રોજે શુ રસોઈ માં બનાવવું એ દરેક ગૃહણીને પરેશાન કરતો પ્રશ્ન છે અને એક ને એક શાકભાજી રોટલી જમવા માં હોય એ પણ ન ગમે, તમે રેગ્યુલર બટાકા ના પરોઠા તો ખાધા જ હસે પણ આજે આપણે અલગ જ રીતે બટાકા ના પરોઠા બનાવવાની રીત જણાવીશું અને સાથે સાઇડ ડીશ માં એક રાઈતું પણ બનાવશું, aloo partha with rayta recipe in Gujarati.
Aloo partha with rayta recipe in Gujarati
બટાકા ના પરોઠા માટે સામગ્રી
- ૨ નંગ બાફેલા બટેટા
- ૧ ચમચી મીઠું
- ૫-૬ કની લસણ પીસેલું
- ૧ ચમચી જીરૂ
- ૨ નંગ લીલાં મરચાં સુધારેલા
- ૫-૬ મીઠા લીમડા ના પાન
- ૧.૫ કપ પાણી
- ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ
- ઘી જરૂર મુજબ
- ૧ કપ રવો
રાયતું માટે ની સામગ્રી
- ૧ ચમચી ઘી
- ૧ કપ દહીં
- મીઠું સ્વાદ મુજબ
- ૧ ડુંગળી સુધારેલી
- ૧ ગાજર છીણેલું
- ૨ ચપટી સંચળ
- ૧/૨ ચમચી રાઈ
- ૧ લીલું મરચું સુધારેલું
- ૫-૬ મીઠા લીમડા ના પાન
- ૧ કાકડી છીણેલી
- ૨ ચપટી લાલ મરચું
- ૧/૨ ચમચી જીરૂ
સોફ્ટ આલુપરોઠા અને પોષ્ટિક રાયતું – Aloo partha with rayta recipe
એક કડાઈ માં ૧ ચમચો ઘી ગરમ કરીને તેમાં પીસેલું લસણ નાખી હલાવી તેમાં જીરું, લીલા મરચાં, મીઠા લીમડા ના પાન નાખી હલાવી ને તેમાં ૧.૫ કપ પાણી નાખી દો. પછી તેમાં ચીલી ફ્લેક્સ અને મીઠું નાખી હલાવી લો.
પાણી ઉકળે એટલે તેમાં થોડો થોડો કરી ને રવો નાખી ને બરાબર મિક્સ કરો. થોડો થોડો રવો નાખવા થી મિશ્રણ માં ગાંઠો નથી પડતી.
હવે આ મિશ્રણને એક બાઉલ માં કાઢી ઠંડો કરવા મૂકો.
મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે રાયતું બનાવી શકીએ છીએ.
પણ અહીં આપણે બટેટા પરોઠાં ની રેસિપી પૂરી કરસુ.
મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં બાફેલા બટેટાનો છૂંદો કરી ને મિક્સ કરવું. મિશ્રણ ને લોટ બાંધીએ એમ મસળવો જેથી પરોઠાં વણવા માં સરળતા રહેશે.
મિક્સ કરેલ લોટ માંથી નાના લોયા વારી પરોઠાં ઘડવા અને તેને તવા ઉપર ઘી થી સેકી લેવા. તૈયાર છે સ્વાદિષ્ટ પરોઠાં.
પણ હજી રાઇતું તો બાકી છે. તો ચાલો એ પણ બનાવીએ.
રાઈતુ બનાવવા માટે એક બાઉલ માં દહીં લઈ એને બરાબર ફેંટો. ફેટાઈ જાય પછી તેમાં ડુંગળી, કાકડી, ગાજર, સંચળ અને મીઠું નાખી ને મિક્સ કરો.
હવે આ રાઇતા માં વઘાર નાખીશું. વઘાર માટે એક નાની કડાઈ માં ૧ ચમચી ઘી ગરમ કરીને તેમાં રાઈ અને જીરૂ નાખો.
રાઈ તતડે એટલે તેમાં લીલું મરચું અને લીમડા ના પાન નાખી હલાવી લો અને ગેસ બંધ કરી એમાં ૨ ચપટી લાલ મરચું પાવડર નાખીને વઘાર ને રાઈતા માં નાખી હલાવી લો
તૈયાર છે બટેટા પરોઠા ની સાથે રાયતું,aloo partha with rayta recipe .
બટેટા પરોઠા ની સાથે રાયતું રેસીપી – Aloo partha with rayta recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Papa Mummy Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
પાલક પનીર બનાવવાની રીત | Palak paneer recipe in Gujarati
પંજાબી રાજમા બનાવવાની રીત | રાજમા બનાવવાની રીત | rajma recipe in Gujarati
વડાપાવ ક્વેસાડીલા બનાવવાની રીત | Vada pav Quesadilla recipe in Gujarati
મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | Mango ice cream recipe in Gujarati
ચોકોબાર ગુલ્ફી બનાવવાની રીત | Chocobar kulfi recipe in Gujarati
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે