મેથી મટર મલાઈ રેસીપી બનાવવાની રીત | Methi matar malai recipe Gujarati

methi matar malai recipe in Gujarati - મેથી મટર મલાઈ રેસીપી
Image – Youtube/Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું રેસ્ટોરેન્ટ જેવું મેથી મટર મલાઈ રેસીપી , જે તમારા ઘર ના દરેક વ્યક્તિ ને ખુબજ પસંદ આવશે તો ચાલો જોઈએ, Methi matar malai recipe in Gujarati.

મેથી મટર મલાઈ રેસીપી બનાવવાની રીત

મેથી મટર મલાઈ બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • ઘી ૪-૫ ચમચી
  • મેથી ૩ કપ સુધારેલી
  • ડુંગરી ૩-૪ સુધારેલ
  • લસણ ની કણી ૧૦-૧૨
  • સુધારેલા ૨-૩ ટામેટા
  • બાફેલા વટાણા ૧ કપ
  • આદુ ૧ નાનો ટુકડો
  • સુધારેલા ૧-૨ લીલા મરચા
  • કાજુ ૧૦-૧૫
  • તજ ૧ નાનો ટુકડો
  • આખી એલચી ૧-૨
  • તમાલ પત્ર ૧-૨
  • ગરમ મસાલો ૧  ચમચી
  • ધાણાજીરું નો પાવડર ૧ ચમચી
  • જીરું ૧ ચમચી
  • ફ્રેશ ક્રીમ અડધો કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર પ્રમાણે

Methi matar malai recipe in Gujarati

મેથી મટર મલાઈ બનાવવા સૌ પ્રથમ એક કઢાઈમાં એક ચમચી ઘી ગરમ મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં સુધારેલી મેથી નાખી જરૂર પ્રમાણે મીઠું નાખી ૧૦ થી ૧૨ મિનીટ શેકો જેથી તેનું બધું પાણી બળી જાય શેકેલી મેથી એક અલગ વાસણમાં કાઢી મુકી દો

હવે ફરીથી કડાઈમાં ૧ મોટો ચમચો ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યારબાદ તેમાં લસણની કની આદુનો ટુકડો લીલા મરચા નાખી પાંચ મિનિટ શેકો,

Advertisement

ત્યારબાદ તેમાં સુધારેલા ટમેટા નાખી તેમજ કાજૂ નાંખી પાંચથી સાત મિનિટ શેકી તેમાં એક કપ જેટલું પાણી નાખી ઢાંકી ૮ થી ૧૦ મિનિટ ચડાવો ત્યારબાદ આ મિશ્રણને ઠંડુ કરો અને મિક્સરમાં પીસીને પેસ્ટ તૈયાર કરી લો

ફરી એક કડાઈમાં એકથી બે ચમચી ઘી લઈ ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્રના પાન, તજનો ટુકડો એલચી,નાખી સેકો ત્યારબાદ તેમાં વિષય ની પ્યુરી નાખી તેમાં ધાણા જીરું નો ભૂકો નાંખી ૨-૩  મિનિટ શેકો,

ત્યારબાદ તેમાં બાફેલા વટાણા નાખો તેમજ પહેલા શેકેલી મેથી નાખી બરોબર મિક્સ કરો

ત્યારબાદ તેમાં જરૂર મુજબ મીઠું નાખી તેમજ એક કપ પાણી નાખી ઢાંકણ ઢાંકી ધીમા તાપે  ૪-૫ મિનિટ ચડવા દો અને તેમાં છેલ્લે દૂધની મલાઈ નાંખી બરોબર મિક્સ કરી ગરમાગરમ પીરસો મેથી મલાઈ મટર રેસીપી.

Methi matar malai recipe video

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

વેજ કોલ્હાપુરી રેસીપી બનાવવાની રીત | Veg kolhapuri recipe in Gujarati

મગદાળ નો હલવો બનાવવાની રીત | Mag daal no Halvo Recipe

અમૃતસરી છોલે રેસીપી | Amritsari choley recipe in Gujarati

મિસળ પાવ બનાવવાની રીત | Misal Pav Recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement