તલ ના ફાયદા | તલના તેલ ના ફાયદા અને ઘરેલું ઉપચારમા ઉપયોગ | Tal na fayda

તલ ના ફાયદા - તલ ના તેલ ના ફાયદા -, તલ ના નુકશાન - sesame seeds benefits in Gujarati - Tal na fayda
Advertisement

આજ ના આર્ટીકલ મા વાંચો તલ વિશે માહિતી જેમાં તલ ના ફાયદા, તલના તેલ ના ફાયદા અને ઘરેલું ઉપચારમા તલ નો ઉયોગ કરવાની રીત,તલ ના નુકશાન ,તલ ના નુસખા, Tal na fayda, sesame seeds benefits in Gujarati

તલ વિશે માહિતી

તલ દુનિયાની સૌથી જૂની પેદાશોમાની એક છે. લગભગ ૩૫૦૦ વર્ષો થી તેની ખેતી કરવામાં આવે છે.

આફ્રિકા અને ભારત માં તલ ની ખેતી વિશિષ્ટ થાય છે. માત્ર શિયાળામાં જ નહિ દરેક ઋતુ માં તલ નું સેવન કરવામાં આવે છે.

Advertisement

કોઈ તલ ને શેકીને ખાય છે, કોઈ તલ ને સલાડ માં ગાર્નિશ કરવામાં ઉપયોગ કરે છે, કોઈ બ્રેડ, બન, અથવા કેક પર નાખીને સજાવામાં ઉપયોગ કરે છે.

આયુર્વેદ માં પણ તલ ને એક ઔષધી તરીકે માનવામાં આવે છે.

તો આજે જાણો તલ ના આવા અનેક ફાયદાઓ, ઘેરેલું ઉપાયો તેનું સેવન કરવાથી થતા નુકસાનો અને તેને લગતા અમુક પ્રશ્નો.

તલ ના ફાયદા | Tal na fayda

ગેસ કે કફ ને કારણે જેમનો શરીર નો વિકાસ અટકી ગયો હોય આ ઉપયુક્ત પ્રયોગ કરવાથી વિકાસ ઉત્તમ થાય છે. જઠર મજબૂત થાય છે અને જેમના દાંત નબળા હોય તેમના દાંત મજબૂત થાય છે.

નાની ઉમર માં જ વાળ સફેદ થવાની શિકાયત છે તો તેઓએ પણ કાળા તલ નો ઉપયોગ કરવો જોઈએ.

સવાર સાંજ બે ચમચી કાળા તલ ચાવીને ખાવાથી વાળ ખરતા બંધ થવા, કાળા થવા જેવા ફાયદાઓ થાય છે.

Tal na fayda ane gharelu upchar

બાળકો પથારીમાં રાત્રે પેશાબ કરતા હોય તો તેમને રોજ નાની મુઠ્ઠીભરીને તલ ખવડાવવાની આદત નાખવી જોઈએ.

આમ કરવાથી આ સમસ્યા માં તો ફાયદો થાય જ છે સાથે સાથે પેશાબ અટકી અટકી ને આવવો, વધુ થવો, બળતરા સાથે થવો, વગેરે માં ફાયદો થાય છે.

તલ અને ગોળનું એકસાથે સેવન કરવાથી કફ અને પિત્ત વધે છે. માટે કૃમિ, ચામડીના રોગી, શરદી, કબજિયાત વગેરે ના રોગીઓએ તલ નું સેવન પ્રમાણસર કરવું જોઈએ.

તલ ના ફાયદા અને ઘેરેલું ઉપચાર

દાઝેલા ભાગ પર તલ ને વાટીને ઘી અને કપૂર સાથે લેપ કરવાથી ફાયદો થાય છે. કઈ પણ વસ્તુ તળતા સમયે દાઝી ગયા હોઈ તો દૂધમાં તલ વાટીને આછો લેપ કરવાથી ખુબજ ઝડપ થી રાહત થાય છે.

શીયાળામાં ફાટેલા હાથ પગ ગાલ અને હોઠ પર તલ નું તેલ લગાવવાથી ફાયદો થાય છે. લસણ નાખીને ગરમ કરેલું તલનું તેલ કાન માં નાખવાથી કાન ના દુખાવામાં રાહત થાય છે.

સ્ત્રીઓને માસિક વખતે ખુબ જ પીળા થતી હોય કે માસિક બરાબર ના આવતું હોય તો તલ ખાવાથી ખુબ જ ફાયદો થાય છે.

એક ગ્લાસ પાની માં એક ચમચી જેટલા તલ લઈને ઉકાળવું, પાણી અડધું રહે એટલે ઉતારીને તેમાં ગોળ નાખીને તે પાણી પીવાથી માસિક સાફ આવે છે.

તલ નો ઉપયોગ ઘરગથ્થું ઉપચાર મા

વાટેલા કાળા તલ એક ભાગ, સાકર બે ભાગ, અને બકરીનું દૂધ ચાર ભાગ એકત્ર કરી પીવાથી રક્તાતિસાર મટે છે. થોડાક તલ અને સાકર ને મિક્ષ કરીને મધ માં નાખીને ચાટવાથી બાળકોના લોહીના ઝાડા બંધ થાય છે.

તલ અને વાવડીંગ દૂધ માં વાટી માથા પર લેપ કરવાથી આધાશીશી મટે છે.

તલ ના ફાયદા હરસ ની સમસ્યામા

નાગકેસર, તલ અને સાકર નું ચૂર્ણ ખાવાથી હરસ માં ફાયદો થાય છે.

કાળા તલ નો ભુક્કો કરી તેમાં બકરીનું દૂધ મિક્ષ કરીને થોડીક સાકર નાખીને સવારે પીવાથી હરસ માં પડતું લોહી તરત જ બંધ થઇ જાય છે.

તલ વાટી માખણ માં મિક્ષ કરીને ખાવાથી હરસ મસા માં ફાયદો થાય છે.

તલના તેલ ના ફાયદા | તલ ના નુસખા

તલ ના તેલ નો કોગળો મોઢામાં દસ પંદર મિનીટ ભરી રાખવાથી નબળા દાંત મજબૂત બને છે અને પાયોરિયા નો રોગ મટે છે.

હિંગ અને સંચળ ને તલ ન તેલ માં નાખીને તેલ ને ગરમ કરવું અને અ તેલને પેટ પર માલીશ કરવાથી આફરો ચડ્યો હોય કે પેટ દુખતું હોય તો મટે છે.

તલનાં તેલ માં મીણ અને સિંધા નમક નાખીને તેનો લેપ બનાવીને વાઢીયા પર લગાવવાથી વાઢીયા મટે છે.

રાઈ, અજમો,લસણ ,સુંઠ અને હિંગ ને ગરમ કરેલા તલ ના તેલ માં મિક્ષ કરીને આ તેલ લગાવવાથી કે તેનો સેક કરવાથી સંધિવા માં ખુબ જ ફાયદો થાય છે.

તલ ના તેલ ને નવસેકું કરી રોજ માલીશ કરવાથી ફિક્કી પડેલી ચામડીમાં એક મહિના માં ચમક આવી જાય છે.

તલના તેલ ના ફાયદા અને ઉપયોગ કરવાની રીત

તલ ના તેલ ને સહેજ ગરમ કરી, તેમાં હિંગ અને સુંઠ નાખીને માલીશ કરવાથી કમરનો દુખાવ, સાંધા નો દુખાવો, અંગ જકડાઈ જવું, લકવો, વગેરે રોગોમાં ફાયદો થાય છે.

લસણ ની કડી ને તલના તેલ મા કકડાવી આ તેલ સહેજ ગરમ હોય ત્યારે જ કાન માં નાખવાથી કાન ના દુખાવા માં રાહત થાય છે.

આગ થી દાઝી ગયા હોઈએ તો તલ ના તેલ ને ચુના ના નીતર્યા પાણીમાં મિક્ષ કરીને લગાવવાથી ચમત્કારિક ફાયદો થાય છે.

તલ નો ઉપયોગ જાડા અને પાતળા થવા

દરરોજ સવારે નરણા કોઠે કાળા તલ ખાવા. થોડા થોડા તલ ચાવી ચાવીને જ ખાવા અને ઉપર થી પાણી પીવું.

તલ ખાઈને પછી ત્રણ કલાક સુધી કઈ જ ખાવું નહિ. જેમ બને તેમ સવાર માં વહેલા ઉઠીને તલ ખાવા જોઈએ.

આ પ્રયોગ કરવાથી દુબળા માણસો જાડા થાય છે અને બહુ જાડા માણસો પાતળા થાય છે,sesame seeds benefits in Gujarati.

તલ ના નુકશાન

જો તમે ડાયટ પર છો તો તલ નું સેવન કરવું નહિ. કારણ કે તલ માં ભરપૂર માત્રા માં ચરબીનું પ્રમાણ હોય છે.

એલર્જી ની સમસ્યા સામાન્ય સમસ્યા છે તલ ખાવાથી એલર્જી ની સમસ્યા થઇ શકે છે. જેમકે પાચન સબંધી સમસ્યા, આંખો નું સોજી જવું, નાક વહેવા લાગવું, અસ્થમા વગેરે.

અમુક વ્યક્તિઓને તલ નું વધારે સેવન કરવાથી એપેન્ડીક્સ ઇન્ફેકશન થઇ શકે છે. વધારે સેવન કરવાથી ઝાડા ની સમસ્યા પણ થઇ શકે છે.

વધારે પડતા સેવન થી વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. કારણકે વધારે સેવન થી હોર્મોન્સ અસંતુલિત થઇ શકે છે.

તલ ને સંબંધિત કેટલાક મુજ્વતા પ્રશ્નો

તલ ને અંગ્રેજી મા શું કહેવાય ? | તલ in English | તલ meaning in English

તલ ને અંગ્રેજી મા Sesame seeds કહેવાય છે

સફેદ તલ ખાવાના ફાયદાઓ શું છે?

તલ મા કેલ્શિયમ,આયરન,મેગ્નેશિયમ,ઝિંક અને સેલેનીયમ જેવા તત્વો હોય છે જે આપણી માંસપેશીઓ ને મજબુત બનાવે છે તેમજ તેની અંદર રહેલ ડાયટ્રી પ્રોટીન અને એમોની એસીડ બાળકો ના હાડકા ના વિકાસ ને ઝડપી બનાવે છે

કાળા તલ ખાવાના ફાયદાઓ શું છે

કાળા તલ ની નિયમિત સેવન કરવાથી મગજ ની માસપેસીઓ ને તાકાત મળે છે , તલ મા વિટામીન બી કોમ્પ્લેક્ષ અને પ્રોટીન ભરપુર પ્રમાણમાં હોય છે. કાળા તાલ નું સેવન કરવાથી અકાળે વાળ સફેદ થઇ જવા , વાળ ઉતરવા વગેરે સમસ્યા માંથી છુટકારો મળે છે.

તલ નું સેવન ક્યારે કરવું જોઈએ?

દરરોજ સવારે ૧૫ થી ૨૫ ગ્રામ જેટલા તાલ ચાવી ચાવી ને ખાવા શ્રેષ્ઠ મનાય છે.

શું તલ ના તેલ નો ઉપયોગ રસોઈ બનાવવામા કરી શકાય?

હા, તલના તેલ નો ઉપયોગ તમે રસોઈ બનાવવામા કરી શકો છો, પ્રાચીનકાળમા તાલ ના તેલ નો ઉપયોગ રસોઈ બનાવવામાં થતો હતો.

Sesame seeds benefits in Gujarati

આશા છે અમારા દ્વારા આપવામા આવેલ તલ વિશે માહિતી જેમાં તલ ના ફાયદા, તલના તેલ ના ફાયદા, તલ ના ઘરેલું ઉપચાર,તલ ના નુકશાન ,તલ ના નુસખા,tal na fayda, sesame seeds benefits in Gujarati માહિતી પસંદ આવી હશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

તલ નું તેલ બાળકો ને માલીશ શિવાય બીજી ૮ સમસ્યા મા છે ફાયદાકારક| તલ ના તેલ ના ફાયદા | Tal na tel na fayda | Tal nu tel

કાળા મરી ખાવાના 12 ફાયદા અને નુકસાન | Mari Khavana Fayda | Mari na Fayda

ઘી ના ફાયદા | ઘી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | વિવિધ પ્રકારના ઘી | Ghee na Fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement