ઘરે બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી લસૂની દાળ ખીચડી – Lasooni Dal Khichdi

Lasooni Dal Khichdi Recipe - લસૂની દાળ ખીચડી રેસીપી
image - Youtube - FOOD COUTURE by Chetna Patel
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ખીચડી ની અંદર કૈક નવી સ્વાદિષ્ટ લસૂની દાળ ખીચડી બનાવતા શીખીશું જે સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે, Lasooni Dal Khichdi Recipe.

Lasooni Dal Khichdi Recipe

લસુની દાળ ખીચડી  બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે 

  • પોણો કપ તુવેર દાળ
  • પા કપ ચણા દાળ
  • ૩-૪ ચમચી મસૂર દાળ
  • ૧ કપ બાસમતી ચોખા/ કોઈ પણ ચોખા
  • ૧ ચમચી હળદર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧ ચમચી ઘી
  • ૫-૬ ચમચી તેલ
  • ૧ ચમચી રાઈ
  • ૧ ચમચી જીરૂ
  • ૨-૩ લીલા મરચા
  • ૩-૪ ચમચી લસણની કળીઓ પીસીને
  • ૧-૨ ચમચી કસુરી મેથી
  • ૨-૩ ડુંગરી સુધારેલી
  • ૧ ચમચી લાલ મરચા નો ભૂકો
  • ૨-૩ ટામેટા સુધારેલા
  • ૧ ચમચી ધાણજીરૂ નો ભૂકો
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૩-૪ ચમચી લીલા ધાણા સુધારેલા
  • ૧-૨ ચમચી તરેલુ લસણ
  • જરૂર મુજબ પાણી

લસૂની દાળ ખીચડી રેસીપી

ઘરે લસૂની દાળ ખીચડી ( Lasooni Dal Khichdi )બનાવવા સૌપ્રથમ બધી દાળ મિક્સ કરી ધોઈ ને ૧-૨ કલાક પાણી માં પલાળી રાખો દાળ બરોબર પલાળી જાય એટલે એક કુકર માં ત્રણ કપ પાણી લઈ તેને ઉકાળો પાણી ઉકળે એટલે તેમાં પલાળી દાળ નાખી તેમાં હળદર મીઠું ને એક ચમચી ઘી નાખી કુકર બંધ કરી ત્રણ સીટી સુંધી ચડાવી લ્યો દાળ ચડે ત્યાં સુંધી એક તપેલી માં જરૂર મુજબ પાણી લઈ ચોખા માં મીઠું નાંખી ચોખા પણ બનાવી ને તૈયાર કરી લ્યો

હવે બીજી એક કડાઈમાં ૫-૬ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય ૩-૪ ચમચી લસણ ના નાના ટુકડા તરી ને કાઢી એક બાજુ મૂકો અને એક કડાઈ માં રાઈ જીરું નાખી તતડાવો ત્યાર બાદ તેમ બે ચમચી પીસેલું લસણ , લીલા મરચા ,ડુંગરી ના કટકા નાખી ને ફૂલ તાપે હલાવતા રહી ડુંગરી ગોલ્ડન થાય ત્યાં સુધી  ચડાવો ત્યાર બાદ તેમાં ટામેટા નાખી જરૂર મુજબ મીઠું નાખી સેકો,

Advertisement

 ટામેટા શેકાઈ જાય એટલે તેમાં લાલ મરચા નો ભૂકો,ધાણા જીરું નો ભૂકો,હળદર, ગરમ મસાલો ને કસુરી મેથી નાખી બરોબર મિક્સ કરી બધા મસાલા બરોબર સેકો ને મસાલા બરે નહિ એટલે ૧-૨ ચમચી પાણી નાખી મસાલા બરોબર સેકો શેકાઈ જાય એટલે તેમાં બાફેલી દાળ નાખી ૫-૬ મિનિટ ધીમે તાપે સેકો,

હવે તેમાં ભાત નાખી ફરી બધું બરોબર મિક્સ કરી ૧૦-૧૨ મિનિટ ધીમે તાપે ચડાવો ને જરૂર લાગે તો ૧ કપ પાણી નાખી સકો છો ખીચડી માં છેલ્લે લીલા ધાણા નાખી૨-૩ મિનિટ ચડાવો છેલ્લે તેમાં તરેલાં લસણ ના કટકા નાખી ગેસ બંધ કરી ગરમ ગરમ લસુનિ દાદા ખીચડી  ઉપર થી થોડું ઘી નાખી પીરસો, Lasooni Dal Khichdi Recipe.

રેસીપી વિડીયો

 

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

Dal Dhokri Recipe – ઘરે બનાવો પરંપરાગત ગુજરાતી દાળ ઢોકરી

ખૂબ જ ઓછી કેલરી ધરાવતી મસૂરની દાળ ના 8 ફાયદા – Masur ni Dal

રાજસ્થાની દાલ બાટી ચુરમા- Rajasthani dal bati churma

હેલ્ધી મગદાળ ની ઇડલી – Healthy Moong dal Idli

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement