આ આર્ટીકલ ની અંદર માહિતી મેળવો અજમો ના ફાયદા, અજમાનો ઉપયોગ, અજમાના ઘરેલું ઉપાય, અજમાના ઘરેલું નુસખા, અજમાના નુકસાન ,અજમા ના ફાયદા, ajma na fayda,ajma na gharelu upay, ajma na gharelu nuskha.
અજમો ના ફાયદા – Ajma na fayda
ઘરગથ્થું ઔષધી તરીકે અજમા નો ઉપયોગ પ્રાચીનકાળ થી ભારત માં થતો આવ્યો છે, ઇન્દોર અને દક્ષિણ હૈદરાબાદમાં તેનું મોટા પ્રમાણ માં વાવેતર થાય છે, ગુજરાત માં પણ તેનું વાવેતર થાય છે.
અજમા ના બીજ માં ૫% તેલ હોય છે, આ તેલ ને બરફ જેટલી ઠંડી આપીને થીજવી ઘન બનાવાય છે તેને અજમાના ફૂલ કહે છે. અજમાનો મુખ્ય ગુણ તો તેના આ તેલની અંદર રહેલો છે.
Ajmo – અજમો સડો અટકાવનાર તમામ ઔષધિઓમાં શ્રેઠ છે. તેથી જ અજમાને પાણીમાં ઉકાળી, એ પાણી થી ઘા વાગ્યો હોય તે ભાગ ધોવાથી રાહત થાય છે.
અજમો ખાવાના ફાયદા
અજમાના પાન નું શાક પણ બનાવવામાં આવે છે. આ શાક સ્વાદમાં થોડું તીખું અને કડવું લાગે છે પણ તે ગેસ અને કફ ને જલ્દી થી મટાડી દે છે.
Ajma na fool – અજમાના ફૂલ પણ ઉત્તમ, સડો અટકાવનાર,જંતુનાશક છે. અજમાના ફૂલનું સેવન કરવાથી આતરડામાં થતા કૃમીઓનો વધારો અટકી જાય છે.Ajma na fayda
અજમના ની ફાકીનું સેવન કરવાથી શરદી અને ઉધરસ મટે છે. ઠંડી થી આવેલા તાવ માં અજમો શ્રેઠ ઉપચાર સાબિત થાય છે. આ તાવમાં અજમો ખવડાવવાથી ઠંડીનું જોર નરમ પડે છે, પરસેવો વળે છે અને તાવ ઉતરે છે.
અજમાના ઘરેલું ઉપાય
ડુંગળીનો રસ અને અજમો વાટી મિક્ષ કરી શરીરે લગાવવાથી શરદીમાં પરસેવો વળી શરદી મટી જાય છે.
એક ભાગ અજમો, એક ભાગ મરી અને ત્રણ ભાગ ગળો વેલ લઇ રાત્રે પાણીમાં પલાળીને સવારે પીસીને ગાળીને પીવાથી તાવ માં ફાયદો થાય છે.
પીપળીમૂળ, અરડુસી અને ખસખસ નો ઉકાળો કરી તેમાં પીસેલો અજમો નાખી પીવાથી કફની ઉધરસ મટે છે.
Ajma na fool – અજમાના ફૂલ ને દિવસમાં ત્રણ વાર ઘી અને મધ સાથે મિલાવીને લેવાથી પણ કફ ઓછો થાય છે ઉધરસ મટે છે.
અજમાના ઘરેલું નુસખા
અજમો ગરમ પાણી સાથે પીવાથી શ્વાસ નો હુમલો શાંત થાય છે. અજમા ને તવી પર ગરમ કરી તેમાં અજમા સરખું સિંધા નમક નાખી પીસીને ચૂર્ણ જેવું બનાવવું. તેમાંથી દરરોજ અડધી ચમચી જેટલું ચૂર્ણ દરરોજ લેવાથી ગેસની તકલીફ દૂર થાય છે.
- Ajmo – અજમો અને ગોળ ખાવથી શીળસ મટે છે. અજમો પ્રસુતા સ્ત્રીઓને ખવડાવવાથી તેઓની ભૂખ ઉઘડે છે, ખોરાક પચી જાય છે, અને કમર ના દુખાવામાં રાહત થાય છે.
અજમાના પાંદ ને સારી રીતે ધોઈને રસ કાઢીને એક એક કલાકના અંતરે આપવાથી કોલેરા માં ફાયદો થાય છે.
અજમાનો ઉપયોગ જો સંધિવામાં સાંધા જકડાઈ ગયા હોય તો તેના પર અજમાના તેલની માલીશ કરવી અને અજમને પીસીને તેનો લેપ પણ લગાવી શકાય છે.
Ajma na gharelu upay
અજમો જેમ બને તેમ નવો જ લેવો કારણકે અજમો જુનો થતા તેમાં રહેલું તેલ ઉડી જાય છે. અને અજમાનો મુખ્ય ગુણ તો તેમાં રહેલા તેલની અંદર હોય છે.
અજમો ના ફાયદા – જો તમે પણ કીડની ની સમસ્યાથી પરેશાન છો તો ૩ ગ્રામ અજમા ના ચૂર્ણ ને સવાર-સાંજ ગરમ દૂધ સાથે સેવન કરવાથી કીડની ની સમસ્યામાં ફાયદો થાય છે.
જો કોઈને પેશાબની સમસ્યા છે તો ૨ થી ૪ ગ્રામ અજમાને ગરમ પાણી સાથે પીવાથી પેશાબ ને લગતી સમસ્યા માંથી છુટકારો મળે છે,Ajma na fayda.
૧૦ ગ્રામ અજમો અને ૫૦મિલિ તલ નું તેલ લઇ ને થોડીવાર ઉકળવા દો, પછી ગરણી ની મદદથી ગાળી લો, આ તેલ ને નવસેકું ગરમ કરીને ૨-૨ ટીપાં કાન માં નાખવાથી કાન માં થતો દુખાવો મટી જાય છે.
Ajma na gharelu nuskha
આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે નાના બાળકો પેટના દુખાવા થી પરેશાન રહેતા હોય છે. ત્યારે તમે ૫૦૦મિલિગ્રામ અજમાનું ચૂર્ણ લઈને તેટલું જ સિંધા નમક નાખીને બાળકને નવસેકા પાણી સાથે આપવાથી રાહત થાય છે.
અજમાને બારીક પીસીને તેમાં થોડી હિંગ મિક્ષ કરીને થોડુક પાણી નાખીને લેપ જેવું બનાવી લો. આ પેસ્ટ ને આ લેપને પેટ પર લગાવવાથી પેટનું ફૂલી જવું, પેટમાં ગેસ થઇ જવો વગેરે સમસ્યામાંથી તરત લાભ થાય છે.
અજમો ના ફાયદા વજન ઘટાડવા માટે પણ ઉપયોગી
વજન ઘટાડવા માટે પણ અજમો ઉપયોગી થાય છે, અજમાનું પાણી પીવાથી શરીર માં મેટાબોલીઝ્મ વધે છે અને જેનાથી વધારાની ચરબી ઓછી થઇ જાય છે. અજમા ને એક ગ્લાસ પાણી માં આખી રાત પલાળી ને રાખો, સવારે તેમાં મધ નાખીને પીવાથી ફાયદો થાય છે.
અજમો ના ફાયદા સોજા અને દુખાવામાં
જો તમારા દાંત ના પેઢામાં સોજા આવી ગયા છે તો, નવસેકા પાણી માં અજમાના તેલના ૨ ટીપાં નાખીને કોગળા કરવાથી ફાયદો થાય છે. અથવા અજમા ને પીસીને પાવડર બનાવીને તેનાથી બ્રશ કરવાથી પણ ફાયદો થાય છે.
કમરના દુખાવામાં, પીઠ ના દુખાવામાં પણ તમે અજમાનો ઉપયોગ કરી શકો છો. રોજ અજમાના તેલની માલીશ કરવાથી અવશ્ય ફાયદો થશે. સાથે સાથે રોજ એક ચમચી અજમો ખાવાથી પણ ફાયદો થાય છે.
અજમાના નુકસાન
અજમાનો ઉપયોગ દિવસ દરમિયાન ફક્ત ૧૦ ગ્રામ જેટલુજ કરવો હિતાવહ છે. વધારે પડતું સેવન મોઢામાં ચાંદા, પેટમાં બળતરા, વગરે જેવી સમસ્યા થઇ શકે છે.
પેટમાં અલ્સર, આંતરિક રક્તસ્ત્રાવ, જેવા રોગીઓએ અજમાનું સેવન કરવું જોઈએ નહિ.
અજમા ને લગતા કેટલાક પ્રશ્નો
અજમા ની તાસીર ગરમ હોય છે.આમ તો અજમાના ફાયદાઓ અનેક છે પરંતુ ગરમ તાસીર ને કારણે ક્યારેક તે નુકશાન પહોચાડી શકે છે
અજમાનું સેવન કરવાનો સૌથી શ્રષ્ઠ સમય સવાર નો છે, તમે દરોજ સવારે એક નાની ચમચી અજમો લઇ તેન ચાવી જશો તો અનેક લાભ મેળવી શકશો,સવારે નાસ્તા ના અડધા કલાક પહેલા તેનું સેવન કરવું જોઈએ
હા , અજમાનું નું પાણી તમને ગેસ ની સમસ્યા મા ફાયદાકાક સાબિત થશે.
અજમાને અંગ્રેજીમાં ‘ carom seeds ‘ કહેવાય છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
અજમાના પાન ના ફાયદા | અજમાના પણ ના ઘરેલું ઉપાય | ajma na pan na fayda
અજમાનું પાણી બનાવવાની રીત | અજમાના પાણી ના 11 ફાયદા
ધાણા ના ફાયદા | ધાણા નું પાણી ખાલી પેટે પીવાના ફાયદા | dhana na fayda
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે