આલુંબુખારા ની ચટણી બનાવવાની રીત | Aaloobukhra ni chutney banavani rit

આલુંબુખારા ની ચટણી બનાવવાની રીત - Aaloobukhra ni chutney banavani rit - Aaloobukhra chutney recipe in gujarati
Image credit – Youtube/Poonam Kothari
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે આલુંબુખારા ની ચટણી બનાવવાની રીત – Aaloobukhra ni chutney banavani rit શીખીશું. આલું બુખારા માં સારી માત્રા માં વિટામિન્સ રહેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય છે, do subscribe Poonam Kothari YouTube channel on YouTube If you like the recipe,  અને આપણે આલું બુખારા માંથી જ્યુસ ને આઈસક્રીમ બનાવી ને તો બનાવી જ હસે પણ આજ એમાંથી ચટણી બનાવશું. આ ચટણી તમે રોટલી, પરોઠા, ભાખરી, બ્રેડ સાથે મજા લઇ શકો છો જો તમને ટમેટા કે આંબલી ખાવા ની મનાઈ હોય તો ડોક્ટર ને પૂછી તમે આ ચટણી બનાવી ને ખાઈ શકો છો તો ચાલો જાણીએ Aaloobukhra chutney recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

આલુંબુખારા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • આલુંબુખારા 6-8
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ¼ ચમચી
  • જીરું ¼ ચમચી
  • કલોંજી ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 5-7
  • લીલા મરચાં સુધારેલ 1-2
  • હળદર ⅛ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • ચાર્ટ મસાલો ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • સંચળ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • છીણેલો ગોળ 5-7 ચમચી

આલુંબુખારા ની ચટણી બનાવવાની રીત | Aaloobukhra chutney recipe in gujarati

આલુંબુખારા ની ચટણી બનાવવા સૌપ્રથમ આલુંબુખારા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી લુછી ને કોરા કરી લ્યો હવે ચાકુ થી આલુંબુખારા ના  બીજ ને અલગ કરી ને નાના નાના કટકા કરી લ્યો. 

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને કલોંજી નાખી ને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો હવે એમાં આલુંબુખારા ના કટકા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.

Advertisement

બે મિનિટ આલુંબુખારા ને શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, સંચળ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ચાર્ટ મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ / ખાંડ નાખી મિક્સ કરી ગેસ ધીમો કરી કડાઈ ને ઢાંકણ ઢાંકી ચટણી ને બે મિનિટ ચડવા દયો.

બે મિનિટ પછી ઢાંકણ ખોલી ને ચટણી ને બરોબર મિક્સ કરી ને થોડી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવો ચટણી થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને એકાદ મિનિટ ચટણી ને હલાવતા રહો,

 ત્યાર બાદ ચટણી ને ઠંડી થવા દયો ને ચટણી બિલકુલ ઠંડી થાય એટલે ડબ્બા માં ભરી લ્યો ( આ ચટણી ફ્રીઝ માં રાખી  અઠવાડિયું અને ફ્રીઝર માં મહિના સુંધી મજા લઇ શકો છો )  અને મજા લ્યો આલુંબુખારા ની ચટણી.

Aaloobukhra ni chutney banavani rit | recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam Kothari ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બ્રેડ પકોડા ચાટ બનાવવાની રીત | Bread pakoda chaat banavani rit

ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake banavani rit

ક્વિનવા ઢોસા વિથ ચટણી બનાવવાની રીત | Quinoa Dosa banavani rit

મગ નો જ્યુસ બનાવવાની રીત | Mag no juice banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement