Google Look To Speak Application જે વ્યક્તિ ની આંખ ના ઈશારા થી લખાણ વાંચે છે

Google Look To Speak Application
Advertisement

આપણે સૌ જાણીએ છીએ કે Google સમયાંતરે નવા નવા ક્ષેત્રની નવી નવી એપ્લિકેશન લોન્ચ કરતું હોય છે થોડો સમય પહેલાં ગૂગલે રોજગાર આપવા માટે એક Google Task Mate નામની એપ્લિકેશન લોન્ચ કરી હતી જ્યારે હાલ ફરી એકવાર તેને look to speak નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે તો ચાલો જાણીએ તે એપ્લિકેશન વિશે તમામ માહિતી, How to use Look to Speak Application , Google Launches Look To Speak Application, Look to Speak Application.

How to use Look to Speak Application

 ગૂગલની આ Look to Speak એપ્લિકેશન ની ખાસિયત ની વાત કરીએ તો આ એપ વપરાશકર્તાની આંખો ની મૂવમેન્ટ ના આધારે તમારા મોબાઈલ પર દેખાતા લખાણને વાંચીને સંભળાવશે

Google Look To Speak eye movement

ગૂગલની આ એપ્લિકેશન એવા વ્યક્તિઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે કે જેમણે બોલવામાં તકલીફ થતી હોય તેમજ આ એપ્લિકેશન વાપરવા માટે કોઈ સ્પેશિયલ ડિવાઇસ નો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં તમારે ફક્ત આ Look To speak Application તમારા મોબાઇલની અંદર ઇન્સ્ટોલ કરવાની રહેશે તેમજ Google દ્વારા એક્સ્પીરિમેન્ટ વિથ ગુગલ પ્લેટફોર્મ પર આ એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી છે

Advertisement

Google Look to speak Application જો તમે તમારા મોબાઇલની અંદર ઇન્સ્ટોલ કરવા માંગો છો તો તમારા મોબાઇલની અંદર android 9.0 કે તેથી ઉપરનું એન્ડ્રોઇડ વર્ઝન હોવું જરૂરી છે જેની અંદર આ મોબાઈલ એપ્લીકેશન ખૂબ જ સરળતાથી ચાલશે તેમજ આ એપ્લિકેશનની અંદર વપરાશકર્તા તેની અનુકૂળતા મુજબ ફેરફાર કરી શકશે.

Google Launches Look To Speak Application

ગૂગલની આ એપ્લિકેશન વાપરવા માટે વપરાશકર્તાને તેના મોબાઇલ ને સ્થિર રાખવો પડશે ત્યાર પછી તે મોબાઈલ ની એપ્લિકેશન ની અંદર લખેલા ટેક્સ્ટ તરફ ધ્યાન થી જોવું પડશે અને ત્યાર પછી જો તે લખેલ લખાણને સાંભળવા ઈચ્છે છે અથવા તો કહેવા ઈચ્છે છે

ત્યારે તેને ઉપરની બાજુ જોવાનું રહેશે તેમજ જો વપરાશકર્તા ફોનમાં નીચે જમણી અને ડાબી બાજુ પર જોવે છે તો ત્યાં દેખાતી વાતો અથવા તો લખાણ વાંચીને સંભળાવશે આ એપ્લિકેશન વપરાશકર્તાની આંખોને મોમેન્ટ ને ટ્રેક કરે છે કે વપરાશકર્તા ક્યાં જુએ છે તે પ્રમાણે તેણે લખેલું લખાણ વાંચીને સંભળાવે છે

How to use Look to Speak Application

આ એપ્લિકેશનના વપરાશકર્તાઓએ ને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય તેના માટે ગુગલ દ્વારા એક tutorial ગાઈડ પણ બનાવવામાં આવી છે( How to use Look to Speak Application ) જેની અંદર વપરાશકર્તાને તે એપ્લિકેશન કઈ રીતે સારી રીતે વાપરી શકે તેના વિશે ટિપ્સ આપી છે તેમ જ તે એપ્લિકેશન વાપરતા સમયે મોબાઇલની પોઝિશન કેવી રીતે રાખવી એ પણ જણાવ્યું છે  

આ સિવાય આ ટ્યુટોરીયલ ની અંદર વપરાશકર્તાને કેવી રીતે આંખના મૂવમેન્ટ વડે ખૂબ જ સારી રીતે એપ્લિકેશન વાપરી શકશે તેના વિશે પણ જણાવેલ છે જેના કારણે બોલી ન શકનાર વ્યક્તિ તેમની વાત દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શકશે

 

તેમજ આ એપ્લિકેશનની અંદર Google દ્વારા પહેલેથી જ  Look To speak Application મા કેટલાક પ્રશ્નો ઉમેરેલા છે જેમ કે તમારું નામ શું છે?, તમે કેમ છો ? વગેરે, વપરાશકર્તા ફક્ત આ પ્રશ્ન તરફ તેની આંખની દ્રષ્ટિ લઈ જવાની રહેશે અને આ એપ્લિકેશન એ ટેસ્ટ વાંચીને સંભળાવશે તેમજ તે ઇચ્છે તો બીજા કોઈ વ્યક્તિ ના અવાજમાં પણ voice notes સેવ કરીને રાખી શકે છે અને ભવિષ્યમાં તે કોઈપણ વ્યક્તિ ને સંભળાવી શકે છે

સમગ્ર એપ્લીકેસન ની વિસ્તૃત મા માહિતી આપતો વિડીયો માહિતી 

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

Google એ ભારત માં લોન્ચ કર્યું People Cards

WhatsApp storage management tool જે તમારા ફોન ની મેમરી જલદી ખાલી કરી આપશે

Google Maps ની અંદર જોવા મળ્યું નવું Google Assistant Driving Mode અપડેટ

Google pay એપ્લિકેશન હવે તમને ખોટા ખર્ચા ન કરવામાં મદદ કરશે

આવીજ બીજી માહિતી ગુજરાતી માં જાણવા અહી ક્લિક કરો.

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni થી સેર્ચ કરી અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો.

Advertisement