નમસ્તે મિત્રો અત્યરે ખુબજ સારી પાલક મળે છે ત્યારે આજે બનાવતા શીખીશું હેલ્ધી ક્રીમી પાલક સૂપ, Palak nu soup recipe in Gujarati, creamy Palak soup recipe in Gujarati.
Palak nu soup recipe in Gujarati – પાલક સૂપ
ક્રીમી પાલક સૂપ બનાવવા નીચે મુજબ સામગ્રી જોઈશે.
- ૧ પાલક ની જુડી
- અડધી ચમચી આદુ ની પેસ્ટ
- ૧ ચમચી ફુદીનો
- ૧ ચમચી ઘઉંનો લોટ
- 500 એમએલ દૂધ
- ૧ ચમચી માખણ
- ૧ ચમચી ખાંડ
- સાદ મુજબ મીઠું
- ૧ થી ૨ તમાલપત્ર
- ૨-૩ ચમચી ફ્રેશ ક્રીમ
- પા ચમચી મરીનો ભૂકો
- પાણી જરૂર મુજબ
creamy Palak soup recipe in Gujarati
ક્રીમી પાલક સૂપ બનાવવા સૌપ્રથમ પાલકની બરોબર સાફ કરી પાણીમાં ધોઈ લો ત્યારબાદ એક કડાઈમાં 1થી 2 ગ્લાસ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં સાફ કરેલી પાલકની બેથી ત્રણ મિનિટ ગરમ કરો ત્યારબાદ બાફેલ પાલકને તરત જ ઠંડા પાણી માં નાખી ઠંડી કરી નાખો.
ક્રીમી પાલક સૂપ માટે હવે ઠંડી કરેલ પાલકને એક મિક્સર જારમાં નાખી તેમાં આદુ નો કટકો ફુદીનાના પાન નાખી પેસ્ટ બનાવી લો તૈયાર પેસ્ટને એક બાજુ મૂકી દો – creamy Palak soup recipe in Gujarati
હવે બીજા એક કડાઈમાં માખણ ગરમ કરો માખણ ગરમ થાય એટલે તેમાં એક ચમચી ઘઉંનો લોટ નાખી લોટને બરાબર છે સેકી લ્યો લોટ શેકાઈ જાય એટલે તેમાં દૂધ નાખી બરોબર મિક્સ કરો એ વાતનું ધ્યાન રાખો કે ગાંઠા ન પડે
દૂધનું એક ઉભરો આવે ત્યાં સુધી તેને ઉકાળો ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે મીઠું મરીનો ભૂકો અને તથા તમાલપત્ર પાન નાખી બરોબર મિક્સ કરી બેથી ત્રણ મિનિટ ચડાવો ત્યાર બાદ છેલ્લે તેમાં તૈયાર કરેલ પાલકની પેસ્ટ નાખી ફરીથી પાંચ-સાત મિનિટ ચઢાવો છેલ્લે તેમાં ક્રીમ નાખી કરી ગેસનો સ્ટવ બંધ કરી મિક્સ કરો ને ગરમાગરમ સૂપ ક્રીમ થી ગાર્નીશ કરી પીરસો તો તૈયાર છે પાલક ક્રીમ શું
ક્રીમી પાલક સૂપ વિડીયો:
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
વેજ લેમન કોરીયંડર સૂપ બનાવવાની રીત | vej lemon coriender soup recipe
પલક પનીર બનાવવાની રીત | palak paneer recipe in Gujarati
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે