આજના દોડધામભર્યા જીવનની અંદર ઘણી બધી વ્યક્તિઓને એસીડીટી થવાની સમસ્યા થતી હોય છે જેના ઉપાયમાં તેઓ બજારમાં મળતાં ઈલાજોનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આજે અમે તમને એસીડીટી દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપચાર વિશે જણાવીશું,એસીડીટી નો ઘરગથ્થું ઉપચાર, એસીડીટી નો ઉપચાર,acidity dur karvana upay, acidity home remedies in Gujarati.
Table of contents
- એસીડીટી
- એસીડીટી ના કારણો
- એસીડીટી ના લક્ષાનો
- એસીડીટીના ઘરગથ્થું ઉપચારો
- Acidity na gharelu upchar
- Acidity problem solution in Gujarati
- Acidity home remedies in Gujarati
- એસીડીટી નો ઘરેલુ ઉપચાર
- એસીડીટી નો ઉપચાર
- Acidity dur karvana upay
- એસીડીટી નો ઘરગથ્થું ઉપચાર
- એસીડીટીની સમસ્યા ન થાય તેના માટે ધ્યાન રાખવા જેવી કેટલીક બાબતો
- આંબલીનું શરબત બનાવવાની રીત
- એસીડીટી ને સંબંધિત લોકો ને મુજવતા કેટલાક પ્રશ્નો
એસીડીટી
એસીડીટી ની સમસ્યા લગભગ દરેક વ્યક્તિને ક્યારેકને ક્યારેક થઇ જતી જ હોય છે,પાચન તંત્ર સબંધિત આ એક સામાન્ય સમસ્યા છે.
ક્યારેક બહુ જ મસાલા વાળું ભોજન થઇ ગયું હોય તો પેટમાં બળતરા થાય છે. ખાટા ઓડકાર આવે છે આ બધા એસીડીટી ના જ લક્ષણો છે.
જે એસીડીટી ની સમસ્યા વારંવાર થઇ જાય છે તો તે ગેસ્ટ્રો ઇસોફેગલ ડીસીઝ માં રૂપાંતર થઇ જાય છે, આયુર્વેદિક ભાષા માં તેને અમ્લપિત્ત કહેવામાં આવે છે, તેને પિત્ત થવું એમ પણ કહેવાય છે.
એસીડીટી ના કારણો
વધારે પડતું મસાલેદાર ભોજન લઇ લેવું.
હજુ પહેલા નું ભોજન પચ્યું ના હોય અને તરત જ બીજી વાર્ જમવું.
વધારે પડતા ખાટા પદાર્થોનું સેવન કરવું.
પુરતી ઊંઘ ના કરવી.
વધારે સમય સુધી કારણ વગર ભૂખ્યા રહેવાથી એસીડીટીની સમસ્યા થઇ શકે છે.
વધારે પડતા મીઠા નું સેવન કરવું.
જમ્યા પછી તરત જ સુઈ જવું.
ધુમ્રપાન ની આદત હોવી.
વધારે પડતું તનાવ ને કારણે પણ ક્યારેક એસીડીટી થવાની સંભાવના વધી જાય છે.
એસીડીટી ના લક્ષાનો
આમતો તેનું સામાન્ય લક્ષણ પેટમાં ગેસ ભરાઈ જવો જ છે,
જમ્યા પછી અમુક કલાક સુધી સતત છાતી માં બળતરા થવી.
ખાટા ઓડકાર આવવા.
ઓડકાર આવવા અને મોઢા નો સ્વાદ કડવો થઇ જવો.
પેટ ફુલાઈ જવું.
શ્વાસ લેતી વખતે દુર્ગંધ આવવી, માથા અને પેટમાં દુખાવો થવો
એસીડીટીના ઘરગથ્થું ઉપચારો
સૌથી સરળ સસ્તો અને સાદો ઉપાય છે ઠંડું દૂધ, ઠંડા દૂધ માં સાકર નાખી ને પીવાથી ત્વરિત રાહત મળે છે.
એક્ ચમચી અજમો અને જીરૂને પીસીને પાણીમાં નાખી તેને ઉકાળીને ઠંડુ કરીને તેમાં સાકર નાખીને પીવાથી એસીડીટી મા રાહત મળે છે.
લીલા પાકા અંજીર મળે ત્યારે તેના કટકા કરીને સાકર સાથે તેનો મુરબ્બો બનાવીને રાખવો. મુરબ્બો બની જાય ત્યારે તેમાં મધ ઉમેરી એક બોટલ માં ભરી લો. પછી એક ચમચી મુરબ્બો હુફાળા દૂધ સાથે રોજ સવારે પીવાથી પિત્ત નું શમન થાય છે અને તંદૂરસ્તી વધે છે.
હાઈપર એસીડીટી માં દર્દીને વારંવાર ઉલટી થતી હોય છે. એસીડીટી ની ઉલટી થી છુટકારો મેળવવા અને એસીદીતીમાં રાહત મેળવવા માટે કારેલાના પાંચ થી છ નંગ પાંદડા લઈને તેને ધોઈને તેમાં સિંધા નમક ભેળવીને ખાઈ જાઓ.
ખાટા ઓડકાર, ખાટી ઉલટી, છાતીમાં બળતરા થવી વગેરે એસીદીતીના જ લક્ષણો છે. તેમાં થી છુટકારો મેળવવા માટે ત્રિકટુ ચૂર્ણ અડધી ચમચી લઈને દૂધમાં ઉકાળો તેમાં થોડી ખાંડ નાખીને સવારે અને રાત્રે પીવો. આ પ્રયોગ કરવાથી અવશ્ય ફાયદો થાય છે.
Acidity na gharelu upchar
ધાણા, વરીયાળી અને સાકર સરખા ભાગે મિક્સ કરી ને તેને પીસીને એક બોટલમાં ભરી લો. ૨ ચમચી ચૂર્ણ ને કાળી દ્રાક્ષ સાથે રાત્રે પલાળીને રાખવું. સવારે તેને મસળીને ગાડીને પી જવું. દરરોજ નિયમિત આ પ્રયોગ કરવાથી એસીડીટી માં ઝડપ થી રાહત મળે છે.
એક મુઠ્ઠી ચોખા લઈને તેને ચાર કપ પાણીમાં પલાળી રાખો. ચાર પાંચ કલાક પલાળ્યા પછી તેને મીક્ષર માં વાટી લો. હવે તેમાં ૧૦ ગ્રામ જેટલું તોપ્રનો ભુક્કો અને ગોળ નાખીને ઉકાળીને ભાત બનાવી લો. દરરોજ સવાર સાંજ ખાવાથી એસીડીટી મટી જાય છે.
જેઠી મધ નું ચૂર્ણ દરરોજ સવાર સાંજ લેવાથી પણ એસીડીટી માં ફાયદો થાય છે.
૨૦ ગ્રામ અમ્બાડાના કુમળા પાન લઈને તેને પીસીને તેમાં અડધા કપ જેટલું પાણી નાખીને છોડીને ગાડી લો. હવે તેમાં ચપટી એક સાકર અને મરીનો ભુક્કો નાખીને દરરોજ બપોરે અને રાત્રે જમ્યા પછી લેવાથી એસીડીટી માં અવશ્ય ફાયદો થાય છે.
Acidity problem solution in Gujarati
મૂળા ના પાંદ લઈને તેને પાણી નાખીને પીસીલો, લગભગ ૧૦૦ મિલી જેટલો રસ નીકાળી લો, હવે તેમાં સાકર નો ભુક્કો નાખીને એ રસ પી જાઓ. લીવર ના વિકારો આ રસ પીવાથી તદ્દન દૂર થઇ જાય છે અને પિત્ત વિકાર દૂર થાય છે.
પિત્ત ઘણું વધી જાય અને ખાટી કડવી ઉલટીઓ થતી હોય તો તેને શાંત કરવા માટે આંબાના અને જામ્બૂ ના ૧૦-૧૦ ગ્રામ જેટલા પાંદડા લઇ તેને પીસીને ૨૦૦ મિલી પાણીમાં ખુબ જ ઉકાળો આશરે ૫૦ મિલી જેટલું પાણી વધે એટલે તેમાં સાકર નાખીને આ પાણી પી જવું.
અચાનક ગુસ્સો થવો, ખુબ જ ગરમી થવી, પરસેવો વળવો, હૃદય ના ધબકારા વધી જવા, છાતીમાં બળતરા થવી, આ બધા લક્ષણ એસીડીટી ના છે. આ બધામાં આંબળા નો પ્રયોગ કરવાથી ઉત્તમાં ફળ મળે છે. આમળાનો શરબત દરરોજ સવારે પીવાથી રાહત થાય છે. આંબલીનું શરબત પીવાથી પણ રાહત મળે છે. ઉનાળા માં આંબળા મળતા નથી તો ચ્યવનપ્રાશ ખાઈ શકાય છે.
Acidity home remedies in Gujarati
પિત્ત થી આવતા તાવ માં પિત્તપાપડો લઈને તેને પાણી સાથે પીસીને રાખવો. જયારે દવા ખાવો છો ત્યારે આ પાણી સાથે દવા ખાવાથી ઉત્તમ મનાય છે.
જઠર અથવા પેટમાં પડતા ચાંદા એ લાંબા સમય ની એસીડીટી ના કારણે જ થાય છે. તેમાં બેચામ્ચી જેઠી મધને એક કપ પાણીમાં ઉકાળો, અડધું રહે ત્યારે અને નવસેકું રહે એટલે તેમાં એરંડિયું તેલ એક ચમચી જેટલું નાખીને પીવાથી જલ્દી થી રાહત મળે છે.
એસીડીટીનું બીજું મુખ્ય કારણ માઈગ્રેન માનવામાં આવે છે અને તેનું કારણ કે એસીડીટી. ૧૦૦ ગ્રામ પુવા અને ૧૦૦ ગ્રામ વરીયાળી લઈને તેને મિક્ષ્ચર માં પીસી લો. હવે આ ચૂર્ણ ને દરરોજ સવારે ૨ ચમચી ચૂર્ણ ને ૬ ગ્લાસ પાણીમાં પલાળી રાખો. હવે જયારે પણ તરસ લાગે ત્યારે આ પાણી પીવું. સતત બે મહિના આ પ્રયોગ ચાલુ રાખવાથી એસીડીટી માં અવશ્ય ફાયદો થાય છે.
પેટની ગરમીને શાંત કરવા માટે અને એસીડીટી થી છુટકારો મેળવવા માટે કાચા ટમેટા નું સેવન કરવાનું રાખો. ટમેટું શરીર માં ક્ષાર નું પ્રમાણ વધારે છે અને એસીડીટી થી રાહત અપાવે છે.
આદુનો રસ પણ એસીડીટી માટે એકદમ સરળ ઉપાય છે. લીંબૂ, મધ ને આદુના રસ ને મિક્ષ કરીને પીવાથી પેટની બળતરા શાંત થાય છે. અને એસીડીટી માં રાહત મળે છે.
એસીડીટી નો ઘરેલુ ઉપચાર
વરીયાળીનું પાણી પણ એસીડીટી માં ખુબ જ રાહત અપાવે છે. ૧ ચમચી વરીયાળીને એક કપ પાણી માં આખી રાત પલાળી રાખો. સવારે તેને મસળીને એ પાણીમાં એક ચમચી મધ નાખીને પાણી પી જવું.આ મિશ્રણ ને દિવસ માં ૩ વખત પીવાથી પેટની ગરમી અને એસીડીટી માં ખુબ જ ફાયદો થાય છે.
લીંબડાની છાલા થવા તેના પાંદડા ને રાત્રે પાણી માં પલાળીને સવારે ગાળી ને પી જવાથી એસીડીટી માં ફાયદો થાય છે.
તુલસીના પાંદડા ને પાણી સાથે ઉકાળીને તે પાણી ઠંડુ થાય એટલે તેમાં મધ નાખીને પીવાથી એસીડીટી માં રાહત મળે છે.
એસીડીટી થાય છે તો કેળા નું સેવન પણ કરી શકાય છે. એસીડીટી થવા પર ૧-૨ડાઆ ખાઈ જવી. કેળામાં પોટેશિયમ હોય છે જે પેટ માં એસીડ ની માત્રા ને સંતુલિત રાખે છે.
ફુદીનો એસીડીટી ના ઉપાય માટે સરળ અને સસ્તુ ઉપચાર છે. એસીડીટી જેવું લાગવા મંડે ત્યારે ૪-૫ ફુદીના ના પાંદડા ને ચાવી જવા. અથવા તેના ૬-૭ પાંદડા ને પાણી માં ઉકાળીને તે પાણી ને ઠંડુ કરીને પી જવું.
એસીડીટી નો ઉપચાર
જીરું નું સેવન કરવું
પેટને લગતી ઘણી બધી સમસ્યાઓમાં જીરુંનું પાણી એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે એવી જ રીતે એસિડિટીની સમસ્યામાં પણ જીરું પાણી નો તમે ઉપયોગ કરી શકો છો
એસિડિટીની સમસ્યામાં તમે જીરૂની ચા બનાવીને પણ સેવન કરી શકો છો અથવા તો ઈચ્છો તો પાણીની અંદર એક ચમચી મધ ઉમેરી તેને ઉકાળો ત્યાર પછી તેનું સેવન કરો થોડા જ સમયની અંદર તમને એસિડિટીમાં રાહત મળશે
નવસેકું પાણી પીવો
જે વ્યક્તિઓને વારંવાર એસિડિટીની સમસ્યા થતી હોય તેવા વ્યક્તિઓએ સવારે ખાલી પેટે નવશેકુ પાણી અને રાત્રે સુતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી એસિડિટીની સમસ્યામાં રાહત રહેશે
એલચી નું સેવન કરો
આપણે સૌ જાણીએ છીએ કે એલચી સુગંધીત મસાલો છે જે તમારા મોઢા ની અંદર આવતી દુર્ગંધ દૂર કરે છે સાથે સાથે તમે જો રોજ એક એલચી ચાવીને સેવન કરો છો તો તમને પેટ ફુલવાની સમસ્યા અને એસિડિટીની સમસ્યા દૂર થાય છે તેમજ તમારી પાચનક્રિયા સુધરે છે
આદુ નું સેવન કરો
આપણે સૌ જાણીએ છીએ કે આદુ એ આપણે પેટને લગતી ઘણી બધી સમસ્યાઓ ખૂબ જ ફાયદાકારક થાય છે તેવી જ રીતે આ દુનિયા અંદર રહેલ એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો અને તેની અંદર રહેલ સ્વાસ્થ્યને ફાયદાકારક ગુણો તમને એસિડિટીની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે
તમે ઇચ્છો તો તમારા રોજિંદા જીવનમાં પાણી માં કે ભોજન માં આદું ઉમેરી તેનું સેવન કરી શકો છો અથવા તો આદુનો થોડા પ્રમાણમાં સેવન કરવાથી તમને એસિડિટીની સમસ્યામાં રાહત મળશે
પપૈયા નું સેવન કરો
પપૈયું તમે કાચું કે પાકેલ સેવન કરી શકો છો પપૈયું કે જે આપણે કબજિયાત જેવી સમસ્યાઓમાં ખૂબ જ ફાયદાકારક છે તે પપૈયું આપણે પાચનક્રિયાની સાથે-સાથે એસિડિટીની સમસ્યામાં પણ ખૂબ જ ફાયદાકારક છે,
તમે ઈચ્છો તો દિવસમાં એકવાર બે થી ત્રણ કાચું પપૈયાની છીણ નું સેવન કરી શકો છો જેથી તમને એસિડિટીની સમસ્યા અને કબજિયાતની સમસ્યામાં રાહત મળશે
ઠંડા દૂધ નું સેવન કરો
ઘણી બધી વ્યક્તિઓને એસીડીટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઠંડુ દૂધ એ ખૂબ જ કારગર સાબિત થાય છે
માટે જો એસિડિટીની સમસ્યામાં તમે ઠંડા દૂધમાં સેવન કર્યું ના હોય તો તમે એસિડિટીની સમસ્યામાં એક ગ્લાસ ઠંડા દૂધ નું સેવન કરી શકો છો
હળદર નું સેવન કરો
આપણે સૌ જાણીએ છીએ કે હળદર એ એક એવી ઔષધી છે કે જે આયુર્વેદમાં ઘણી બધી સમસ્યાઓમાં ઉપાય તરીકે જણાવવામાં આવે છે
આ જ હળદર આપણે જો રોજિંદા જીવનમાં ભોજનની અંદર ઉપયોગ કરીએ છીએ તો એસિડિટીને કારણે થતી પેટમાં બળતરા અને એસીડીટી શાંત થાય છે
Acidity dur karvana upay
નારીયલ પાણીનું સેવન કરો
નારિયેળ પાણી કે જે આપણા શરીરને હાઈડ્રેટ રાખવામાં ખૂબ જ ફાયદાકારક છે
તે જ નારિયેળ પાણી ની અંદર રહેલ પોટેશિયમ અને અન્ય ઇલેક્ટ્રોલાઇટ્સ આપણા શરીરની અંદર પીએચ લેવલ સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે
જે એસીડીટી ની સમસ્યાને દૂર કરે છે માટે એસિડિટીની સમસ્યામાં તમે નારિયળ પાણીનું સેવન કરી શકો છો
વરિયાળી નું સેવન કરો
આપણે સૌ જાણીએ છીએ કે વરિયાળી ની તાસીર ઠંડી છે જે આપણા શરીરને ખૂબ જ ઠંડક પહોંચાડે છે હાલમાં બજારની અંદર પણ વરિયાળીના શરબત મળી રહ્યા છે વરિયાળી ના શરબત નું સેવન કરવાથી તમને એસીડીટી ની સમસ્યા દુર થાય છે
તમે ઈચ્છો તો એક ગ્લાસ ગરમ પાણી ની અંદર એક ચમચી મરી પાઉડર ઉમેરી તેનું સેવન કરવાથી પેટ ફુલવાની સમસ્યા પાચનને લગતી સમસ્યા અને એસીડીટીની સમસ્યા દુર થાય છે,acidity dur karvana upay.
લવિંગ નું સેવન કરો
પેઢાનો દુખાવો અને મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે આપણે લવિંગનું સેવન કરીએ છીએ આ જ લવિંગ ને એસિડિટીની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે
એસિડિટીની સમસ્યામાં જો તમે એક લવિંગ ને મોઢામાં રાખી તેને ચૂસો તો પેટ ફુલવાની સમસ્યા અપચાની સમસ્યામાં રાહત મળે છે
એસીડીટી નો ઘરગથ્થું ઉપચાર
તરબૂચ નું સેવન કરો
ઉનાળા ની અંદર આપણે સૌ તરબૂચનું સેવન કરવું ગમે છે તરબૂચ નાનાથી લઈને મોટા દરેક વ્યક્તિ ખુબ જ આનંદ લઈને ખાય છે
જો તમને એસિડિટીની સમસ્યા વારંવાર થતી હોય તો તમે ૩ થી ૪ ચીર તરબૂચ ને અથવા તો એક ગ્લાસ તરબૂચનો રસ નું સેવન કરો છો તો એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે
છાસ નું સેવન કરો
આપણા ગુજરાતીના ઘરમાં છાશ એ ભોજનનો એક અભિન્ન અંગ છે કોઈક જ એવું વ્યક્તિ હશે જેને છાશનું સેવન કરવું પસંદ છે નહીં છાશ ની અંદર લેક્ટિક એસિડ મળી આવે છે જે પેટમાં થનારી એસીડીટીની સમસ્યા દુર કરવામાં મદદરૂપ થાય છે
તેમજ તમે ઈચ્છો તો છાશ ની અંદર મરી અને લીલા ધાણા ઉમેરી પછી તેનું સેવન કરો છો તો એસિડિટીની સમસ્યામાં ખૂબ જ જલ્દી આરામ મળે છે, acidity home remedies in Gujarati.
કેળા નું સેવન કરો
ઘણા વ્યક્તિઓ ને એસિડિટીના કારણે છાતી અને પેટમાં બળતરા થવાની સમસ્યા થતી હોય છે તેવા વ્યક્તિઓ જો કેળા નું સેવન કરે તો એસિડિટીમાં તરત ઝડપથી રાહત મેળવવા મદદ થાય છે
જે તમને છાતી અને પેટમાં થતી બળતરા દૂર કરવામાં મદદરૂપ થશે તમે ઈચ્છો તો દૂધ કેળા નું પણ સાથે સેવન કરી શકો છો
એસીડીટીની સમસ્યા ન થાય તેના માટે ધ્યાન રાખવા જેવી કેટલીક બાબતો
જે વ્યક્તિઓ તેમના રોજીંદા જીવનની અંદર રોજ કસરત કરે, ચાલવા જાય,સાયકલિંગ વગેરે જેવી એક્ટિવિટી કરે છે તેમને એસિડિટીની સમસ્યા થતી નથી, acidity dur karvana upay.
ભોજન કરવા બેસો ત્યારે એક સાથે ઘણું બધું ભોજન કરવું નહીં તમે ઈચ્છો તો દિવસની અંદર ચારથી પાંચ વાર થોડા થોડા પ્રમાણમાં ભોજન કરો છો તો એસિડિટીની સમસ્યા થતી નથી
ઘણી બધી વ્યક્તિઓ ભોજન કર્યા પછી સીધા જ સૂવા જાય છે તેવા વ્યક્તિઓએ ખાસ ધ્યાન રાખવું કે ભોજન કર્યા પછી ઓછામાં ઓછા બે કલાક રહી ને જ સુવા જવું.acidity home remedies in Gujarati.
ઘણી બધી વ્યક્તિઓ ભોજન જલદી જલદી કરી લે છે જે તેમને એસીડીટી ની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે માટે જ્યારે પણ ભોજન કરો સારી રીતે ચાવી અને આરામથી ભોજન કરવું જોઇએ
આંબલીનું શરબત બનાવવાની રીત
એકાદ કિલો જૂની આંબલી લઈને તેને કાચના વાસણ માં ૨ લીટર પાણી લઈને આખી રાત પલાળવા મુકવી.
સવારે તેને હાથ વડે મસળી તેનો રસ કપડા અથવા ગરણી ની મદદ થી કાઢીને રાખો, હવે તેમાં ૨ કિલો સાકર અથવા ગોળ નાખીને ઉકળવા મુકો.
એક તાર ની ચાસણી થાય ત્યારે ઉતારી લ્યો, હવે તેમાં બે કપ જેટલો સરકો નાખીને ઠંડુ થાય એટલે બોટલ માં ભરી લો,
દરરોજ ચાર ચમચી આ સીરપ પાણી માં નાખીને શરબત બનાવીને પીવું એસીડીટી મા રાહત મળશે.
એસીડીટી ને સંબંધિત લોકો ને મુજવતા કેટલાક પ્રશ્નો
એસીડીટી થવાના ઘણા બધા કારણો છે, વધારે પડતું મસાલેદાર ભોજન લેવાઈ જાય, પહેલા નું જમેલું હજી પચ્યું ના હોય ત્યાં બીજી વાર જમવું, પેટમાં ગેસ થઇ વો, પુરતી ઊંઘ ના કરવી જેવા વિવિધ કારણો જવાબદાર છે.
મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ, વધારે સમય સુધી કારણ વગર ભૂખ્યા રહેવું નહિ, ધુમ્રપાન કરવું નહિ.
એસીડીટી નું મુખ્ય લક્ષણ છે છાતીમાં બળતરા, ઘણી વખત એસીડીટી ના કારણે છાતીમાં દર્દ અને બળતરા થતી હોય છે, ખાટા ઓડકાર આવતા હોય છે, જો આ સમસ્યા વારંવાર થાય છે તો એસીડીટી ગંભીર રૂપ ધારણ કરી શકે છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ખાટી આંબલી ના ફાયદા | આંબલી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત
શિંગોડા ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | Singoda na fayda
ગોરસ આંબલી ના ફાયદા અને છાલ અને પાંદ ના વિવિધ ઉપયોગો | Goras ambli na fayda in Gujarati
ચશ્માના નંબર ઉતારવાના ઉપાય | chasma na number utarva na upay
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે