જવ ના ફાયદા | જવનું પાણી બનાવવાની રીત | જવ નો જુદી જુદી સમસ્યા મા ઉપયોગ

jav na fayda - barley health benefits in Gujarati - જવ ના ફાયદા - jav na fayda - જવ નું પી બનાવવાની રીત, - જવના પાણી ના ફાયદા
Advertisement

આ આર્ટીકલ ની અંદર અમે જવ વિશે માહિતી લાવ્યા છીએ જેમાં અમે જવ ના ફાયદા ,jav na fayda, જવનું પાણી બનાવવાની રીત, જવના પાણી ના ફાયદા,barley health benefits in Gujarati વિશે વિસ્તૃત મા માહિતી છે માટે સપૂર્ણ આર્ટીકલ વાંચવા વિનંતી

જવ વિશે માહિતી

જવ ખાવાના અનેક ફાયદા છે. પ્રાચીનકાળ થી ભારત માં જવ નો ઉપયોગ થતો આવ્યો છે. ઋષિમુનીઓ નો આહાર મુખ્યત્વે જવ માનવામાં આવે છે. વેદોએ યજ્ઞની આહુતીરૂપે જવ નો સ્વીકાર કર્યો છે. ગુજરાત અને રાજસ્થાન માં જવ નો પાક વિશેષ થાય છે.

આપણે જવ ને ઓટ્સ તરીકે પણ ઓળખીએ છીએ. ઓટ્સ એટલે કે જવ ના ફાડા. જેમ ઘઉં ના દડિયા કે ફાડા હોય છે એમ જ. આજકાલ તો અલગ અલગ ફ્લેવર વાળા ઓટ્સ મળે છે. આપણી સેહત માટે જવ ખુબ જ સારા માનવામાં આવે છે.

Advertisement

વૈજ્ઞાનિક મત પ્રમાણે જવ અશક્ત અને બીમાર માણસો માટે ઉત્તમ છે. જવ માંથી લેક્ટિક એસીડ, સીલીસીલીક એસીડ, ફોસ્ફરિક એસીડ, પોટેશિયમ અને કેલ્શિયમ મળી રહે છે. કેરોટીન પણ હોય છે.

આજે તમને જણાવીએ ઓટ્સ ના આવા અનેક અલગ અલગ ફાયદાઓ અને ધ્યાન માં રાખવાની બાબતો. જે તમને ખુબ જ ઉપયોગી થશે.

જવ ની રોટલી ખાવાથી કફ અને વાયુ સંબંધી રોગ મટે છે. જવ ની રોટલી રૂચી ઉપજાવનાર, બળ આપનાર, મળ તથા વીર્ય ને વધારનાર છે.

ડાયાબીટીસ ના દર્દીઓ માટે જવ ની રોટલી કે જવ ખાવા વધુ હિતાવહ છે. તેનાથી શરીર માં શુગર ની માત્રા જળવાઈ રહે છે.

વજન ઘટાડવા ઇચ્છતી વ્યક્તિઓ માટે જવ ખુબ જ ફાયદાકારક છે. તેઓ જો ઘઉં અને ભાત ની જગ્યા એ જવ ની રોટલી અને છાશ નું સેવન કરે તો ધીમે ધીમે ચરબી ઘટવા લાગે છે.

જવ નો લોટ, ગાયનું ઘી, અને સાકર ને સરખા પ્રમાણ માં લઇ ને એક વાસણમાં તપાવો. પછી તેમાં થોડાક સફેદ મરી અને એલચી નો ભુક્કો મિક્ષ કરી ને રાત્રે અગાસી માં મૂકી આવવું. પછી તેમાંથી દરરોજ એક નાની ચમચી આ મિશ્રણ ખાવાથી શરીર માં લોહતત્વ માં વધારો થાય છે.

લોહી ની ઉણપ વાળા વ્યક્તિઓએ આ પ્રયોગ ખાસ કરવો જોઈએ.

શ્વાસ, ઉધરસ, અને કફ જામી ગયો હોય તો તેમાં જવ ખાવા ખુબ જ ફાયદો કરે છે

જવ ના ફાયદા – Jav na Fayda

જવ, તલ, અને સાકર સરખે ભાગે લઇ ને ચૂર્ણ જેવું કરી ને મધ સાથે ખાવાથી વારંવાર થતો ગર્ભપાત અટકે છે.

દિવસ માં બે થી ચાર વાર જવખાર નું સેવન કરવાથી યકૃત ની બીમારી માં ફાયદો થાય છે. જવખાર ને ઘી સાથે મિલાવી ને ચાટી ને તેના ઉપર ઠંડુ પાણી અથવા લસ્સી પીવાથી પથરી ના રોગ માં ફાયદો થાય છે.

જવ ના ચોકરમાં પર્યાપ્ત માત્રા માં ફાઈબર હોય છે, જે જલ્દી પેટ ભરવાની સાથે તમારા શરીર માં ઉર્જા નો સંચાર કરે છે અને વજન ઘટાડવામાં ખુબ જ લાભ આપે છે.

શેકેલા જવ નો લોટ અને જેઠીમધ નું ચૂર્ણ ઘી માં મેળવી લેપ કરવાથી રતવા મટે છે,jav na fayda.

જવ ખાવાથી હૃદય રોગ ના હુમલાની શક્યતા ઘટી જાય છે, કારણકે જવ હૃદય ની ધમનીઓ માં ચરબી ને જમા થવા દેતું નથી.

Barley health benefits in Gujarati

જવ ની તાસીર ઠંડી હોવાથી શરીર માં જો ગરમી વધી જાય છે અને તેના કારણે ચક્કર આવવા માંડે છે, ગભરામણ થવા લાગે છે તો તેમાં ફાયદાકારક સાબિત થાય છે.

રુક્ષ ત્વચા કે એક્ઝીમાં જેવી તકલીફ માં પણ જવ મદદ કરે છે. જવ ની રોટલી ખાવાથી, જવ ની રાબ, કે જવ નું ઓસામણ પીવાથી  હાડકા મજબૂત થાય છે. કારણકે જવ માં કેલ્શિયમ, પ્રોટીન મેગ્નેશિયમ, વગેરે સારી એવી માત્રા માં મળી રહે છે.

ખીલ ને દૂર કરવામાં પણ જવ ના લોટ નો ઉપયોગ કરી શકાય છે. એના માટે તમારે, બે ચમચી જવ નો લોટ અને એક ચમચી બેકિંગ સોડા લઇ ને પાણી નાખી ને ફેસ પેક બનાવી ને લગાવી લો. પછી ઠંડા પાણી થી ધોઈ નાખો.

જો તમારી સ્કીન ડ્રાય છે તો ખાવાની સાથે સાથે તેનો પેક પણ બનાવી ને લગાવો. એના માટે ,જવ નો લોટ બે ચમચી, એક ઈંડું, એક ચમચી બદામ નું તેલ, એક કટકો પાકેલી કેળા અને મધ ને મિક્ષ કરી ને લેપ બનાવી ને ચહેરા પર લગાવી લો. ૧૫ મિનીટ સુધી રહેવા દઈ ને ઠંડા પાણી થી ધોઈ લો.

જો તમારા વાળ ખરતા હોય તો , ત્રણ ચમચી જવ નો લોટ, એક કપ દૂધ, એક ચમચી નારીયેળ તેલ, અને એક ચમચી મધ લઇ ને હેર પેક બનાવી ને વાળ ની પાથીએ પાથીએ નાખો. ૩૦ મિનીટ સુધી રહેવા દઈ ને કોઈ પણ આયુર્વેદિક શેમ્પૂ ની મદદ થી ધોઈ લો. તમારા વાળ ખરતા બંધ થઇ જશે અને વાળ ચમકદાર બનશે.

જવનું પાણી બનાવવાની રીત – જવ ના પાણી ના ફાયદા

jav na fayda, જવનું પાણી બનાવવાની રીત અલગ અલગ છે જે અમે તમને જણાવશું જેથી તમે  જવના પાણી ના ફાયદા લઇ શકો લગ અલગ સમસ્યા મા

જવ અને મગ નું ઓસામણ પીવાથી આતરડા માં થતી બળતરા ઓછી થાય છે. અને અતિસાર માં ફાયદો થાય છે.

જવ ના દાણા સાથે ના સુકા છોડ લાવીને તેની રાખ બનાવવી. તે રાખ ને રાત્રે પાણી માં પલાળી, સવારે ઉપર ઉપર નું નીતર્યું પાણી કાળજી પૂર્વક કપડાથી ગાળી એક કડાઈ માં ઉકાળવું પાણી બળી જતા જવખાર તૈયાર થાય છે.

આ જવખાર વાત્ત-પિત્ત, કફ, શરીર માં ગેસ નું પ્રમાણ વધી ગયું હોય, અને હૃદયરોગ માં ખુબ જ ઉપયોગી છે.

જવ ને ખાંડી ઉપરના બરછટ ફોતરા કાઢી પાણી માં નાખી ને ૫-૧૦ મિનીટ ઉકાળો. પછી એકાદ કલાક ઢાકી ને રહેવા દેવું. ત્યાર બાદ ઠંડુ થઇ જાય એટલે ગાળી લેવું. જવ ના આ પાણી ને બોલીવોટર કહે છે. આ બોલીવોટર પીવાથી તરસ, ઉલટી, અતિસાર, પેશાબ ની બળતરા કરે તેવો રોગ, વગેરે માં ફાયદો થાય છે.

શેકેલા જવ ના લોટને ઠંડા પાણી માં નાખી ને ઘટ્ટ થાય એટલું જ પછી તેમાં ઘી નાખી ને પીવાથી તરસ, દાહ અને રક્તપિત્ત મટે છે.

જવ નો ઉપયોગ કર્યા પૂર્વે અમુક ધ્યાન માં રાખવા જેવી બાબતો.

જો તમે જવ નું તૈયાર પેકેટ બઝાર માંથી લ્યો છો, તો તેમાં પ્રીસેર્વેટીવસ નો ઉપયોગ કરેલો હોય તો તે જવ ખાવા સેહત માટે નુકસાનકારક છે.

જવ ની કોઈ પણ વસ્તુ બનાવતી વખતે ધ્યાન રાખો કે તે બરાબર ચડી ગયું છે કે નહિ, કાચું રહી ગયેલું જવ પેટ ની સમસ્યા ઉભી કરી શકે છે.

વધારે પડતું જવ નું સેવન કરવાથી આતરડા અને પાચનતંત્ર ને નુકસાન થઇ શકે છે. કારણ કે તેમાં ફાઈબર ની માત્રા વધારે હોય છે.

આશા છે જવ ના ફાયદા ,jav na fayda, જવનું પાણી બનાવવાની રીત, જવના પાણી ના ફાયદા,barley health benefits in Gujarati વિશે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને ગમી હશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ક્યા પત્રમા પાણી પીવું ઉત્તમ છે તેમજ તેના નિયમ 

ગરમ પાણી પીને આવી રીતે ઘટાડો વજન

વજન ઘટાડવા માટે ઉપાય તરીકે પીવો ઘરે બનતા આ ૮ પીણા માંથી કોઈપણ એક

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement