નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું દાળ મખની એ પણ રેસ્ટોરન્ટ જેવીજ સ્વાદિષ્ટ, દાલ મખની રેસીપી, dal makhani recipe in Gujarati.
Dal makhani recipe
દાળ મખની બનવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.
- ૨૫૦ ગ્રામ આખી ઉદડ દાળ(કાળી દાળ)
- ૫૦૦ ગ્રામ ટમેટા
- અડધો કપ ક્રીમ
- ૪-૫ ચમચી ઘી
- ૩-૪ કાશ્મીરી મરચાં નો ભૂકો(લાલ મરચા નો પાવડર)
- ૨-૩ ચમચી આદુ લસણ ની પેસ્ટ
- ૪-૫ ચમચી માખણ
- ૧ ચમચી કસુરી મેથી
- સ્વાદ મુજબ મીઠું
- પા ચમચી ગરમ મસાલો
દાલ મખની રેસીપી
dal makhani બનવા સૂર્થમ આખી અડદ દાળ ને પાણી થી બરોબર ધોઈ ને ૫-૭ કલાક પલાળી મુકો અડદ દાળ પલળી જાય એટલે તેને એક મોટા જાડા તરિયા વાડા વાસણ માં દાળ થી ૬ ગણું પાણી નાખી ગેસ પર પેલા ફૂલ તાપે ઉભરો આવે ત્યાં સુધી ચડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી એક થી દોઢ કલાક ચડવો દાળ ને થોડી થોડી વાર એ હલાવતા રહેવી (જો ક્યારેક જલ્દી હોય તો કુકર માં ૪-૫ સીટી કરી ને પણ કરી સકો છો)
હવે બીજા એક વાસણ લઈ તેમાં ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં આદુ લસણની પેસ્ટ નાખી ૩-૪ મિનિટ સેકો ત્યાર બાદ તેમાં લાલ મરચાનો ભૂકો નાખી મિક્સ કરો ને મિક્સ થઈ જાય એટલે તેમાં ટમેટા ની પ્યુરી નાખી જરૂર મુજબ મીઠું નાખી મીડીયમ તાપે ઘી છૂટે ત્યાં સુંધી ચડાવો, વઘાર બરોબર તૈયાર થાય એટલે તેમાં બાફેલી અડદ દાળ નાખી મિક્સ કરી લ્યો ને દાળ ઉકળવા લાગે એટલે તેમાં માખણ નાખી મિક્સ કરી ધીમા તાપે ૩૦-૩૫ મિનિટ ચડવા દયો
દાળ ચડતી હોય એ દરમ્યાન તેણે મેસર વડે મેસ કરી સકો છો ને જરૂર લાગે તો થોડું પાણી પણ નાખી સકો ૫-૬ મિનિટ ચડવો જો જરૂર લાગે તો મીઠું નાખો ને કસુરી મેથી ને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરો છેલ્લે તેમાં ફરી ૨-૩ ચમચી માખણ ને ક્રીમ નાંખી ૨-૩ મિનિટ ચડાવી ગેસ બંધ કરી ગરમ ગરમ નાન કે પરોઠા સાથે પીરસો, dal makhani recipe in Gujarati.
Dal makhani recipe Video
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
આ રીતે બનાવો ઘરે લચ્છા પરોઠા એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ
ગુજરાતી ખાંડવી જે ખુબજ જડપથી તમારા ઘરે બની જશે
શિયાળામાં બનાવો બાજરી ગુંદર ની રાબ જે સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે
ઘરે બનાવો એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ ટર્કિશ બ્રેડ
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે