લીલા ચણાનું શાક બનાવવાની રીત | lila chana nu shaak banavani rit

Lila chana nu shaak recipe in Gujarati - લીલા ચણાનું શાક બનાવવાની રીત
Image – Youtube/Laxmi Kitchen
Advertisement

નમસ્તે મિત્રો હાલ લીલા ચણા ખુબજ સારા મળે છે તો આજે શીખીશું ઘણીબધી વ્યક્તિઓ ને પસંદ આવતું અને ઘણા વ્યક્તિઓ એ ક્યારેય ના ચાખેલ સ્વાદિષ્ટ, લીલા ચણાનું શાક બનાવવાની રીત,Lila chana nu shaak recipe in Gujarati.

Lila chana nu shaak

લીલા ચણા નું શાક બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.

  • લીલા ચણા ૧-૨ કપ
  • ૧ કપ લીલું લસણ
  • ૧-૨ ડુંગરી
  • ટામેટા ૧-૨
  • ૧ નાનો ટુકડો આદુ
  • ૮-૧૦ લસણ ની કની
  • ૪-૫ લીલા મરચા
  • પા ચમચી હળદર
  • ૧-૨ ચમચી લાલ મરચા નો પાવડર
  • ૧-૨ ચમચી ધાણા જીરું પાઉડર
  • જીરૂ ૧ ચમચી
  • ૧ ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • ૩-૪ ચમચી તેલ
  • અડધી ચમચી હિંગ
  • ૧ તમાલ પત્ર
  • ૨-૩ લવિંગ
  • ૧ નાનો ટુકડો તજ
  • જરૂર મુજબ પાણી

લીલા ચણાનું શાક બનાવવાની રીત

લીલા ચણાનું શાક બનાવવા સૌ પ્રથમ  મિક્સચેર જાર માં ટમેટા ની પેસ્ટ બનાવી એક બાજુ મૂકો ને એજ જાર માં મરચા, આદુ ને લસણ ની પેસ્ટ બનાવી ને તૈયાર કરી લેવા

ત્યાર બાદ લીલા ચણા નું શાક બનાવવા એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ,તજ, તમાલ પત્ર ને લવિંગ નાખી તતડાવો ત્યાર બાદ તેમાં હિંગ નાખી હલાવો ને ત્યાર બાદ ડુંગરી નાખી ૨-૩ મિનિટ સેકો,

Advertisement

ડુંગરી શેકાઈ જાય એટલે તેમાં લીલા ચણા નાખી તેમાં હળદર ને મીઠું નાખી મિક્સ કરી ૮-૧૦ મિનિટ ધીમા તાપે ચડાવો લીલા ચણા  બરોબર ચડી જાય એટલે તેમાં લીલું લસણ નાખી ૪-૫ મિનિટ સેકો,

ત્યાર બાદ તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી ૨ મિનિટ સાંતળો ત્યાર બાદ તેમાં ટામેટા ની પેસ્ટ નાંખી તેલ છૂટું થાય ત્યાં સુધી ચળાવો,ત્યાર બાદ તેમાં લાલ મરચાં નો પાવડર, ધાણાજીરૂ નો પાવડર ને ગરમ મસાલો નાખી મિક્સ કરો,

ત્યાર બાદ જરૂર મુજબ મીઠું ને અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને મેસર વડે થોડું મેસ કરી ૨ -૩ મિનિટ ચડવો ને ગેસ બંધ કરી ગરમ ગરમ પીરસો લીલા ચણાનું શાક,Lila chana nu shaak recipe in Gujarati.

Lila chana nu shaak recipe Video

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બાજરી ગુંદર ની રાબ બનાવવાની રીત | bajri gundar ni rab banavani rit

ગાજર નો હલવો બનાવવાની રીત | gajar no halvo banavani rit

દુધી ના મુઠીયા બનવાની રીત | dudhi na muthiya banavani rit | dudhi na muthiya recipe in gujarati

બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakoda banavani rit | bread pakoda recipe in gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement