એબીસી સલાડ બનાવવાની રીત | ABC salad banavani rit | ABC salad recipe in gujarati

એબીસી સલાડ બનાવવાની રીત - ABC salad banavani rit - ABC salad recipe in gujarati
Image credit – Youtube/Bhusanur.cooking
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે એબીસી સલાડ બનાવવાની રીત – ABC salad banavani rit શીખીશું. આ સલાડ એકદમ હેલ્થી છે અને જે વજન ઉતારવા માટે ડાયટ કરતા હોય એમના માટે ખૂબ જ લાભકારી હોય છે, do subscribe Bhusanur.cooking YouTube channel on YouTube If you like the recipe , આ સલાડ ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે ને તમે રેગ્યુલર ભોજન જમતાં પહેલાં અથવા જમવા સાથે ખાઈ શકો છો અથવા કોઈ ઘર ના નાના પ્રસંગ પાર્ટી માં પણ મૂકી શકો છો તો ચાલો જાણીએ ABC salad recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

એબીસી સલાડ બનાવવા જરૂરી સામગ્રી

  • સફરજન 1
  • બીટ 1
  • ગાજર 1-2
  • લીંબુ નો રસ 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • મધ 1-2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

એબીસી સલાડ બનાવવાની રીત | ABC salad recipe in gujarati

એબીસી સલાડ બનાવવા સૌપ્રથમ બીટ અને ગાજર ને પાણીથી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી લ્યો અને ફરીથી ગાજર અને બીટ ને પાણી થી બરોબર દોઈ લ્યો સાથે સફરજન પણ ધોઇ ને સાફ કરી લ્યો  (સફરજન તમે ગ્રીન વાળુ કે લાલ વાળુ કોઈ પણ લઈ શકો છો )

હવે છીણી વડે પહેલા છોલી રાખેલ ગાજર ને મોટું મોટું છીણી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ છોલી રાખેલ બીટ ને છીણી વડે મોટી મોટી છીણી લ્યો અને એને પણ છીણેલું ગાજર કાઢેલ હતું એ વાસણમાં ગાજર સાથે કાઢી લ્યો

Advertisement

હવે સફરજન ને છોલી લ્યો ત્યાર બાદ એને પણ મોટું મોટું છીણી લ્યો ને છીણેલા ગાજર અને બીટ વાળા વાસણમાં છીણેલા બીટ અને છીણેલા ગાજર સાથે મૂકો,

ત્યારબાદ હવે એમાં લીંબુનો રસ, મરી પાઉડર શેક્લે જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલ, મધ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મજા લ્યો હેલ્થી એ.બી સી. સલાડ.

ABC salad banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhusanur.cooking ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

રાઘવદાસ લાડુ બનાવવાની રીત | Raghavdas ladoo banavani rit | Raghavdas ladoo recipe in gujarati

બિહારી દાલ પૂરી બનાવવાની રીત | Bihari dal puri banavani rit

દહીં બ્રેડ રોલ્સ બનાવવાની રીત | Dahi bread rolls banavani rit

બચેલ ભાત માંથી ઢોસા બનાવવાની રીત | Bachela bhat mathi dhosa banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement