડા કેપ્સિકમના ટુકડા ડુંગળીના ટુકડા નાખી નરમ હાથ થી મિક્સ કરી તેને દમ આપવા કોલસા ને ગેસ પર ગરમ કરી એક વાટકી માં મૂકી વાટકી મેરીનેટ કરેલા પનીર ડુંગરી કેપ્સિકમ વાડા વાસણ માં મૂકી તેના પર એક ચમચી ઘી નાખી ઢાંકણ ઢાંકી બંધ કરી નાખો ને  એક બાજુ મૂકી દયો,

હવે એક વાસણમાં મેંદાનો લોટ ઘઉંનો લોટ લઇ તેમાં જરૂર મુજબ મીઠું નાખી એક ચમચી તેલ નાખી જરૂર મુજબ દૂધ નાખતા જાય લોટ બાંધી લો બાંધેલો લોટ ને બરોબર મસળો ત્યાર બાદ ઢાંકીને થોડીવાર એક બાજુ મૂકી દયો. અડધો કલાક પછી તેના લુવા કરી સાવ પાતળી રોટલી બનાવી લ્યો,Paneer Tikka Rumali Roll Recipe .

Advertisement

ગેસ પર કડાઈ ને ઊંઘી કરી ને મૂકો ને ગેસ ચાલુ કરી કડાઈ ને  ગરમ કરો કડાઈ ગરમ થાય એટલે તેના પર મીઠા વાળુ પાણી છાંટો ને ત્યાર બાદ વણેલી રોટલી તેના પર નાખી ને કાપડ વડે દબાવી ને બધી બાજુ બરોબર ચડાવી લ્યો રોટલી બરોબર ચડી જાય એટલે તેને ઉતારી લ્યો આમ જ બધી જ રુમલી રોટલી તૈયાર કરી લ્યો

હવે મેરીનેટ કરેલા પનીર ડુંગરી ને કેપ્સીકમ ને સરિયા માં એક પછી એક પૂરોવી ઘી /તેલ જરૂર મુજબ નાખી સેકી લઈ તૈયાર કરી લ્યો(જો સરિયો ના હોય તો નોન સ્ટિક તવી પર સેકી સકો છો) શેકાઈ જાય ત્યાર બાદ તેને એક વાસણ માં લઇ તેમાં ૧ ચમચી  ઘી ૨-૩ ચમચી  લીલી ચટણી ને ૧-૨ ચમચી દહીં ,૧. ચમચી ચાર્ટ મસાલો ને ૧-૨ સુધારેલી ડુંગરી ના લછ નાખી બરોબર મિક્સ કરો

તૈયાર રૂમાલી રોટી લઈ તેને એક બાજુ થી વાળી  તેમાં તૈયાર કરેલ પનીર નાખી ઉપર થી થોડી ડુંગરી નાખી બરોબર રોલ બનાવી ને તૈયાર કરી લ્યો ને તૈયાર રોલ પર ઘી લગાડી તવી પર સેકી લ્યો તો તૈયાર છે પનીર ટિક્કા રૂમાલી રોલ , Paneer Tikka Rumali Roll.

પનીર ટિક્કા રૂમાલી રોલ રેસીપી વિડીયો

 

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પંજાબી સ્ટાઈલ નું પાલક પનીર રેસેપી – Palak Paneer Recipe

વિડીયો: સ્વાદિષ્ટ કઢાઈ પનીર – Kadhai paneer Recipe in Gujarati

ઘરે બનાવો Dry fruit Faradi Ladu જે Healthy પણ છે.

તહેવાર માં ઘરે બનાવો ઘેવર – ઘેવર રેસીપી – Ghevar Recipe

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement