નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Rajshri Food YouTube channel on YouTube આજે આપણે આદુ લસણની પેસ્ટ બનાવવાની રીત ( aadu lasan ni pest banavani rit, aadu lasan ni paste banavani rit gujarati ma , ginger garlic paste recipe in gujarati )શીખીશું. આજ કાલ બજારમાં તૈયાર આદુ લસણ ની પેસ્ટ મળતી હોય છે જે માં અમુક પ્રકારના પ્રિઝર્વેટિવ્સ નાખવામાં આવે છે કે જેથી પેસ્ટ લાંબો સમય સુંધી સારી રહે પણ આજે આપણે એવા કોઈ પણ પ્રિઝર્વેટિવ્સ વગર ઘરે જ પેસ્ટ બનાવી મહિના સુંધી સાચવી શકીએ એવો પ્રયત્ન કરશું એના માટે નીચે મુજબ ની સામગ્રી જોઈશે.
આદુ લસણની પેસ્ટ બનાવવા જરૂરી સામગ્રી | aadu lasan ni paste banava jaruri samgri
- આદુ 1 કપ
- લસણ 2 કપ
- તેલ ½ કપ
ginger garlic paste recipe in gujarati | aadu lasan ni paste banavani rit gujarati ma
સૌ પ્રથમ આદુ ને પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી છોલી લેવા ને એના નાના કટકા કરી લેવા
લસણ ની કણીઓ ને પણ છોલી ને સાફ કરી લ્યો ને પાણી થી ધોઈ ને કોરા કપડામાં કોરી કરી લ્યો
અહી આદુ ને લસણ કરતા અડધી માત્રા માં લેવું કેમ કે આદુ નો સ્વાદ વધારે પડતો આગળ હોય છે
હવે મિક્સર જાર માં આદુ ને લસણ લઈ પીસો જો જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી ને સમુથ પેસ્ટ તૈયાર કરી લેવો
હવે ગેસ પર જાડા તળિયાવાળી કડાઈ ને ગરમ મૂકો એમાં તેલ નાખી ને તેલ ગરમ કરો ને ગેસ ધીમો કરી નાખો હવે એમાં તૈયાર કરેલી પેસ્ટ નાખી ચમચા વડે હલવતા રહો ને પેસ્ટ ને શેકો
( તમે ચાહો તો એકાદ ચમચી મીઠું નાખી શકો છો આપણે અહી મીઠું નથી નાખતા કેમ કે અહી મીઠું પેસ્ટ માં નાખેલ ભૂલી જઈએ તો જે વાનગી માં પેસ્ટ નાખીએ એમાં મીઠા ની માત્રા વધી શકે છે )
પેસ્ટ ને શેકતી વખતે થોડી થોડી વારે હલાવતા રહેવું જેથી પેસ્ટ ચોંટે નહિ પેસ્ટ ને શેકતા પંદર વીસ મિનિટ લાગશે ને પેસ્ટ માંથી તેલ છૂટું થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખવો આદુ લસણની પેસ્ટ ને ઠંડો થવા દેવો
પેસ્ટ બરોબર ઠંડો થાય એટલે એર ટાઈટ બરણીમાં ભરી લેવો ને ફ્રીઝ માં મૂકી દેવો જેનો ઉપયોગ મહિના સુંધી જરૂર મુજબ વાનગી બનાવવા માટે કરી શકાય છે તો તૈયાર છે આદુ લસણની પેસ્ટ
અહી આપણે કોઈજ પ્રકારના પ્રિઝર્વેટિવ્સ નો ઉપયોગ કરતા નથી જે આપના શરીર ને નુકસાન કરે.
આદુ લસણની પેસ્ટ બનાવવાની રીત | aadu lasan ni pest banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rajshri Food ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ગરમ મસાલો બનાવવાની રીત | ghare garam masalo banavani rit | garam masala recipe in gujarati
પૌવા ના પરોઠા બનાવવાની રીત | pauva na paratha banavani rit |pauva paratha recipe in gujarati
વઢવાણી મરચા આથવાની રીત | vadhvani marcha banavani recipe | vadhvani marcha aathvani rit
આદુ, લસણ, મરચા, ડુંગરી ને ટમેટા નો મસાલા પાઉડર બનાવવાની સરળ રીત શીખીશું
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે