અડદ એક પૌષ્ટિક કઠોળ છે. વરસાદ ની શરૂઆતમાં તેનું વાવેતર કરવામાં આવે છે. તેના છોડ મગના છોડ જેવા જ હોય છે, તેની સીંગો સુકાયા પછી તેના છોડ કાપી, સુકવી, અડદના દાણા છુટા પાડવામાં આવે છે. ભારતમાં સર્વત્ર અડદ ની ખેતી થાય છે. અડદના દાણા નો રંગ કાળો હોય છે અને તેની દાળનો રંગ સફેદ હોય છે. અડદની દાળ ના ઉપર ના ફોતરા જ કાળા રંગ ના હોય છે. તેની દાળ સફેદ જ હોય છે. તો ચાલો જાણીએ અડદની દાળ ના ફાયદા, adad ni dal na fayda
Table of contents
- અડદની દાળ ના ફાયદા
- માથાના દુખાવામાં અડદની દાળનો ઉપયોગ
- વાળ માં ખોળા થી છુટકારો અપાવે છે
- લીવર માટે ફાયદાકારક છે
- અડદની દાળ ના ફાયદા તે સાંધા ના દુખાવામાં રાહત અપાવે છે
- ચાંદા માં અડદ દાળ ફાયદેમંદ સાબિત થાય છે
- અડદની દાળ ના ફાયદા તે તાવ ને દૂર કરે છે
- સોજા ઓછા કરે છે અડદની દાળ
- નાકમાંથી લોહી નીકળવું બંધ થાય છે
- હાડકા ને મજબૂત કરે છે
- અડદ ની દાળ ડાયાબીટીશ માં ફાયદેમંદ છે
- અડદની દાળનું સેવન કરવાના નુકસાનો
અડદની દાળ ના ફાયદા
તાજા અડદ વાટી ને સફેદ કોઢ પર લગાવવાથી ફાયદો થાય છે.
અડદ ની દાળનો લોટ, ઘઉંનો લોટ, અને પીપળ નું ચૂર્ણ સરખે ભાગે લઈને તેમાં ઘી નાખીને શેકવું. પછી તેમાં તેના જેટલી જ સાકર નાખીને અને તેમાં સાકર નું બમણું પાણી નાખી પાક બનાવવો, પછી તેના નાના નાના લાડુ બનાવવા, આ લાડુ રાત્રે સુતી વધતે ખાઈ તેના ઉપર દૂધ પીવું. આમ કરવાથી શરીર ને બળ મળે છે. શરીર ક્ષીણ થતું નથી તેમજ શરીર મજબૂત પણ થાય છે.
અડદની દાળ નો દોઢ બે તોલા લોટ લઈને તેને ગાયના દૂધ માં બાફી તેમાં સહેજ ઘી નાખી સહેજ ગરમ-ગરમ પીવું. આ પ્રયોગ સાત દિવસ કરવો, આં કરવાથી પેશાબ માર્ગે ધાતુ જતી હોય તો તે બંધ થાય છે.
અડદ નો લોટ, કપૂર અને લાલ રેશમી કપડા ની રાખ પાણીમાં મિલાવી માથા પર લેપ કરવાથી નાસરોગ માં ફાયદો થાય છે.
શિયાળામાં તથા વાયુ પ્રકૃતિ વાળાને અડદ હિતકારક છે.
માથાના દુખાવામાં અડદની દાળનો ઉપયોગ
દોડધામ ભરેલી ઝીન્દગીમાં તણાવ એ સામાન્ય સમસ્યા થઇ ગઈ છે. ત્યારે અડદ ની દાળ નો આ ઘરેલું ઉપચાર તેમાંથી છુટકારો અપાવી શકે છે.
૫૦ ગ્રામ અડદ ની દાળ ને ૧૦૦ મિલી દૂધ માં પકવી તેમાં ઘી નાખીને ખાવાથી અવશ્ય ફાયદો થાય છે.
વાળ માં ખોળા થી છુટકારો અપાવે છે
અડદની દાળ ને બાળી તેની ભસ્મ ને સરસીયા તેલ માં મિલાવીને લેપ બનાવી લો.
આ લેપ માથામાં લગાવવાથી માથાના અનેક રોગો, ટાલ, અને અકાળે વાળ સફેદ થવાની સમસ્યા માંથી પણ છુટકારો મળે છે.
લીવર માટે ફાયદાકારક છે
અડદ ની દાળ નો સૂપ નવીને તેને લગભગ ૧૦-૨૦ મિલી ની માત્રા માં પીવાથી લીવર ની બીમારીઓ માં રાહત મળે છે.
અડદની દાળ ના ફાયદા તે સાંધા ના દુખાવામાં રાહત અપાવે છે
વધતી ઉમર ની સાથે સાંધા ના દુખાવાની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. અડદની દાળ નું સેવન કરવાથી તેમાંથી પણ તમે રાહત મેળવી શકો છો.
સિંધા નમક અને અડદ ની દાળ નો ઉકાળો બનાવીને પીવાથી શરીર ના જકડાયેલા અંગો છુટા થાય છે.
ચાંદા માં અડદ દાળ ફાયદેમંદ સાબિત થાય છે
મોઢા માં પડેલા ચાંદા ક્યારેક ક્યારેક ખુબ જ વધી જતા હોય છે ત્યારે અને ગરમી ની ઋતુ માં ચાંદા ખુબ જ થાય છે ત્યારે અડદ ની દાળ ને પીસીને તેને ચાંદા પર લગાવવાથી અને બાંધવાથી ચાંદમાં ફાયદો થાય છે.
અડદની દાળ ના ફાયદા તે તાવ ને દૂર કરે છે
બદલાતા જતા મોસમ ને કારણે તાવ આવી જતો હોય છે ત્યારે અડદ ની દાદ ન જ્યુસ બનાવીને પીવાથી તાવ ઓછો થઇ જાય છે.
સોજા ઓછા કરે છે અડદની દાળ
અડદ ની દાળ ને પીસીને શરીર ના સોજા વાળા ભાગ પર લગાવવાથી સોજા ઉતરી જાય છે.
અડદના લોટ માં મીઠું, હિંગ, અને સુંઠ નાખીને તેની રોટલી બનાવી લો. અને તેને એક બાજુ જ સેકો, પછી કાચા ભાગ માં તલ નું તેલ મિલાવીને સોજા વાળા ભાગ પર બાંધવાથી રાહત મળે છે.
નાકમાંથી લોહી નીકળવું બંધ થાય છે
અડદની દાળ ને પલાળીને તેને પીસીને કપાળ પર લગાવવાથી નાક માંથી લોહી નીકળતું બંધ થઇ જાય છે અને ગરમીને કારણે થતા માથાના દુખાવામાં પણ રાહત મળે છે.
હાડકા ને મજબૂત કરે છે
અડદની દાળ માં મેગ્નેશિયમ, આયરન, ફોસ્ફરસ, કેલ્શિયમ, અને પોટેશિયમ ની માત્રા સારા એવા પ્રમાણ માં હોય છે. આ વધ તત્વો હાડકા ને મજબૂત બનાવવામાં ખુબ જ મદદ કરે છે.
અડદ ની દાળ ડાયાબીટીશ માં ફાયદેમંદ છે
અડદ ની દાળ માં ફાઈબર સારી એવી માત્રામાં હોય છે. ફાઈબર આપણી પાચનશક્તિ સારી બનાવે છે. આપણા શરીર માં શુગર નું લેવલ અને ગ્લુકોઝ ના સ્તર ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
અડદની દાળનું સેવન કરવાના નુકસાનો
અડદની દાળ માં રહેલા પૌષ્ટિક ગુણો આપણને ખુબજ ફાયદો આપે છે પરંતુ જો તેનો વધારે પ્રમાણ માં સેવન થઇ જાય તો તે નુકસાન પહોચાડી શકે છે.
પથરી ની સમસ્યા વાળા દર્દીઓએ અડદની દાળ નું સેવન ઓછું કરવું જોઈએ.
ગઠીયા વા ના દર્દીઓએ પણ અડદ ની દાળ નું સેવન ઓછું કરવું જોઈએ.
અડદની દાળ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્ન
અડદ ની દાળ ને અંગ્રેજીમાં black gram અને Vigna Mungo કહેવાય છે.
અડદ ની દાળ વાત ઓછો કરે છે, શક્તિવર્ધક છે, વજન વધારે છે, રક્તપિત્ત ના પ્રકોપને ઓછો કરે છે, પેશાબ સબંધી સમસ્યા દૂર કરે છે.
૧૦૦ ગ્રામ અડદ ની દાળમાં ૨૫ ગ્રામ પ્રોટીન મળે છે સાથે સાથે ૩૪૧ કેલેરી, ૩૮ મીલીગ્રામ સોડીયમ, ૫૯ ગ્રામ કાર્બોહાઈડ્રેટ મળી રહે છે.
આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી adad ni dal na fayda/Vigna mungo benefits in Gujarati આપ સૌ ને પસંદ આવી હશે
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
મસૂર ની દાળ ના ફાયદા | Masur ni Dal na fayda
દાંત ના દુખાવા નો ઈલાજ | દાંતની સફાઈ કરવાની રીત | દંતમંજન બનાવવાની રીત
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે