આજ ના આર્ટીકલ ની અંદર અમે અઘેડા વિશે માહિતી લાવ્યા છીએ જેમાં અઘેડા ના ફાયદા અને અઘેડા નો ઉપયોગ ઘરેલું ઉપચારમા કરવાની રીત, અઘેદાનું રસાયણિક વિશ્લેષણ, અઘેડા નો ઉકાળો બનાવવાની રીત જણાવીશું, agheda na fayda, apamarga plant benefits in gujarati.
અઘેડો | Aghedo | Apamarga
આયુર્વેદમાં અઘેડા ની ગણના એક અત્યંત જ પ્રભાવશાળી છોડ માં કરવામાં આવે છે. આ છોડ ઠંડી પ્રકૃતિ વાળું છે. આ નાનો છોડ સર્વત્ર જગ્યાએ જોવા મળે છે. સીધી ડાળી ઉપર તેના બીજ થાય છે. અઘેડાને હિન્દીમાં અપામાર્ગ, લટજીરા, ચિરચીરા, ચીચડા વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આપણા ઘરની આસપાસ જંગલમાં કે ઘાસ વાળા મેદાન માં અઘેડા ના છોડ ઉગેલા જોવા મળે છે. પરંતુ આપને તેના ઔષધીય પ્રયોગો વિષે જાણકારી ના હોવાને કારણે ઉપયોગ કરતા હોતા નથી. આ એક જડીબુટ્ટી છે અને તેના અનેક ઔષધીય ગુણો છે.
વર્ષાઋતુની શરૂઆતમાં આ છોડ ઉગી નીકળે છે. શિયાળામાં તેમાં ફૂલ આવે છે અને ઉનાળામાં તે પૂર્ણ રીતે વિકાસ પામી જાય છે. તેના ફૂલ ગુલાબી રંગના કળીઓથી ભરપુર હોય છે. તેની અંદરના જે બીજ હોય છે તે ચોખાના દાણા જેવા હોય છે. તેને અઘેડા ના તંદુલ કહે છે. તેના પાંદડા સાવ જ નાના નાના હોય છે. અઘેડા ના બે પ્રકાર જોવા મળે છે. સફેદ અઘેડો અને લાલ અઘેડો.
અઘેડાનું રસાયણિક વિશ્લેષણ :-
અઘેડા ની રાખમાં ૧૩% ચૂનો, ૪% આયરન, ૩૦૫ ક્ષાર, ૨%મીઠું, ૨% ગંધક મળી રહે છે. તેના પાંદડા ની રાખનું તુલનામાં તેના છોડ ના મૂળ ની રાખમાં આ બધા તત્વો વધારે મળી રહે છે.
અઘેડા નું સેવન કરવાની માત્રા :-
મૂળ અને બીજ :- ૬ ગ્રામ થી ૧૦ ગ્રામ
રાખ ની માત્રા :- ૫ થી ૧૫ રત્તી
ક્ષાર ની માત્ર :- ૨ થી ૪ રત્તી
અઘેડા નો ઉકાળો બનાવવાની રીત :-
અઘેડા ના ૨૫ગ્રામ પંચાંગ ને લઈને ૪૦૦એમએલ પાણીમાં અડધા કલાક સુધી ઉકાળવું અને પછી તેને દબાવીને રસ કાઢી લેવો એ જે રસ નીકળે છે તેને ઉકાળા સ્વરૂપે સેવન કરવું. આં ઉકાળો પથરી માં ખુબ જ લાભકારી છે. શરીર પર સોજા ચડી ગયા હોય ત્યારે પણ આ ઉકાળો પીવો ફાયદેમંદ છે. ઝાડા થઇ ગયા હોય ત્યારે શરૂઆતમાં જ તેના ઉકાળામાં મધ નાખીને લેવાથી લાભ થાય છે.
તો ચાલો આવી દિવ્ય જડીબુટ્ટી ના ઘરેલું ઉપચારો વિષે જાણકારી મેળવીએ
અઘેડા ના ફાયદા અને અઘેડા નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | agheda na fayda | apamarga plant benefits in gujarati
દાંતના રોગોમાં અઘેડા નો ઉપયોગ :-
અઘેડા ના પાંદડા લઈને તેનો રસ કાઢીને તેમાં રૂં બોળીને રાખી લો, દુખતા દાંત કે દાઢ પર આ રૂ નું પૂમડું મૂકી રાખો, અવશ્ય લાભ થાય છે.
અઘેડા ની ડાળખી નું દાંતન કરવાથી દાંતના સર્વ પ્રકારના દુખાવા મટી જાય છે, જો તાજું દાતણ ના મળે તો સૂકેલી ડાળીને પાણીમાં પલાળીને પછી દાતણ કરી શકાય છે. આ દાતણ કરવાથી દાંત મજબૂત થાય છે, મોઢામાંથી દુર્ગંધ આવતી નથી દાત નું હલવું બંધ થઇ જાય છે.
ચામડીના રોગમાં અઘેડા નો ઉપયોગ:-
ચામડીના દરેક રોગમાં અઘેડા નો ઉપયોગ અત્યંત ફાયદેમંદ સાબિત થાય છે. તેના પાંદડાને પીસીને ચામડી પર લગાવવાથી ફોડલીઓ મટી જાય છે.
મોઢાના ચાંદા ની સમસ્યા મા અઘેડા ના ફાયદા અને ઉપયોગ | Modhana chnda ma agheda na fayda :-
મોઢામાં ચાંદા પડ્યા હોય તો, અઘેડાના પાંદડા નો ઉકાળો બનાવીને તેના કોગળા કરવાથી ફાયદો થાય છે.
વારંવાર ભૂખ લાગવા ની સમસ્યા મા અઘેડા નો ઉપયોગ :-
વારંવાર અથવા વધારે ભૂખ લાગવી એ પણ એક રોગ છે. તેને ભસ્મક રોગ કહે છે. અઘેડા ના બીજના ૩ ગ્રામ ચૂર્ણને દિવસમાં ૨-૩ વાર એક અઠવાડિયા સુધી સેવન કરવાથી વધારે પડતી ભૂખ લાગવાની સમસ્યા અવશ દૂર થઇ જશે.
અઘેડાના બીજને પીસીને ખીર બનાવીને સેવન કરવાથી પણ ફાયદો થાય છે.
અઘેડાના બીજ ખાવાથી પણ ફાયદો થાય છે.
આંખના દર્દમાં અઘેડા ના ફાયદા અને ઉપયોગ | Aankh na dardo ma agheda na fayda :-
અઘેડાના મુળિયા ને ૨ગ્રામ લઈને તેનો રસ કાઢી લો. તેમાં ૨ચમચી મધ મિલાવીને તેના બે-બે ટીપાં આંખમાં નાખવાથી ફાયદો થાય છે.
આંખમાંથી પાણી પડવું, આંખ સુજી જવી, આંખો લાલ થઇ જવી, વગેરે સમસ્યામાં અઘેડા નો ઉપયોગ કરવો ફાયદેમંદ સાબિત થાય છે.
ઘાવ/જખમ પર અઘેડા નો ઉપયોગ :-
અઘેડા ના પાંદડા ને હાથમાં મસળીને રસ કાઢીને વાગ્યા પર લગાવવાથી લોહી નીકળતું તરત જ બંધ થઇ જશે. તેના મૂળ ને તલના તેલમાં પકાવીને તેલ ગાળી લો. હવે ઘાવ કે જખમ પર લગાવવાથી આરામ મળે છે.
ઘાવ ખુબ જ જુનો થઇ ગયો છે અને મટતો નથી ત્યારે અઘેડા ના ૫૦ગ્રામ બીજ લઈને તેમાં તેના ચોથા ભાગનું મધ મિલાવીને એકદમ સારીરીતે પકાવી લો. ઠંડુ થઇ જાય એટલે આ મલમ લગાવવાથી ખુબ જ રાહત મળે છે.
તેના મુળિયા નો ઉકાળો બનાવીને જખમ ધોવાથી પણ ફાયદો થાય છે.
સ્વાશની બીમારીમાં અઘેડા ના ફાયદા અને ઉપયોગ | swas ni samsya ma agheda na fayda:-
દમના રોગીઓએ અઘેદાનો પ્રયોગ અને ઉપયોગ અવશ્ય કરવો જોઈએ, અઘેડાના ૮-૧૦ સુકા પાંદડા લઈને તેનો ધુમાડો લેવાથી શ્વાસની બીમારીમાં લાભ થાય છે.
દરેક પ્રકારની ઉધરસમાં અઘેડા નો ઉપયોગ :-
અઘેડાના ક્ષારમાં મધ મિલાવીને સવાર-સાંજ ચાટવાથી શ્વાસનદીમાં અને છાતીમાં કફ જામી ગયો હોય તો તે નીકળી જાય છે. બાળકોને આ દવા ખુબ જ અસર કરે છે.
ઉધરસ થઇ ગઈ છે અને કફ થઇ ગયો છે ત્યારે અઘેડાનો ૧૨૫ થી ૨૫૦ મિલીગ્રામ ક્ષાર અને તેના જેટલી જ ખાંડ લઈને ૫૦ મિલી નવશેકા પાણીમાં નાખીને હલાવી લો. સવાર-સાંજ આ પાણી પીવાથી ફક્ત ૭ દિવસમાં જ ઉધરસ મટી જાય છે.
અઘેડાના ૮-૧૦ સુકા પાંદડાને તેને બાળીને ધુમાડો લેવાથી ઉધરસમાં ફાયદો થાય છે.
અઘેડા ના મુળિયાને સુકવી તેનું ચૂર્ણ બનાવી લો. તેમાં કાળા મરીનો ભુક્કો નાખીને સવાર-સાંજ સેવન કરવાથી ઉધરસમાં ફાયદો થાય છે.
તાવમાં અઘેડા ના ફાયદા અને ઉપયોગ | Tav ma agheda na fayda:-
અઘેડાના ૧૦-૨૦ પાંદડા લઈને તેમાં ૫ થી ૧૦ કાળા મરી અને ૧૦ ગ્રામ લસણ લઇ તેને પીસીને નાની ગોળીઓ બનાવી લો. અમથી એક-એક ગોળી સવાર સાંજ લેવાથી તાવ ઝડપ થી ઉતરી જાય છે.
કોલેરામાં ફાયદેમંદ છે અઘેડો :-
અઘેડાના મુળિયા ૨-૩ ગ્રામ લઈને તેને સુકવીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને દિવસમાં ૨-૩ વાર ઠંડા પાણી સાથે લેવાથી કોલેરામાં અત્યંત ફાયદો થાય છે.
અઘેડાના ચાર થી પાંચ પાંદડા લઈને તેનો રસ કાઢી લો. તેમાં પાણી અને ખાંડ મિલાવીને સેવન કરવાથી લાભ થાય છે.
પેટના દર્દોમાં અઘેડા નો ઉપયોગ:-
અઘેડાના પંચાંગ ને ૨૦ ગ્રામ જેટલું લઇ લો. તેમાં ૪૦૦ મિલી પાણી મિલાવીને પકાવો. જયારે પાણી નો ચોથો ભાગ વધે ત્યારે તેમાં ૫૦૦ગ્રામ નૌસાદર ચૂર્ણ અને ૧ગ્રમ કાળા મરીનો ભુક્કો મિલાવી લો. અ મિશ્રણ ને દિવસમાં ત્રણ વાર સેવન કરવાથી પેટના દુખાવામાં રાહત મળે છે અને પેટ ની બીજી અનેક સમ્સ્યોમાંથી પણ છુટકારો મળે છે.
અઘેડાના મૂળ ના ૨ ગ્રામ ચૂર્ણને મધ સાથે મિલાવીને સેવન કરવાથી પેટના દર્દો દૂર થાય છે.
હરસ-મસા ની સમસ્યામા અઘેડા ના ફાયદા અને ઉપયોગ:-
અઘેડાના પાંદડા અને કાળા મરીને પાણી નાખીને પીસી લો. પછી તેને ગાડીને સવાર-સાંજ સેવન કરવાથી હરસ માં લાભ થાય છે.
અઘેડાના બીજળા ને કુટીને બારીક ચૂર્ણ બનાવી લો, હવે તેના ચૂર્ણ ના સરખા ભાગે જેટલી જ સાકર મિલાવી લો, આ મિશ્રણ ને સવાર-સાંજ ૩-૬ગ્રામ ની માત્રામાં સેવન કરવાથી લાભ થાય છે.
ચોખાના ઓસામણમાં ૧૦-૨૦ગ્રામ અઘેડા ના મુળિયા ના ચૂર્ણ ને મિલાવીને ગાળી લો, પછી તેમાં બે ચમચી મધ નાખીને પીવાથી પિત્તજન્ય અથવા કફના વિકાર થી જે હરસ થયા હોય છે તે મટી જાય છે.
પથરીમાં અઘેડાનો ઉપયોગ :-
અઘેડાના મુળિયા પાણીમાં નાખીને પીસી લો. તે પાણી પીવાથી પથરીની બીમારીમાં ખુબ જ લાભ થાય છે.
રસોળી ના ઈલાજ મા અઘેડા નો ઉપયોગ :-
૧૦ગ્રામ અઘેડાના તાજા પાંદડા લઈને તેને પાણીમાં થડીવાર ઉકાળીને ઠંડુ થાય એટલે ગાળી લો. હવે તેને ગાયના દૂધમાં નાખીને પીવાનું રાખવું. દરરોજ સવારે પીવાનું. આમ સતત સાત દિવસ સુધી કરવાથી રસોળી મટી જાય છે.
કોઢના રોગમાં અઘેડા ના ફાયદા અને ઉપયોગ :-
અઘેદાની ભસ્મ ને સરસીયા તેલમાં મિલાવીને લગાવવાથી સફેદ ડાઘ દૂર થઇ જાય છે.
અઘેડા ના રસમાં મૂળા ના બીજ મિલાવી તેનો લેપ કરવાથી પણ ફાયદો થાય છે.
અધાશીશીના દુખાવામાં અઘેડા નો ઉપયોગ :-
અઘેડાના બીજના ચૂર્ણ ને માત્ર સુંઘવાથી આધાશીશી નો દુખાવો મટી જાય છે.
અઘેડા ના બીજ ને સુંઘવાથી માથામાં કફ ભરાઈ ગયો હોય તો તે પણ પાતળો થઈને નાક વાટે બહાર નીકળી જાય છે.
કાનની બહેરાશ ની સમસ્યામા અઘેડા ના ફાયદા અને ઉપયોગ:-
અઘેડાના તાજા કાપેલા મુળિયા લઈને તેનો રસ કાઢી લો. હવે તેમાં તેની સરખી માત્રામાં તલનું તેલ મિલાવીને થોડીવાર પાવો. જયારે ફક્ત તેલ જ બાકી રહે ત્યારે ઠંડુ કરી ગાળી બોટલમાં ભરી લો. આ તેલ ને થ્ડું નવશેકું કરી કાનમાં તેના ૨-૩ ટીપાં નાખવા. કાનની બહેરાશ થોડા જ દિવસોમાં દૂર થઇ જાય છે અને કાન્માંરસી થઇ હોય તો તે પણ મટી જાય છે.
અઘેડા ના ક્ષારને લઈને અને તેના પાંદડા બન્ને ને સાથે પીસીને પેસ્ટ બનાવી લો. તેમાં ચાર ગણું તલનું તેલ મિલાવીને ઉકાળો, આ તેલના ટીપાં કાનમાં નાખવાથી પણ ખુબ જ ફાયદો થાય છે.
સાંધાના અનેક દુખાવામાં અઘેડા નો ઉપયોગ:-
અઘેડા ના પાંદડા લઈને તેને ગરમ કરી લો. ગરમ પાંદડાને ઘુટણ પર બાંધવાથી દુખાવામાં રાહત મળે છે.
અઘેડાના મુળિયા લઈને તેને પીસીને લગાવવાથી પણ ફાયદો થાય છે.
તેના મુળિયા નો ઉકાળો બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે.
અઘેડા ને સંબંધિત લોકો ને મુજ્વતા કેટલાક પ્રશ્નો
ગુજરાતી મા તેને અઘેડા ના નામે ઓળખવામાં આવે છે
અઘેડા નો છોડ ઠંડી પ્રકૃતિ વાળું છે
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
એસીડીટી ના કારણો | એસીડીટી નો ઘરગથ્થું ઉપચાર | acidity home remedies in gujarati
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે