નમસ્તે મિત્રો If you like the recipe do subscribe pramila’s cook book YouTube channel on YouTube આજે આપણે આંબલી પન્ના બનાવવાની રીત – આંબલવાણું બનાવવાની રીત – aambalvanu banavani rit – aambal vanu banavani rit શીખીશું.આંબલી પન્ના ને આંબલીયા, આમ્બ્લવનું પણ કહેવાય છે જે ગરમીમાં લું લાગવાથી બચાવે છે તો ચાલો જોઈએ આંબલી પન્ના ને બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
આંબલી પન્ના બનાવવા જરૂરી સામગ્રી | aabli panna banava jarui samgri
- આંબલી 100 ગ્રામ
- ગોળ 250 ગ્રામ
- સંચળ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- કીસમીસ 3-4 ચમચી
- ફુદીના નો પાઉડર 1 ચમચી / ફુદીના પાન 10-12
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠુ
આંબલવાણું બનાવવાની રીત | આંબલ વણું બનાવવાની રીત | aambalvanu banavani rit
આંબલી પન્ના બનાવવા સૌપ્રથમ આંબલી માંથી બીજ કાઢી ને સાફ કરી લેવા હવે એક તપેલી માં આંબલી ગોળ ને કીસમીસ લ્યો એમાં બે ગ્લાસ જેટલું ગરમ પાણી નાખી ઢાંકી ને એક થી બે કલાક એક બાજુ પલળવા મૂકો
બે કલાક માં આંબલી પલળી જસે એટલે પલાળેલી આંબલી ગોળ ને મિક્સર જારમાં લઈ લ્યો ને એમાં સંચળ, શેકેલ જીરું , લાલ મરચાનો પાઉડર, ફુદીના ના પાન ને સ્વાદ મુજબ મીઠુ નાખીને પીસી ને સમૂથ પલ્પ બનાવી લેવો અને ચાખી લ્યો જો એમાં જરૂર લાગે તો સંચળ અથવા મીઠું નાંખી બરોબર મિક્સ કરી લ્યો
હવે પીસેલા પલ્પ ને ગરણી વડે ગારી લ્યો અને ગારેલા પલ્પ ને એક તપેલીમાં લઈ ગેસ પર ગરમ કરવા મૂકો અને દસ પંદર મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લ્યો
આંબલી નો પલ્પ ઉકળી ને થોડો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને ઠંડો થવા દયો આંબલી પન્ના બિલકુલ ઠંડો થાય એટલે કાંચ ની બોટલ કે સ્ટીલ ની જાર માં ભરી લ્યો (આ તૈયાર પન્ના ને ફ્રીઝ માં તમે 15-20 દિવસ સાચવી શકો છો)
હવે જ્યારે પણ આંબલી પન્ના પીવો હોય ત્યારે સરવીંગ ગ્લાસમાં બે ત્રણ ચમચી આંબલી પન્ના નાખો એમાં બે ત્રણ બરફના ટૂકડા નાખી ઠંડુ પાણી નાખો ને ચમચી થી મિક્સ કરો ને ફુદીના થી ગાર્નિશ કરી ઠંડો ઠંડો સર્વ કરો
આ આંબલી પન્ના ને તમે સોડા નાંખી ને પણ તૈયાર કરી શકો છો ગ્લાસમાં બે ત્રણ ચમચી તૈયાર આંબલી પન્ના લ્યો એમાં બરફ નાખો ને સોડા નાંખી મિક્સ કરો ને ફુદીના ના પાન થી ગાર્નિશ કરી સર્વ કરો
aambal vanu recipe notes
(જો તમે તૈયાર પલ્પ ને બોટલમાં ના ભરવા માંગતા હો તો આઈસ ટ્રે માં પલ્પ નાખી ફ્રીઝર માં જમાવી લ્યો બરોબર જામી જાય એટલે ટુકડા કાઢી લ્યો ને ડબ્બા માં ભરી ફ્રીઝર માં મૂકી દયો જ્યારે આંબલી પન્ના પીવો હોય ત્યારે ક્યૂબ કાઢી ગ્લાસ માં લ્યો ને પાણી નાખી મિક્સ કરી તૈયાર કરી શકો છો)
aambal vanu banavani rit | આંબલી પન્ના બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર pramila’s cook book ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બુંદી નું રાયતું બનાવવાની રીત | bundi nu raitu recipe in gujarati | bundi nu raitu banavani rit
ઈન્સ્ટન્ટ બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni instant vefar banavani rit
ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | Dry fruit chikki recipe in Gujarati
ક્રીમી દાલ મખની બનાવવાની રીત | Dal makhani recipe in Gujarati
ફરાળી ઢોકળા બનાવવાની રીત | faradi dhokra recipe | farali dhokla recipe in gujarati
સાબુદાણા વડા બોમ્બ બનાવવાની રીત | sabudana vada bomb recipe in gujarati
ફરાળી હાંડવો બનાવવાની રીત | faradi handvo banavvani rit | faradi handvo recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે