નમસ્તે મિત્રો do subscribe Amita Kitchen YouTube channel on YouTube If you like the recipe આજે આપણે આદુ નું અથાણું બનાવવાની રીત – aadu nu athanu banavani rit શીખીશું. આ અથાણું ખાવા માં ટેસ્ટી અને સ્વાથ્ય માટે લાભકારી હોય છે તેમજ પેટ માટે ખૂબ ગુણકારી હોય છે આ અથાણું બનાવવું ખૂબ સરળ છે તો ચાલો જાણીએ aadu nu athanu recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
આદુ નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- આદુ 500 ગ્રામ
- લીંબુ 5-6
- હળદર ½ + ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- વરિયાળી 1 ચમચી
- જીરું ½ ચમચી
- મેથી દાણા ½ ચમચી
- મરી 15-20
- અજમો ½ ચમચી
- રાઈ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
- સરસો 1 ચમચી (ઓપ્શન લ છે હોય તો નાખો નહિતર રાઈ બે ચમચી નાખી શકો )
- સંચળ ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- મંગ્રોડા 1 ચમચી
- વિનેગર 1 ચમચી (ઓપ્શનલ છે )
- રાઈ નું તેલ / તેલ 5-6 ચમચી
આદુ નું અથાણું બનાવવાની રીત | aadu nu athanu recipe in gujarati
આદુ નું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ આદુ ને ધોઇ સાફ કરી લ્યો ને અડધી કલાક સૂકવી ને કોરા કરી લ્યો ત્યાર બાદ એને છોલી લ્યો ને લાંબી લાંબી પટ્ટી માં કાપી લ્યો બાદ આદુ ના કટકા કરી લીધા બાદ એને એક વાસણમાં નાખો ત્યાર બાદ એમાં હળદર અને થોડો થોડો કરી ને લીંબુ નો રસ નાખતા જઈ મિક્સ કરી લ્યો
લીંબુ નો રસ બધો નાખ્યા પછી એને મોટી એક બે થાળી માં ફેલાવી ને તડકામાં એક દિવસ સૂકવી દયો અથવા વીસ થી ચોવીસ કલાક પંખા નીચે સુકાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈ માં વરિયાળી, મેથી દાણા, મરી, જીરું, અજમો નાખી શેકી લ્યો મસાલા થોડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો હવે એમાં રાઈ અને સરસો નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ મસાલા ને ઠંડા કરી લ્યો મસાલા ઠંડા થાય એટલે મિક્સર માં અધ કચરા પીસી લ્યો
ત્યારબાદ ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં હિંગ અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો ત્યાર બાદ સુકાઈ ગયેલ આદુ ને એક મોટા વાસણમાં લ્યો એમાં એમાં પીસી રાખેલ મસાલો, સંચળ, મંગ્રોડા, સ્વાદ મુજબ મીઠું, આમચૂર પાઉડર અને ગરમ કરેલ તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એક કાંચ ની બરણી માં એક ચમચી તેલ અને અડધી ચમચી મીઠું નાખી બધી બાજુ ફેલાવી લ્યો ને તૈયાર કરેલ અથાણું નાખી સાચવી શકો છો આ અથાણું તમે જો અથાણું બહાર રાખવા માંગતા હો તો અથાણાં ને તેલ માં ડુબાડી ને રાખવું અને જો ફ્રીઝ માં મૂકો તો જરૂર પૂરતું તેલ નાખશો તો ચાલશે તો તૈયાર છે આદુ નું અથાણું
aadu nu athanu recipe | aadu nu athanu banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Amita Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
કેપ્સીકમ બેસન નું શાક બનાવવાની રીત | capsicum besan nu shaak banavani rit
કોળા નું શાક બનાવવાની રીત | kola nu shaak banavani rit | kola nu shaak gujarati recipe
પનીર કચોરી બનાવવાની રીત | Paneer kachori banavani rit | Paneer kachori recipe in gujarati
ઢાબા સ્ટાઈલ ચાય બનાવવાની રીત | dhaba style chai banavani rit | dhaba style chai recipe In gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે