નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Indian Food Made Easy YouTube channel on YouTube આજે આપણે ખસ્તા આચારી મસાલા પરાઠા બનાવવાની રીત – achari masala paratha banavani rit શીખીશું. આ પરાઠા તમે ઘરમાં રહેલ કોઈ પણ અથાણાં માંથી તૈયાર કરી શકો છો અને ચા અથવા ચટણી સોસો સાથે સર્વ કરી શકાય છે તો ચાલો જાણીએ achari masala paratha recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
આચારી મસાલા પરાઠા બનાવવા જરૂરી સામગ્રી | achari masala paratha ingredients
- મેંદા નો લોટ ½ કપ
- ઘઉંનો લોટ ½ કપ
- અથાણું 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- કાલોંજી 1 ચમચી
- તેલ જરૂર મુજબ
અચારી મસાલા પરોઠા બનાવવાની રીત | achari masala paratha recipe in gujarati
આચારી મસાલા પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ચારી ને લ્યો ( અહી તમે ખાલી ઘઉંનો લોટ અથવા ખાલી મેંદા નો લોટ પણ લઈ શકો છો )
ચારેલ લોટ માં અથાણું, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ( જો બાળકો માટે બનાવતા હો તો ચીલી ફ્લેક્સ ના નાખવા)
હવે એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો
પંદર મિનિટ પછી લોટ ને ફરીથી મસળી લ્યો અને કે સાઇઝ ના પરાઠા બનાવી લ્યો હવે એક લુવા સાથે કોરો લોટ લ્યો ને રોટલી વણી લ્યો વણેલ રોટલી પર તેલ લગાવો ને એમાં ચાકુથી ઊભા ચીરા પાડી લ્યો
હવે બધા ચીરા ને ભેગા કરી ફરીથી ગોળ કરી લુવો બનાવી લ્યો અથવા તેલ લગાવી ને એક બાજુ થી ફોલ્ડ કરી ને ગોળ કરી લુવો તૈયાર કરી લ્યો આમ બધા લુવા તૈયાર કરી
હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી માં કોરા લોટ સાથે તૈયાર લુવો લ્યો એના પર થોડી ક્લોનજી નાખો ને હળવા હાથે વણી ને પરાઠા ને તૈયાર કરી લ્યો
વણેલ પરાઠા ને તવી પર નાખી મીડીયમ તાપે બને બાજુ શેકો ત્યાર બાદ તેલ લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ને તૈયાર કરી લ્યો આમ બધા પરાઠા ને વણી ને શેકી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો આચારી મસાલા પરાઠા.
અચારી મસાલા પરોઠા બનાવવાની રીત વિડીયો | achari masala paratha banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Indian Food Made Easy ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati
શિકંજી બનાવવાની રીત | shikanji banavani rit | shikanji recipe in gujarati
શક્કરિયા ની વેફર બનાવવાની રીત | shakkariya ni vefar banavani rit
પનીર ની જલેબી બનાવવાની રીત | paneer ni jalebi banavani rit
કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati
પાપડ ચવાણું બનાવવાની રીત | Papad nu chavanu banavani rit
ટામેટાનો સોસ બનાવવાની રીત | ટામેટા સોસ બનાવવાની રીત રેસીપી | tomato sauce banavani rit
પાંચ દાળ ના પકોડા સાથે સ્પેશિયલ કાઢી અને ચટણી બનાવવાની રીત | Panch dal na pakoda banavani rit
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે