નમસ્તે મિત્રો આજે અમે સવારે નાસ્તા માટે ખુબજ ઓછા તેલ નો ઉપયોગ થાય તેવી વટાણા ના ઉત્તપમ ની રેસીપી લાવ્યા છીએ તો ચાલો જોઈએ, લીલા વટાણા ના ઉત્તપમ બનાવવાની રીત,લીલા વટાણા નો નાસતો,Lila vatana na uttapam recipe in Gujarati.
Lila vatana na uttapam – લીલા વટાણા ના ઉત્તપમ
લીલા વટાણા ના ઉત્તપમ બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.
- સોજી ૧ વાટકી
- લીલા વટાણા ૧-૨ કપ
- લસણ ૩-૪ કણી
- આદુ ૧ નાનો ટુકડો
- લીલા મરચા ૧-૨
- સ્વાદ મુજબ મીઠું
- તેલ ૩-૪ ચમચી
- દહી ૧ વાટકી
- તલ ૨-૩ ચમચી
- ચણા દાળ ૧ ચમચી
- અડદ દાળ ૧ ચમચી
- રાઈ ૧ ચમચી
- કાજુ ટુકડા ૧ મુઠી
- જરૂર મુજબ પાણી
Lila vatana na uttapam recipe in Gujarati
સૌ પ્રથમ મિક્ષર જાર માં વટાણા, આદુ, લસણ , મરચા, સોજી નાખી પીસી ને એક વાસણ માં કાઢી રાખો.
ત્યાર બાદ એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, લીલો લીમડો,ચણા દાળ, અડદ દાળ, કાજુ નાખી હલાવો પછી તેને ઠંડુ કરી મિસરણ માં નાખી તેમાં મીઠું ને ઈનો નાખો.
એક તવા માં તેલ લગાવી તલ નાખી તેમાં થોડું મિશ્રણ નાખી ઉત્તપમ જેવું બનાવી ચડવા દો.એક બાજુ ચડે પછી બીજી બાજુ પણ ચડાવી પીરસો.
તો તૈયાર છે Lila vatana na uttapam
તમે આ ( Lila vatana na uttapam )ઉત્તપમ માં ડુંગળી – ટામેટા સુધારી ને પણ નાખી શકો છો,તેનાથી પણ સ્વાદ માં વધારો આવશે,તો આજે જ બનાવો આ લીલા વટાણા નો નાસતો.
વટાણા ના ઉત્તપમ બનાવવાની રીત વિડીયો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
વેજ પફ બનાવવાની રીત | puff banavani rit | puff recipe in gujarati
લીલવાની કચોરી બનાવવાની રીત | lilvani kachori banavani rit
લીલા ચણા નું શાક બનાવવાની રીત |lila chana nu shak banavani rit
લેમન કોરીયેનડર સૂપ બનાવવાની રીત | lemon coriender soup recipe
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે