નમસ્તે મિત્રો આજે આપણે આમળાની કેન્ડી બનાવવાની રીત – aamla ni candy banavani rit શીખીશું. do subscribe Rao Manju Kitchen YouTube channel on YouTube If you like the recipe આ કેન્ડી ખાવા માં સ્વાદિષ્ટ તો લાગે છે સાથે સ્વસ્થ્ય વર્ધક હોય છે અને એમાં વિટામિન્સ સી થી ભરપુર હોય છે અને નાના મોટા બધા માટે ખૂબ ગુણકારી હોય છે તો ચાલો જાણીએ amla candy recipe gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
આમળાની કેન્ડી બનાવવા જરૂરી સામગ્રી
- આમળા 1 કિલો
- ખાંડ 1 ½ કિલો
- પીસેલી ખાંડ 4 ચમચી
- સંચળ 1 ચમચી
આમળાની કેન્ડી બનાવવાની રીત | amla candy recipe gujarati
aamla ni candy banavani rit – આમળા કેન્ડી બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને સાફ કરી કપડા થી લુછી લ્યો અને પ્લાસ્ટિક બેગ કે એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝર માં ચોવીસ કલાક સુધી મૂકી દયો
ચોવીસ કલાક પછી ફ્રીઝર માંથી કાઢી એકાદ કલાક ઠંડક નીકળવા દયો ત્યાર બાદ એના ચાકુ થી કટ કરી લ્યો અને હાથ વડે દબાવી દબાવી ને એમાં રહેલ પાણી કઢી એક વાસણમાં કાઢતા જાઓ
હવે એમાં ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને તડકા માં બે દિવસ મૂકો અને દિવસ ના એક બે વખત હલાવી લેવા અને જો તડકો ના આવતો હોય તો વાસણ ને ગરમ જગ્યાએ ત્રણ દિવસ મૂકી રાખવો
તડકા માં બે દિવસ અને ઘર માં ગરમ જગ્યાએ ત્રણ દિવસ આમળા માં ખાંડ બરોબર મિક્સ થઈ જાય એટલે એને ચારણી માં કાઢી ચાસણી અલગ કરી લ્યો અને આમળા ને તડકા માં બે ત્રણ દિવસ સૂકવવા અથવા ઘર માં પંખા નીચે ત્રણ ચાર દિવસ અલગ અલગ કરી સૂકવી લેવા
આમળા ચિપ ચિપા ના રહે ત્યાં સુધી સૂકવી લ્યો અને બરોબર સુકાઈ જાય એટલે જો ઘણા સમય માટે સાંચવા હોય તો એકાદ દિવસ વધુ સૂકવી ને એર ટાઈટ ડબ્બા માં ભરી લ્યો અને જો તરત ખાવા હોય તો એમાં પીસેલી ખાંડ અને સંચળ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો આમળા કેન્ડી.
aamla ni candy banavani rit | aamla ni candy recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rao Manju Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ગાજર મૂળા અને મરચા નું અથાણું બનાવવાની રીત | gajar mula marcha nu athanu banavani rit
ભાત ના કુરકુરે બનાવવાની રીત | bhat na kurkure banavani rit | bhat na kurkure recipe in gujarati
તંદુરી ભુટ્ટો બનાવવાની રીત | tandoori bhutta banavani rit | tandoori bhutta recipe in gujarati
ઢાબા સ્ટાઈલ ચાય બનાવવાની રીત | dhaba style chai banavani rit | dhaba style chai recipe In gujarati
ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tameta ni chatni recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે