ઘી ના ફાયદા | ઘી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | વિવિધ પ્રકારના ઘી

ghee na fayda - ghee benefits in gujarati - ઘી ના ફાયદા - ઘી ખાવાના ફાયદા - ઘી ના નુકશાન - ઘી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ
Advertisement

આજ ના આ આર્ટીકલ મા મેળવીશું ઘી વિશે માહિતી જેમાં આપને જાણીશું ઘી ના ફાયદા, વિવિધ પ્રકાર ના ઘી એટલે કે ગાય ના ઘી ના ફાયદા,ઘી ના નુસખા, ભેંસ ના ઘી ના ફાયદા, બકરી ના ઘી ના ફાયદા, ઘેટી ના ઘી ના ફાયદા, ઘી નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા , ઘી ખાવાના ફાયદા, ઘી ના નુકસાન,ghee na fayda in Gujarati, ghee benefits in Gujarati

ઘી વિશે માહિતી

દૂધ, દહીં, છાશ આ ત્રણેય નામ અને વસ્તુઓં એવી છે કે જેના વગર દરેક ઘર ની ભોજન ની થાળી અધુરી છે. દરેક ઘર માં આ વસ્તુઓ તો અચૂક વપરાતી જ હોય છે.

આ ત્રણેય ની સાથે સાથે એક વસ્તુ એવી પણ છે જેના વગર વાનગી, મીઠાઈ માં સ્વાદ જ આવતો નથી. તે વસ્તુ છે “ઘી”. ઘી વગર તો રસોઈ માં સ્વાદ જ આવતો નથી.

Advertisement

ખાવામાં તાજું ઘી વધુ ગુણકારી અને રુચીદાયક માનવામાં આવે છે. ઔષધી તરીકે જુનું ઘી જ વાપરવામાં આવે છે. આયુર્વેદ જુના ઘી ને વધુ ગુણકારી માને છે.

જુનું ઘી ત્રણેય દોષ ને મટાડનાર છે. જેમ ઘી જુનું થાય તેમ તેના ઔષધીય ગુણો વધતા જાય છે.

અગિયાર વર્ષ જુના ઘીને “કુંભીસર્પ ઘી” કહે છે. જયારે અગિયારસો વર્ષ જુના ઘી ને “મહાધૃત”કહે છે. તે પવિત્ર ગણાય છે અને કફ ને મટાડનાર અને બળ અને બુદ્ધી ની વૃદ્ધિ કરનાર છે.

કેટલાક ઘરોમાં ઘીનો દીવો નિયમિત રીતે કરવામાં આવે છે. ઘીના દીવા કરવાથી નાના નાના જંતુઓનો નાશ થાય છે. આ જ કારણોસર યજ્ઞો માં ઘી નો જ ઉપયોગ કરવામાં આવે છે.

Ghee details in Gujarati

વૈજ્ઞાનિક મત પ્રમાણે ઘી શરીર માં શક્તિ પેદા કરે છે અને યકૃત દ્વારા એમીનો એસીડ ના રૂપ માં બદલાઈ ને કામ કરે છે.

ઘી શરીર ની ગરમીને નિયમન કરે છે અને શરીર ના મહત્વ ના અંગોનું રક્ષણ કરે છે.

ઘી કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન કરતા વધારે ઉપયોગી છે. શુધ્ધ ઘી માંથી વિટામીન A-D-E –K  પ્રાપ્ત થાય છે.

જેમ વિવિધ પ્રાણીઓના દૂધ ને પીવાના અલગ ફાયદાઓ છે તેમ ઘી માં પણ એવું જ છે. જાણો અલગ અલગ પ્રાણીઓના ઘી નું સેવન કરવાથી તેનો ઉપયોગ કરવાથી કઈ કઈ બીમારિયો માં ફાયદા થાય છે.

ગાય ના ઘી ના ફાયદા

ગાયનું ઘી હિતકારી, શરીર માં ગરમી પેદા કરનાર, વાત-પિત્ત-કફ ને મટાડનાર, મગજને સતેજ બનાવનાર છે. ગાયનું ઘી સર્વોત્તમ મનાય છે.

ભેંસ ના ઘી ના ફાયદા

ભેંસ નું ઘી મધુર, ઠંડુ, કફ કરનાર, રક્તપિત્ત ને દૂર કરનાર, પાક માં મધુર અને પિત્ત, લોહીનો બગાડ અને વાયુ મટાડનાર છે.

બકરી ના ઘી ના ફાયદા

બકરીનું ઘી શરીર માં ગરમી ઉત્તપન્ન કરનાર, આખોનું તેજ વધારનાર, શરીર ને મજબૂત બનાવનાર છે, પાકમાં તીખું તેમજ ઉધરસ, શ્વાસ અને ક્ષય રોગ માં લાભ આપનાર છે.

ઘેટી ના ઘી ના ફાયદા

ઘેટીનું ઘી પાકમાં હલકું, સર્વ રોગોનો નાશ કરનાર, હાડકાની વૃદ્ધી કરનાર, પથરી મટાડનાર, આંખો ને હિતકારી, વાયુ ના દોષનું નિવારણ કરનાર છે.

તૂટેલા હાડકા ને જોડવા માટે ખાસ ઘેટીના ઘી ની માંલીશ કરવામાં આવે છે.

ઘી ના ફાયદા અને ઘી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત

ગાય નું ઘી નું સેવન કરવાથી હેડકી મટે છે. ગાય નું દૂધ અને ઘી મિક્ષ કરીને પીવાથી તરસ મટે છે.

રાત્રે સુતી વખતે દૂધ ગરમ કરીને તેમાં એક ચમચી ઘી નાખીને એ દૂધ પીવાથી સવારે દસ્ત સાફ આવે છે.

ગાયના ઘી ના ટીપાં નાકમાં નાખવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે. ગાયનું ઘી સવાર સાંજ સાત દિવસ સુધી નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.

ઘી ના નુસખા | ઘી નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા

ગાયના ઘી ને તાળવા તથા કપાળે માલીશ કરવાથી પિત્ત થી દુખતું માથું તાત્કાલિક મટી જાય છે.

ઘી ને હાથ પગ પર ઘસવાથી હાથ પગ માં થતી બળતરા મટે છે. તેમજ ખોટી ગરમી નીકળી જાય છે.

ગાયનું ઘી દાઝેલા ભાગ પર લગાવવાથી તરત જ રાહત થાય છે.

શિયાળા ની ઋતુ માં ઘી ની માલીશ કરવાથી ત્વચા ખુબ જ સુવાળી અને ચમકદાર બની જાય છે.

કહેવાય છે કે નાના બાળકો ને ઘી ની માલીશ કરવાથી તેમના હાડકા મજબૂત થાય છે અને તેમની ત્વચા પણ સારી બને છે.

ઘી ના ફાયદા મોઢા ના અલ્સર માટે

મોઢા ના અલ્સર માં ઘી નો પ્રયોગ ખુબ જ લાભકારી નીવડે છે.

આમાં તલ ના તેલ ની જગ્યા એ ઘી નો કોગળો કરવામાં આવે છે, મતલબ કે ઘી ને ૨-૪ મિનીટ સુધી મોઢા માં ભરી ને રાખવાનું કહેવામાં આવે છે.

આ પ્રક્રિયા દ્વારા મોઢા ના અલ્સર અને મોઢા માં તેના દ્વારા થતી બળતરા માં ખુબ જ ફાયદો થાય છે.

Ghee na fayda in Gujarati

ઘી નું સેવન કરવાથી પાચન ક્રિયા ઝડપી બને છે પાચનતંત્ર મજબૂત બને છે. સાથે સાથે જો તમે ઘી નું સેવન કરશો તો તમારો વજન પણ વધારી શકો છો.

નિયમિત ગાય ના ઘી નું સેવન કરવાથી ગઠીયા વા માં અને સંધી વા માં ખુબ જ ફાયદો થાય છે . દેશી ઘી ની માલીશ કરવાથી પણ ખુબ જ ફાયદો થાય છે અને હાડકા મજબૂત બને છે.

Ghee na fayda ane gharelu upchar

વાગ્યા પર મલ્હમ નું કામ કરે છે ઘી. જુનું ઘી એ ઘાવ પર મલ્હમ નું કામ કરે છે. એક કપ જુના ઘી માં એક ચમચી હળદર નાખીને પેસ્ટ બનાવી ને વાગેલી જગ્યા પર લાગવાથી ત્વરિત ફાયદો થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘી નું સેવન ખુબ જ લાભકારી છે. દૂધ સાથે ઘે નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરી શકાય છે. દૂધ માં હળદર નાખીને પીવાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન ઘી નું સેવન કરવું ઉત્તમ માનવામાં આવ્યું છે. કારણકે ઘી એક પ્રકાર નું મીઠું પદાર્થ છે જે કોઈ પણ વ્યક્તિને માફક આવે છે.

ઘી નો ઉપયોગ આંખ માટે | Ghee na fayda Aankh mate

આંખોને લગતી બીમારીઓ માં ઘીનું સેવન કરવાથી તેનો એક પ્રકારનો લેપ કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

આયુર્વેદમાં આવા જ એક લેપ વિષે કહેવામાં આવ્યું છે આંખો ના વિકાર સબંધિત હોય છે, તેમાં ઘી સાથે લોટ ની પેસ્ટ બનાવીને આંખ ની અજુ બાજુ લગાવામાં આવે છે

અને આ પ્રક્રિયા માં વ્યક્તિને આંખો ખોલવા આને બંધ કરવા નું કહેવામાં આવતું હોય છે.

જમ્યાના ૩૦ મિનીટ પહેલા ઘી ના ૨ ટીપા નાકમાં નાખવાથી ખુબ જ ફાયદો થાય છે. જેમકે, અકાળે સફેદ વાળ આવવા, વાળ ખરવા, માઈગ્રેન, માથાનો દુખાવો, કાન નો દુખાવો, એકાગ્રતા ની કમી વગેરે.

આયુર્વેદ માં કહેવામાં આવ્યું છે કે આ પ્રક્રિયા આંખો નું તેજ વધારે છે અને બધા વિકારો ને દૂર કરે છે.

ઘી ના નુકસાન

આમ તો ઘી નું સેવન કરવાથી કોઈ પણ પ્રકાર નું નુકસાન થતું જ નથી, પરંતુ અપૂરતી જાણકારી અને વધારે પડતું સેવન જ નુકસાન કારક બની શકે છે.

પીલીયા, હેપેટાઇસિસ, ની બીમારીમાં ઘી નું સેવન કરવું જોઈએ નહિ.

વધારે પડતું ઘી ખાવાથી અપચા ની સમસ્યા થઇ શકે છે, ચરબીના થર જામી શકે છે, હૃદયરોગ ની બીમારી થઇ શકે છે.

શરદી અને કફ થયા હોય ત્યારે ઘી નું સેવન કરવું જોઈએ નહી. તેનાથી આ બંન્ને સમસ્યા વધી શકે છે.

Rajiv Dixit ji explaining benefits of ghee | Ghee benefits in Gujarati

ઘી ને લગતા કેટલાક મુજ્વતા પ્રશ્નો

ઘી મા ક્યાં ક્યાં વિટામિન્સ હોય છે?

ghee vitamins ઘી મા વિટામીન એ અને વિટામીન એ હોય છે આ સાથે વિટામીન k2 પણ ઘી માંથી મળે છે આ બધા વિટામિન્સ કેશીયમ ને હાડકા સુધી પહોચાડવાનું કામ કરે છે અને આપણા હાડકા મજબુત બનાવે છે

ઘી નું સેવન ક્યારે કરવું જોઈએ?

ghee benefits ઘી નો ફાયદો ઉઠાવવા માટે ઘી મા ખંડ અને મરી નો ભુક્કો નાખીને દરરોજ રાતે સુતા પહેલા સેવન કરવાથી ભરપુર લાભ થાય છે અને સાથે સાથે દરરોજ સવારે ભૂખ્યા પેટે દૂધ મા ઘી નાખીને પીવાથી આંખો માટે ફાયદાકારક સાબિત થાય છે

ઘી નું સેવન કર્યા પછી શું ખાવું જોઈએ નહી?

ઘી થી બનેલા કોઈપણ વ્યંજન નું સેવન કર્યા પછી ઠંડુ પાણી પીવું જોઈએ નહી, જમ્યા પછી પણ ઠંડુ પાણી પીવું જોઈએ નહી.

ભૂખ્યા પેટે ઘી નું સેવન કરવાથી શું ફાયદો થાય છે?

સૌથી વધુ ફાયદો ખાલી પેટે ઘી નું સેવન કરવાથી સંધિવા મા થાય છે તેના સિવાય પણ ઘી મા રહેલું ઓમેગા -૩ ફેટી એસીડ ઓસ્ટીયોપોરીસીસ ની સમસ્યા મા રાહત અપાવે છે.

ઘી ને અંગ્રેજી મા શું કહેવાય ? | ઘી in English | ઘી English meaning

ઘી ને અંગ્રેજી મા clarified butter તરીકે ઓળખવામાં આવે છે

આશા છે અમારા વાર આપવામાં આવેલ માહિતી, ઘી ના ફાયદા, ઘી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત, ઘી ના નુશખા, વિવિધ પ્રકારના ઘી અને તેના ફાયદા,ઘી ખાવાના ફાયદા,

ઘી ના નુકસાન,ghee na fayda in Gujarati, ghee benefits in Gujarati, માહિતી પસંદ આવી હશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ખાટી આંબલી ના ફાયદા | આંબલી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત

સરગવાની સિંગ ના ફાયદા અને ઘરેલું ઉપચાર ની માહિતી| Saragva ni sing fayda

અજમો ના ફાયદા | અજમો ના ઘરેલું ઉપચાર મા ઉપયોગ | Ajma na fayda

કેસુડા ના ફાયદા | કેસુડા નો અલગ અલગ ઉપયોગ કરી મેળવો ૧૫ સમસ્યા મા ફાયદો | kesuda na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement