વિવધ પ્રાણીઓ ના દૂધ પીવાના ફાયદા | દૂધ નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ

દૂધ પીવાના ફાયદા -દૂધ ના ફાયદા - Dudh na fayda - milk benefits in Gujarati - ગાય ના દૂધ ના ફાયદા - રાત્રે દૂધ પીવાના ફાયદા
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર મેળવો માહિતી દૂધ વિશે જેમાં દૂધ પીવાના ફાયદા,ગાય ના દૂધ ના ફાયદા, દૂધ ના નુશખા , ઘરેલું ઉપચાર મા દૂધ નો ઉપયોગ,Dudh na fayda, milk benefits in Gujarati

આદિકાળ થી દૂધ એ મનુષ્યનું પ્રિય પીણું રહ્યું છે. પૃથ્વીલોક નું અમૃત છે દૂધ. દૂધ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. દૂધ શરીર ને હમેશા માટે નીરોગી રાખે છે.

વિટામીન-સી સિવાય ના બધા જ પોષક તત્વો દૂધ મા છે, ઔષધ  તથા પથ્ય રૂપે ગાયનું દૂધ વાપરવામાં આવે છે. માટે જ બધા પ્રાણીઓમાં ગાય નું દૂધ શ્રેઠ ગણાય છે.

Advertisement

દૂધ માં અલગ અલગ પ્રકારની ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. દૂધ ને ઉકાળીને દૂધપાક, માવો, બાસુંદી વગેરે બનાવવામાં આવતા હોય છે.

ખાંડ નાખીને દૂધ પીવામાં આવે તો તે કફ અને વાયુ ને મટાડે છે. સાકર નાખીને પીવામાં આવે તો તે વીર્યને વધારે છે, વાત્ત,પિત્ત,કફ ને મટાડે છે, અને ગોળ નાખીને પીવામાં આવે તો પેશાબ સબંધી સમસ્યા માં રાહત આપે છે.

દૂધ ક્યારે પીવું જોઈએ

દૂધ ક્યારે પીવું જોઈએ તેના વિષે પણ અલગ અલગ મતમતાંતર છે

વહેલી સવાર માં પીધેલું દૂધ વીર્યવર્ધક, પુષ્ટિકારક છે.

બપોરે પીધેલું તાજું દૂધ બળ આપે છે, કફ તથા પિત્ત ને મટાડે છે,

રાત્રે પીધેલું દૂધ, બુદ્ધી આપનાર, ક્ષય નો નાશ કરનાર, વૃદ્ધ લોકોને બળ આપનાર, અને પાચક છે.

અલગ અલગ દૂધ પીવા ના ફાયદાઓ

આપને ત્યાં અલગ અલગ પ્રાણીઓના દૂધ ને પણ પીવાનું કહેવામાં આવું છે. જેમકે, ભેસ નું દૂધ, ઉટણી નું દૂધ, બકરીનું દૂધ,  તો ચાલો એ પણ જાણો કે તેને પીવાથી શું ફાયદાઓ થઇ શકે છે.

બકરીના દૂધ ના ફાયદા

બકરીનું દૂધ ઠંડુ હોય છે તે ઝાડા ને રોકે છે, કોઢ, અતિસાર, ક્ષય, ઉધરસ તથા તાવ ને મટાડનાર છે. કહેવાય છે કે બકરી ખેતર ની સીમ માં જઈને અલગ અલગ વનસ્પતિઓ ખાતી હોય છે,

તેથી તેના દૂધ માં સર્વ પ્રકાર ના તત્વો હોય છે જે દરેક પ્રકાર ના રોગોને મટાડવાની ક્ષમતા ધરાવે છે.

ગાય ના દૂધ કરતા બકરીનું દૂધ જલ્દી પચે છે. નાના બાળકો માટે તો બકરીનું દૂધ શ્રેઠ મનાય છે.

ઘેટી ના દૂધ ના ફાયદા

ઘેટી નું દૂધ ખારું, મધુર, ગરમ, પથરીને મટાડનાર, અને વાયુ ગેસ ને દૂર કરનાર છે.

ઊટણી ના દૂધ ના ફાયદા

ઊંટ નું દૂધ – ઊંટડી નું દૂધ હલકું, મધુર, અને સ્વાદ માં થોડુક ખારું હોય છે. તે કૃમિ, કોઢ, કફ, આફરો, સોજા, તથા પેટના રોગોને મટાડનાર છે.

ભેસ ના દૂધ ના ફાયદા

ભેસનું દૂધ ગાયના દૂધ કરતા વધારે મીઠું વીર્ય ને વધારનાર, ભારે, ઊંઘ લાવનાર ભૂખને વધારનાર, અને ઠંડુ હોય છે. પરંતુ આયુર્વેદ માં ગાય ના દૂધ ને જ શ્રેઠ માનવામાં આવ્યું છે.

ગાય ના દૂધ ના ફાયદા અને ઘરેલું ઉપચાર

ગાય અને ભેસ સિવાય ના બધા દૂધ હમેશા ગરમ કરી ને જ પીવા. કાચા દૂધ અપથ્ય, કફ કરનાર અને આમ વધારનાર છે.

તો ચાલો જાણીએ આજે ગાય ના દૂધ ના ફાયદા અને તેના ઘરેલું ઉપચારો.

ગાયના દૂધમાં ઘી, સુંઠ અને કાળી દ્રાક્ષ નાખીને ઉકાળીને પીવાથી તાવ મટે છે.

ગાયનું દૂધ ગરમ કરી તેમાં સાકર અને મરીનો ભુક્કો નાખીને પીવાથી સળેખમ મટે છે.

૧૦૦ ગ્રામ દૂધ માં સુઠનો ભુક્કો નાખી ઉકાળી માવો બનાવી તેમાં સાકર નાખીને રાત્રે સુતી વખતે લેવાથી પિત્ત વિકાર મટે છે.

દૂધ પીવાના ફાયદા – ગરમ દૂધ માં ઘી અને સાકર નાખીને પીવાથી શરીર બળવાન બને છે.

દૂધના માવામાં સાકર નાખીને પીવાથી આધાશીશી મટે છે.

ગાય નું દૂધ પીવાના ફાયદા અને ઘરગથ્થું ઉપચાર

Cow Milk – ગાયના દૂધમાં પાચ ગણું પાણી નાખીને પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળીને તે દૂધ પીવાથી રક્તપિત્ત મટે છે.

ગાય ના દૂધ ને ગરમ કરીને તેમાં સાકર, ઘી કે ગોળ નાખીને પીવાથી પેશાબના રોગો મટે છે.

સાકર ને ગાયના દૂધ માં નાખી ગરમ કરી તેમાં ઘી અને લાખની ભૂક્કી નાખીને ઠંડુ થયા પછી પીવાથી તૂટી ગયેલું હાડકું સંધાય છે. અર્જુન વૃક્ષ ની છાલ, ઘઉં નો લોટ તથા લાખ દૂધમાં મિલાવી લગાવવાથી પણ ફાયદો થાય છે.

ગાય ના દૂધ માં સુંઠ ઘસીને માથા પર લેપ કરવાથી અને તેના પર રૂં લગાડવાથી સાત આઠ કલાક માં માથા ના દુખાવામાં તરત જ રાહત થાય છે.

ઘરેલું ઉપચારો જાણ્યા પછી ચાલો જાણીએ દૂધ ના ફાયદા ત્વચા માટે.

દૂધ ના ફાયદા ત્વચા માટે | Gaay nu doodh na fayda Skin mate

ચહેરા પર દૂધ નો ઉપયોગ તમે ક્લીન્જર તરીકે કરી શકો છો. દૂધ ડેડ સ્કીન ને દૂર કરીને ત્વચા ને ચમકીલી બનાવે છે. કાચા દૂધ ને પુરા ફેસ પર લગાવીને ધીમે ધીમે માલીશ કરો ૧૦ મિનીટ માલીશ કરીને ઠંડા પાણી વડે ધોઈ નાખો.

કાચા દૂધ માં મધ મિલાવીને ચહેરા પર ૧૦ થી ૧૫ મિનીટ લગાવીને રાખી દો. દૂધ માં રહેલું લેક્ટિક એસીડ સ્કીન ને હેલ્ધી બનાવે છે.

ઉનાળા માં સનબર્ન ની સમસ્યા સામાન્ય બની જાય છે ત્યારે કાચા દૂધ નો ઉપયોગ ફાયદેમંદ સાબિત થાય છે. સન બર્ન વાળી ત્વચા પર દૂધ નું મસાજ કરવું.

દૂધ સાથે ગુલાબ જળ નો ઉપયોગ ચહેરા માટે

ચહેરા ને સાફ કરવા માટે ક્લીન્જીંગ મિલ્ક નો ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ આ પ્રોડક્ટ ઘણી મોઘી મળતી હોય છે. ત્યારે તમે ઘરે જ આવી પ્રોડક્ટ બનાવી શકો છો. અને ચહેરા ને ચમકીલો બનાવી શકો છો.

તેના માટે તમને જોઇશે ૨ ચમચી દૂધ, ૨ થી ૩ ટીપાં લીંબૂ ના રસ ના અને ૧ ચમચી ગુલાબજળ ને મિલાવીને ચહેરા પર લગાવી મસાજ કરીને થોડી વાર સુધી રાખી દો.

સુકાઈ જાય એટલે ઠંડા પાણી વડે ધોઈ લો. ત્વચા મુલાયમ અને ચમકીલી બની જશે.

કાચું દૂધ, હળદર અને દડિયું નો ફેસ પેક

બ્લેકહેડ્સ, વાઈટહેડ્સ, ફોડકીઓ, જેવી ત્વચા સંબંધી પરેશ્હાની માંથી મુક્તિ મેળવવા અને ચહેરા ને ફૂલો જેવો ગુલાબી બનાવવા માટે કાચા દૂધ માં હળદર, અને  દડિયું, મિલાવીને ફેસપેક બનાવી લો.

આ પેક ને ચહેરા પર ૧૫ મિનીટ સુધી લગાવી રાખો અથવા સુકાઈ જાય ત્યાં સુધી લગાવી રાખો.

ત્યારબાદ ઠંડા પાણી વડે ચહેરો ધોઈ લો. ચહેરા ની ત્વચા એકદમ સોફ્ટ બની જાય છે અને નેચરલ ગ્લો આવે છે.

કાચું દૂધ અને પપૈયું ચહેરા માટે

પપૈયા માં એક પ્રકાર નું એન્ઝાઈમ હોય છે જે ડેડ સ્કીન હટાવીને ચહેરાના ડાઘ અને ધાબા દૂર કરે છે.

પાકા પપૈયા ના પલ્પને કાઢીને તેને કાચા દૂધ સાથે સારી રીતે મિક્ષ કરો. હવે આ મિશ્રણ ને ચહેરા પર લગાવીને ૧૫ મિનીટ સુધી રહેવા દો.

સુકાઈ જાય એટલે ફરી કાચું દૂધ લઈને ધીરે ધીરે મસાજ કરીને પેક ને ચહેરા પર થી દૂર કરો અને પછી પાણી વડે ચહેરો ધોઈ લો.

થોડી જ વાર માં સ્કીન માં એક અલગ જ પ્રકાર નો ગ્લો જોવા મળશે.

દૂધ પીવાના નુકસાન

ભલે દૂધ પીવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે.

પરંતુ ક્યારેક તેનું વધારે પડતું સેવન થઇ જાય અથવા તો તેની સાથે વિરુદ્ધ આહાર લેવાઈ જાય તો ફાયદા ની જગ્યાએ નુકસાન નો સામનો કરવો પડે છે.

એવા જ અમુક નુકસાનો વિષે નીચે માહિતી આવામાં આવી છે.

જેમ કે દૂધ માં લેક્ટોઝ હોય છે જે ક્યારેક ક્યારેક પાચનતંત્ર ને ખરાબ કરી શકે છે. તેથી જ ઘણું દૂધ પીવાથી બ્લોટિંગ અથવા ગેસ ની સમસ્યા થઇ શકે છે.

ઘણી વ્યક્તિઓને દૂધ થી એલર્જી પણ થઇ જાય છે, તેનું કારણ પણ આ લેક્ટોઝ જ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે.

દૂધ ને સંબંધિત કેટલાક મુજ્વતા પ્રશ્નો

શું કાચું દૂધ પીવું જોઈએ? કાચું દૂધ પીવું ફાયદેમંદ છે?

ના, કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ નથી , કાચું દૂધ પીવાથી ક્યારેક ફૂડ પોઈઝનીંગ ની સંભાવના રહે છે

શું દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?

દૂધ એ ઘણાબધા પોષકતત્વો નો ભંડાર છે તેમાંથી આપણે રોજીંદા જીવન જૂરી ઘણાબધા પોષકતત્વો ખુબજ સરળતાથી મળી રહે છે , દૂધ કે જેની અંદર 2% કે તેથી ઓછુ ફેટ હોય તે કેલ્શિયમ, ફોસ્ફરસ , વિટામીન ડી અને વિટામીન બી૧૨ નો ઉત્તમ સ્ત્રોત છે.

શું દૂધ નું સેવન ર્કવાથી ઉંચાઈ વધારી શકાય છે?

હાલ વિજ્ઞાન ની દ્રષ્ટીએ તેનો જવાબ ના છે પરંતુ દૂધ એ તેના ગુણધર્મો ને કારણે બાળકો ને શારીરિક વિકાસ અને જરૂરી ઉંચાઈ મેળવવામા મદદરૂપ થાય છે

રાત્રે દૂધ પીવાના ફાયદા શું છે?

ગાય નું દૂધ રાત્રે પીવાથી ધુધ ની અંદર રહેલ એમીનો એસીડ તમને ખલેલ વગર ની સારી નિંદ્રા મેળવવવામાં ,મદદરૂપ થાય છે.

શું રાત્રે દૂધ પીવાથી વજન વધી શકે છે?

રાત્રે ૧ ગ્લાસ દૂધ પીવાથી તમારા વજન મા કોઈજ ફરક પડતો નથી પરંતુ વધુ માત્રામાં તેનું સેવન કરો છો અને મોડે થી દૂધ નું સેવન કરો છો તો તે વજન વધારી શકે છે.

દૂધ પીવાના ફાયદા | Dudh na fayda | Milk benefits in Gujarati

આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી દૂધ પીવાના ફાયદા,ગાય ના દૂધ ના ફાયદા, દૂધ ના નુશખા , ઘરેલું ઉપચાર મા દૂધ નો ઉપયોગ,Dudh na fayda, milk benefits in Gujarati, પસંદ આવી હશે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ખજૂર ના ફાયદા | ખજૂર અને દૂધ ના ફાયદા | ખજુર નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ | Khajur na fayda

કેળા ના ફાયદા અને નુકશાન | કેળા ના ઘરગથ્થું ઉપચારો | Kela na fayda

મધ ના ફાયદા | મધ ના પ્રકાર | મધ ના નુકસાન | મધ ની પરખ | મધ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | madh na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement