આજ ના આર્ટીકલ ની અંદર માહિતી મેળવીશું આલું બુખાર વિશે જેમાં આલુ બુખાર ના ફાયદા અને ઘરેલું ઉપચાર જણાવ્યા છે, Aalu bukhara na fayda, Plum benefits in Gujarati.
Table of contents
- આલુ બુખાર | Aalu bukhara
- આલુ બુખાર ના પ્રકાર
- આલુ બુખાર ના ફાયદા અને ઘરેલું ઉપચાર
- આલુ બુખાર ના ફાયદા તે ત્વચા માટે
- આલુ બુખાર નો ઉપયોગ ડ્રાય સ્કીન મા
- ખીલ ની સમસ્યામાં આલું નો ઉપયોગ
- આલુ બુખાર નો ઉપયોગ કાન ના દુખાવામાં
- આલુ બુખાર ના ફાયદા કબજીયાત મા
- આતરડા માટે તે ફાયદેમંદ
- આલુ બુખાર નો ઉપયોગ પથરી ના ઇલાઝ માટે
- ઘા – ઝખમ પર આલું નો ઉપયોગ
- ગઠીયા વા માં આલું
- પસીના ની દુર્ગંધ ને દૂર કરવામાં આલું
- બાળકોના પેટના કૃમીઓ દૂર કરે છે આલું
- આલુ બુખાર ના નુકસાન
- આલું બુખાર ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
આલુ બુખાર | Aalu bukhara
આલુ બુખાર એક એવું ફળ જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. દુનિયા ઘણા બધા દેશોમાં તેને ઉગાદમાં આવે છે. રંગે લાલ અને પીળા એવું આ ફળ છે આલું. તેની બહાર ની છાલ એકદમ ચીકણી હોય છે. બહાર થી જોઈએ તો એકદમ નાના લાલ સફરજન જેવું જ લાગે છે પરંતુ અંદર થી તે એકદમ નરમ અને રસાદાર, ખાટું મીઠું હોય છે. નાના બાળકો ને ખુબ જ ભવે છે આ ફળ. જામ અને જેલી બનાવવામાં તેનો ઉપયોગ મહદઅંશે કરવામાં આવે છે. સ્વાસ્થ્યવર્ધક લાભો હોવાના કારણે તેનો ઉપયોગ એક ઔષધીય ફળ તરીકે પણ કરવામાં આવે છે. વિઅમીન A અને બીટા કેરેટીન નો બહોળો સ્ત્રોત માનવામાં આવે છે સાથે સાથે આલુંમાં વિટામીન – E, K, B2, B3, B-6 પણ મળી રહે છે અને ફોલેટ અને પેન્ટોથેનીક એસીડ થી ભરપૂર હોય છે.
આમ તો આલુ બુખાર ની અનેક પ્રજાતિ હોય છે એટલે કે તેના અનેક પ્રકારો છે પરંતુ તે દરેક ના સ્વસ્થ્વાર્ધક ફાયદાઓ એક સમાન જ હોય છે. અમુક પ્રકારો વિષે જાણીએ.
આલુ બુખાર ના પ્રકાર
સફેદ આલુ બુખાર
બહાર ની પરત એકદમ ચીકણી અને આછા લાલ અને ગુલાબી રંગ ની હોય છે અને તેનો ગર્ભ સફેદ રંગ નો હોય છે. સ્વદે એકદમ મીઠું હોય છે, કહેવાય છે કે તે ટામેટા ની જેવું જ એકદમ પોચું હોય છે.
પીળા આલુ બુખાર
આ આલું બહાર થી એકદમ ચટાકેદાર લાલ રંગ નો હોય છે અને અંદર નો ભાગ એકદમ ચીકણો, સોનેરી રંગ નો હોય છે.
ડોનેટ આલુ બુખાર
આ ડોનેટ ફળ અંદર થી સફેદ રંગ નું હોય છે.જોવાથી એકદમ સારું લાગતું આ ફળ ખાવામાં પણ મીઠાશ વાળું હોય છે. આ આલું ને શની આલું તરીકે પણ ઓળખવામાં આવે છે.
ફ્રી સ્ટોન આલું/ કલિંગસ્ટોન આલું
આ આલું મીઠા અને એકદમ રસાદાર હોય છે. તેના ગર્ભ માંથી ઠડીયું આરામ થી કાઢી ને ખાઈ શકાય છે. આ આલું ઠંડી ની મોસમ માં ખાવું ખુબ જ ફાયદેમંદ છે.
આલુ બુખાર ના ફાયદા અને ઘરેલું ઉપચાર
આલુ બુખાર ના ફાયદા તે ત્વચા માટે
આજકાલ દરેક વ્યક્તિ ત્વચા ની અનેકાનેક સમસ્યાઓ થી પરેશાન હોય છે. આલું ના અમુક નુસખાઓ દ્વારા તમે એવી સમસ્યાઓ થી છુટકારો મેળવી શકો છો. કારણ કે આલું વિટામિન્સ થી ભરપૂર હોય છે. ખનીજ તત્વો, વિટામિન્સ, એન્ટી ઓક્સીડેન્ટ અને બીજા અનેક રસાયણિક તત્વો તત્વો નો એક સ્ત્રોત છે આલું.
આલુ બુખાર નો ઉપયોગ ડ્રાય સ્કીન મા
ડ્રાય સ્કીન થી છુટકારો મેળવવા માટે આપને ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે ઘણા એવા બ્યુટી પ્રોડક્ટ્સ નો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ જેના દ્વારા આપણે આપણી ડ્રાય સ્કીન ને મુલાયમ બનાવી શકીએ. આલુંમાં એવા અનેક તત્વો રહેલા છે જે આપણી ત્વચા ને નમી મેળવે છે અને ત્વચા મુલાયમ અને ચમકીલી બની રહે છે.
ખીલ ની સમસ્યામાં આલું નો ઉપયોગ
ચહેરા પર ખીલ થઇ જાય છે ત્યારે ચહેરા ની રંગત જ જતી રહે છે. આલુંનો ઉપયોગ ખીલને દૂર કરવામાં પણ કરી શકાય છે. આલું ત્વચા ને પુનર્જીવિત કરવાની સાથે સાથે સુરક્ષિત પણ રાખે છે. આલું નો ગર્ભ કાઢી ને તેને દહીં સાથે મિક્ષ કરીને તેને ચહેરા પર ૨૦ મિનીટ સુધી રાખીને નવસેકા પાણી વડે ધોઈ નાખવું. ત્વચામાં નીખર આવશે અને ખીલ ની સમસ્યામાંથી છુટકારો મળી જશે.
જો તમે નિયમિત આલું ની બનાવેલી પેસ્ટ ચહેરા પર લગાવો છો તો ચહેરા ની ચમક જળવાઈ રહે છે. મૃત કોશિકાઓ દૂર થાય છે.
આલુંમાં વિટામીન સી નું પ્રમાણ સારા એવા પ્રમાણ માં હોવાના કારણે તેનો ઉપયોગ કરવાથી અને તેની પેસ્ટ લગાવવાથી ત્વચાના કાળા ડાઘા દૂર થાય છે અને સાથે સાથે કરચલીઓ પણ ઝલદી પડતી નથી.
આલુંમાં રહેલા વિટામિન્સ અને પ્રોટીન તત્વો સુરજ ની કિરણો થી ત્વચા નું રક્ષણ કરે છે. તડકામાં ફરવાથી થનારા નુકસાનો થી બચાવે છે આલું.
આલુ બુખાર નો ઉપયોગ કાન ના દુખાવામાં
કાન માં રહેતા દુખવાથી પરેશાન છો તો આલું નો કરી શકો છો ઉપયોગ. આલુના બીજ માંથી તૈયાર કરવામાં આવેલું તેલ ના ટીપાં કાનમાં નાખવાથી દુખાવામાં આરામ મળે છે.
આલુ બુખાર ના ફાયદા કબજીયાત મા
આલું એક ખાટું મીઠું ફળ છે. ખરાબ ભોજન ના કારણે કબજીયાત થઇ જાય છે તો રાત્રે સુતા પહેલા આલું ખાઈ જવાથી ફાયદો થાય છે.
આતરડા માટે તે ફાયદેમંદ
પેટ ને લગતી સમસ્યામાં અને આતરડા માં ખરાબી હોય કે બીજી પેટને લગતી સમસ્યા હોય તેમાં આલું નો ઉપયોગ કરી શકાય છે. ૧૦-૨૦ એમ એલ આલુના રસ માં ૫૦૦ મીલીગ્રામ અજમો અને ૧૨૫ મીલીગ્રામ હિંગ નું ચૂર્ણ મિલાવીને સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે.
આલુ બુખાર નો ઉપયોગ પથરી ના ઇલાઝ માટે
આયુર્વેદાચાર્ય ની સલાહ મુજબ આલુનું નિત્ય સેવન કરવાથી કીડની ની પથરી દૂર કરવામાં મદદ મળે છે.
ઘા – ઝખમ પર આલું નો ઉપયોગ
આલું નો ઉપયોગ કરવાથી ઘાવ ઝડપ થી ઠીક થઇ જાય છે. આલુના પાંદડા ને પીસીને તેને ઘા પર લગાવવાથી ઘા ઝડપ થી રુઝાઈ જાય છે અને આરામ મળે છે.
ગઠીયા વા માં આલું
ઉમર વધવાની સાથે સાથે ઘણી વ્યક્તિઓને ગઠીયો વા થવાની સમસ્યા પરેશાન કરતી હોય છે. આલુંની ડાળખીને છોલીને તેને પીસીને લગાવવાથી ગઠીયા વા માં રાહત મળે છે.
પસીના ની દુર્ગંધ ને દૂર કરવામાં આલું
આલુના પાંદડા ને પીસીને શરીર પર મસળીને લગાવી રાખો. ત્યારબાદ ગરમ પાણી વડે સ્નાન કરી લો. આમ કરવાથી જે વારંવાર પસીનો વડે છે અને પસીના ની દુર્ગંધ આવે છે તે દૂર થઇ જાય છે.
બાળકોના પેટના કૃમીઓ દૂર કરે છે આલું
પેટ મા કૃમિ થઇ જવાને કારણે બાળકો બહુ જ પરેશાન થઇ જતા હોય છે. તેમને પેટમાં દુખ્યા જ રહેતું હોવાની સમસ્યા રહેતી જ હોય છે. તેવામાં, આલુના પાંદડા નો રસ ૧-૨ એમ એલ માત્રા માં બાળકને આપવાથી પેટના કૃમીઓ મરી જાય છે.
આલુંમાં બાયોએક્ટીવ કમ્પોનેન્ટ મળી રહે છે જે જે મોટાપા ની સમસ્યા સામે લડવામાં મદદરૂપ થઇ શકે છે. આલુંમાં રહેલું વિટામીન સી અને ઝીંક આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.
મેલેરિયા, ન્યુમોનિયા અને ડાયેરિયા જેવી સમસ્યાઓમાં પણ આલું નું સેવન ફાયદેમંદ છે.
આલુંમાં અનેક વિટામિન્સ અને ખનીજ તત્વો હોય છે જે ગર્ભાવસ્થા દરમિયાન ખુબ જ લાભદાયક સાબિત થાય છે. આલું નું સેવન ગર્ભાવસ્થા દરમિયાન કરવાથી ગર્ભમાં રહેલા બાળક ના હાડકા, માન્શ્પેશી દાંત, ત્વચા, વગેરેને મજબૂત બનાવામાં સહાયક સાબિત થાય છે.
ડાયાબીટીશના દર્દીઓ માટે આલુનું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. કારણકે આલુંમાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે ડાયાબીટીશ ને કન્ટ્રોલ માં રાખવાનું કામ કરે છે.
આલુ બુખાર ના નુકસાન
આલુનું વધારે માત્રામાં સેવન કરવું જોઈએ નહિ, નહિતર ગેસ થવાની સંભાવના રહે છે.
આલુનું ફળ ખટાશ વારુ હોવાના કારણે તેનો વધારે માત્રામાં સેવન કરવું જોઈએ નહિ, સ્કીન એલર્જી ની સમસ્યા થઇ શકે છે.
આલું બુખાર ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
હા, આલું બુખાર ને છાલ સાથે જ ખવાય છે. જો કોઈ વ્યક્તિને તેની છાલ પસંદ ના હોય તો છાલ ઉતારીને પણ ખાઈ શકે છે. કારણ કે તેની છાલ સહેજ કડવી હોય છે.
આલું બુખાર ત્રણ થી ચાર પ્રકાર ના હોય છે.
સફેદ આલું બુખાર નો ઉપરનો ભાગ લાલ અને પીળા રંગનો હોય છેં અને તેનો ગર્ભ સફેદ હોય છે.
આલું બુખાર નું ફળ ખાવામાં મીઠું હોય છે અને તેની તાસિત ઠંડી હોય છે.
આલુ બુખાર ના પાંદડા શરીર માં બ્લડ શુગર ને કન્ટ્રોલ માં રાખવાનું કામ કરે છે. માટે શુગર ના દર્દીઓએ તેનું સેવન ખાસ કરવું જોઈએ.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે