આપણે ઘરે આલુ મેથીના પરોઠા બનાવવાની રીત – Aloo methi na protha banavani rit શીખીશું. ઠંડી ની ઋતુ માં લીલી મેથી માર્કેટ માં ખૂબ સરસ મળતી હોય છે, do subscribe Rita Arora Recipes YouTube channel on YouTube If you like the recipe , સાથે મેથી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આજે આપણે તેનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી પરાઠા બનાવતા શીખીશું. આ પરાઠા ખૂબ જ સરળતાથી બની જાય છે. સવારે નાસ્તા માં તમે ચાય સાથે કે અથાણાં સાથે ખાઈ શકો છો. ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે. સાથે નાના મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી આલું મેથી ના પરાઠા બનાવતા શીખીએ.
આલુ મેથીના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- લીલી મેથી 100 ગ્રામ
- ઘઉં નો લોટ 2 કપ
- બેસન 2 ચમચી
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- લાલ મરચું પાવડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાવડર 1 ચમચી
- હિંગ 1 ચપટી
- અજમો ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- ખસ ખસ 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા ¼ કપ
- બાફેલા બટેટા 2
- દહી ½ કપ
- પાણી જરૂર મુજબ
- તેલ 2 ચમચી
- ઘી
આલુ મેથીના પરોઠા બનાવવાની રીત
આલુ મેથી ના પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં લીલી મેથી ના પાન ને ધોઈ ને સાફ કરી લ્યો.
ત્યાર બાદ એક કથરોટ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં બેસન નાખો. હવે તેમાં આદુ ની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, હિંગ અને હાથ થી મસળી ને અજમો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં, ખસ ખસ, બે ચમચી તેલ, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને લીલી મેથી નાખો. હવે તેમાં દહી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખો અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ લોટ પર તેલ લગાવી તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
ત્યાર બાદ ફરી થી લોટ ને ગુંથી લ્યો. ત્યાર બાદ તેના એક સરખા લુવા બનાવી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેમાં કોરો લોટ લગાવી તેનો પરાઠા વણી લ્યો.
ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં ઘી લગાવી લ્યો. હવે તેની ઉપર વણી ને રાખેલ પરાઠા નાખો. હવે તેને ઘી લગાવી ને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણા ટેસ્ટી અને સોફ્ટ આલું મેથી ના પરાઠા. હવે તેને દહી કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ આલું મેથી પરાઠા ખાવાનો આનંદ માણો.
Aloo methi protha recipe in gujarati notes
- ખસ ખસ ની જગ્યાએ તમે સફેદ તલ નો ઉપયોગ કરી શકો છો.
- ઘી ની જગ્યાએ તમે તેલ નો ઉપયોગ કરીને પરાઠા સેકી શકો છો.
Aloo methi na protha banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
પોષ વડા બનાવવાની રીત | Posh vada banavani rit
દહીં વડા નો મસાલો બનાવવાની રીત | dahi vada no masalo banavani rit
સોલ કઢી બનાવવાની રીત | Sol kadhi banavani rit | Sol kadhi recipe in gujarati
દહીં પાપડી ચાટ બનાવવાની રીત | Dahi papdi chat banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે