અળવી ના ફાયદા | અળવી ના પાન ના ફાયદા | Advi na pan na fayda in Gujarati

અળવી ના ફાયદા - અળવી ના પાન ના ફાયદા - advi na pan na fayda - taro leaves benefits in gujarati
Advertisement

અળવી ગરમ ઋતુનો પાક છે. તે ઉનાળા તેમજ ચોમાસામાં થાય છે, અળવી માં અનેક જાતો થાય છે પરંતુ બધી અળવી માં કાળી અળવી સારી મનાય છે. કેટલીક અળવી ને મોટા અને કેટલીક અળવી ને નાના કંદ આવે છે. જેની અલગ અલગ પ્રકાર ની અનેક વાનગીઓ બને છે. અળવી ના કોઈપણ જાતના શાકને કાચું ખાવું જોઈએ નહિ. તો ચાલો જાણીએ અળવી ના ફાયદા , અળવી ના પાન ના ફાયદા, advi na pan na fayda

અળવી ના ફાયદા | Advi na fayda

વાળ ખરવા, વાળ રુક્ષ થઇ જવા આ બધી સમસ્યા સામાન્ય થઇ ગઈ છે, જો તમે તેનાથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો અળવી ના કંદ ને પીસી ને તેનો રસ નીકાળી ને તેને વાળ માં લગાવવો અને તેનાથી માલીશ કરો આમ કરવાથી ખરતા વાળ બંધ થઇ જશે.

ઘણી વ્યક્તિઓને માથામાં દુખાવાની શિકાયત કાયમ રહેતી જ હોય છે તેને દૂર કરવા માટે અળવી ના કંદ ના રસ માં છાશ મિલાવીને પીવાથી માથાના દુઃખાવામાં રાહત મળે છે.

Advertisement

કાનમાં થી લોહી નીકળવું અથવા કાન માં સતત દુખાવો રહેતો હોય તો અળવી નો ઉપયોગ કરી શકાય છે. અળવી ના પાંદ ના ૧-૨ ટીપા કાન માં નાખવાથી અવશ્ય રાહત થાય છે.

અળવી ના પાંદ અને તેના કંદ નું શાક બનાવીને ખાવાથી અનિદ્રા ની સમસ્યા માંથી છુટકારો મળી શકે છે.

કબજીયાત ની સમસ્યા માં અળવી ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. અળવી ના કંદ નો ઉકાળો બનાવી ને પીવાથી કબજિયાત માંથી છુટકારો મળી શકે છે.

શારીરિક કમજોરી વાળી વ્યક્તિઓએ અળવી ના કંદ નું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. અળવી ના નાના નાના કંદ ને સેકીને તેનું શાક બનાવીને ખાવાથી શરીર સ્વસ્થ રહે છે.

અળવી ના પાંદડા નો જ્યુસ બનાવીને તેમાં તજ, એલચી, અને આદું નો રસ મિલાવીને પીવાથી ભૂખ વધારે લાગે છે.

હાઈ બ્લડ પ્રેશર માં અળવી નો ઉપયોગ કરવો લાભકારી સાબિત થઇ શકે છે.

અળવીના પાંદડા નો ઉકાળો બનાવીને પીવાથી ઝાડા ની સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો.

અળવી ના કંદ માં ટેનિન નામનું તત્વ હોય છે જે ડાયાબીટીશ ના દર્દીઓ માટે ખુબ જ સારું માનવામાં આવે છે માટે જ ડાયાબીટીશ ના રોગીઓએ અળવી નું સેવન અવશ્ય કરવું જોઈએ.

અળવી ના પાન ના ફાયદા | Advi na pan na fayda

અળવી ના પાન માં પ્રોટીન, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, સોડીયમ, અને થોડા પ્રમાણ માં વિટામીન એ પણ હોય છે.

અળવી ના સેવનથી પેશાબ પુષ્કળ પ્રમાણ માં થાય છે, તેમજ કફ અને વાયુની વૃદ્ધી થાય છે. અળવી ના પાન નો રસ ત્રણ દિવસ લેવાથી પેશાબ માં થતી બળતરા મટે છે.

અળવીના કુણા પાન નો રસ જીરાની ભૂકી મેળવીને આપવાથી પિત્તપ્રકોપ મટે છે.

અળવી નું  શાક ખાવાથી સ્ત્રીઓનું ધાવણ વધે છે, તેના પાનનું શાક રક્તપિત્ત ના રોગીઓ માટે સારું છે.

અળવી ના દાંડા સાથેના પાન બાફી, તેનું પાણી કાઢી, તેમાં ઘી મેળવી, ત્રણ દિવસ લેવાથી વાયુનો ગોળો મટે છે.

અળવીના પાંદડા ફાઈબર થી ભરપૂર હોય છે. તેથી પાચનતંત્ર ને સ્વસ્થ રાખવા માટે તેનું સેવન કરવું ખુબ જ લાભકારી સાબિત થાય છે. તેમાં રહેલું ફાઈબર મળ વધારે છે અને આતરડા ની પ્રક્રિયા ને સામાન્ય બનાવે છે.

અળવી ના પાંદમાં વિટામીન ઈ ભરપૂર માત્રા માં હોય છે, જેને કારણે તે આંખોની સાથે શરીર ના અન્ય અંગો ને પણ ફાયદો પહોચાડે છે.

અળવી ના પાંદડા માં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ જરા પણ હોતું નથી અને ફેટ માત્ર ૧% જ હોય છે. અળવી ના પાંદડા માં રહેલું મેથીયોનીન અને ફાઈબર કોલેસ્ટ્રોલ ને વધવા દેતા નથી.

આપણા શરીર માં આયરન નું પ્રમાણ ખુબ જ સારું હોવું જોઈએ કારણ કે તે આપણા શરીરમાં લાલ રક્ત કણ ને બનાવવામાં મદદ કરે છે. જો શરીર માં તેની ઉણપ થઇ જાય તો એનીમિયા નામનો રોગ થઇ શકે છે અને અળવી ના પાંદ માં આયરન ની માત્રા સારા એવા પ્રમાણ માં હોય છે, જે એનીમિયા સામે લડવામાં રક્ષણ પૂરું પાડે છે.

અળવી ના પાંદડા માં એમીનો એસીડ અને થ્રે ઓનીન ભરપૂર માત્રા માં હોય છે. આ બન્ને તત્વો ત્વચામાં કોલેઝોન અને ઇલાસ્ટીન બનવવામાં મદદ કરે છે માટે જ અળવી ના પાંદડા નો  નિયમિત રીતે સેવન અને ઉપયોગ કરવાથી ત્વચા ને રક્ષણ મળે છે અને કરચલીઓ જલ્દી થી પડતી નથી.

અળવી ના પાંદડા માં કેલેરી ની માત્રા ખુબ જ ઓછી હોય છે માટે જ વજન ઘટાડવા ઈચ્છુક વ્યક્તિઓએ અળવી ના પાંદ નું સેવન કરવું જોઈએ.

જયારે કોઈપણ ઘાવ સુકાતો ના હોય અને જલ્દી રૂઝ વળતી નથી તો અળવી ના પાંદ નો રસ કાઢીને તેને ઘાવ પર લગાવવાથી તે ઝડપ થી સુકાઈ જાય છે.

અળવી ના પાન ના નુકસાન

જો અળવી ના પાંદ ને સારી રીતે પકવી ને ખાવામાં ના આવે તો તે નુકસાન કરી શકે છે.

અમુક વ્યક્તિઓને તેનું સેવન કરવાથી એલર્જી થઇ જાય છે અને અમુક ને શરીર પર સોજા અવી જાય છે તો તેવી વ્યક્તિએ અળવી ના પાંદડા નું સેવન કરવું નહિ.

અળવી ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

શું અળવી ખાવાથી કોઈ નુકસાન થઇ શકે?

આમ તો અડવી નું સેવન કરવાથી કોઈજ પ્રકાર નું નુકસાન નથી થતું, છતાં પણ તેનું યોગ્ય માત્રા માં સેવન કરવું જોઈએ. નહિતર ગેસ અને અપચા ની સમસ્યા થઇ શકે છે.

અળવી સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદેમંદ છે?

અળવીમાં ફાઈબર, કેલ્શિયમ, વિટામિન્સ અને સ્ટાર્ચ વગેરે સારા એવા પ્રમાણ માં મળી રહે છે. તેમાં પ્રોટીન ની માત્રા પણ હોય છે. માટે અળવી નું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે.

અળવી ને અંગ્રેજી માં શું કહેવાય છે?

અળવી ના કંદ ને અંગ્રેજી માં ‘TARO ‘ અથવા ‘ TARO PLANT ‘ તરીકે ઓળખવામાં આવે છે

Advi na pan in English – અળવી ના પાન ને અંગેજી મા શું કહેવાય છે?

અળવી ના પાન ને અંગ્રેજી મા ‘TARO LEAVES’  કહેવાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નાગરવેલના પાન ના ફાયદા | નાગરવેલના પાન ના ઘરેલું ઉપચારો | Nagarvel na pan na fayda in Gujarati

અજમાના પાન ના ફાયદા અને ઘરેલું ઉપચારમા ઉપયોગ કરવાની રીત | Ajma na pan na fayda in Gujarati

જાંબુના પાન ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ | Jambu na pan na fayda in Gujarati

અડદની દાળ ના ફાયદા નુકશાન અને ઘરેલું ઉપચાર | adad ni dal na fayda | Vigna mungo benefits in Gujarati

ગરમ પાણી પીવાના ફાયદા | ગરમ પાણી પીવાની રીત | Garam pani na fayda | health benefits of drinking Hot water in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement