આલુ સેન્ડવીચ બનાવવાની રીત | બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત | aloo sandwich banavani rit

aloo sandwich banavani rit - આલુ સેન્ડવીચ બનાવવાની રીત - બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત
Image credit – Youtube/Shyam Rasoi
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube આજે આપણે બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત- આલુ સેન્ડવીચ બનાવવાની રીત શીખીશું. આ સેન્ડવીચ ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગશે તો ચાલો જાણીએ aloo sandwich banavani rit માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બટેકા નો મસાલો બનાવવાની સામગ્રી

  • બાફેલા બટાકા 4-5
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1-2
  • લીલા મરચા સુધારેલા 2
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુનો રસ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

લીલી ચટણી બનાવવાની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુનો નાનો ટુકડો 1
  • દાડિયા દાળ 2 ચમચી
  • સંચળ ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ખાંડ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

લાલ સોસ બનાવવા માટેની સામગ્રી

  • ટોમેટો સોસ 2 ચમચી
  • લાલ ચટણી 1 ચમચી /રેડ ચીલી સોસ 1 ચમચી

આલુ સેન્ડવીચ બનાવવાની રીત | aloo sandwich banavani rit

બટેકા નો મસાલો બનાવવાની રીત

સૌ પ્રથમ બટેકા ને કૂકરમાં ચાર પાંચ સીટી કરી ને બાફી લ્યો ને ડુંગરી ને મરચા ને ઝીણા સુધારી લ્યો ને આદુને છીણી લ્યો ને બટેકા બફાઈ જાય એટલે છાલ ઉઠરી મેસર થી મેસ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવો ત્યારબાદ બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી ને મરચા નાખી ત્રણ ચાર મિનિટ સુધી શેકી લ્યો ને ડુંગળી ને નરમ થાય ત્યાં સુધી શેકવા

Advertisement

હવે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બાફેલા બટેકા મેસ કરેલ નાખો ને સાથે લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, ચાર્ટ મસાલો ને લીલા ધાણા સુધારેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીંબુનો રસ નાખી મિક્સ કરો ને તૈયાર મસાલા ને ઠંડો થવા એક બાજુ બીજા વાસણમાં કાઢી ને મૂકો

લીલી ચટણી બનાવવાની રીત

એક મિક્સર જારમાં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, દાડિયા દાળ, આદુનો ટુકડો, લીંબુનો રસ, ખાંડ, સંચળ, જીરું, સ્વાદ મુજબ મીઠું ને જરૂર મુજબ બે ત્રણ ચમચી ઠંડુ પાણી નાખી પીસી ને ઘટ્ટ ચટણી તૈયાર કરી લ્યો ને તૈયાર લીલી ચટણી એક બાજુ મૂકો

લાલ સોસ બનાવવાની રીત

હવે એક વાટકા ટમેટા કેચઅપ લ્યો એમાં રેડ ચીલી સોસ/ લાલ મરચાની ચટણી નાખી મિક્સ કરી ને લાલ સોસ પણ તૈયાર કરી એક બાજુ મૂકો

બટેકા સેન્ડવીચ બનાવવાની રીત

સૌ પ્રથમ બ્રેડ ની સ્લાઈસ લ્યો એમાં એક ઉપર પહેલા લીલી ચટણી લગાવો ને બીજી એક ઉપર લાલ સોસ લગાવી લ્યો અને હવે લીલી ચટણી વારી સલાઈસ  પર તૈયાર કરેલ બટેકા નું મિશ્રણ બરોબર રીતે લગાવો ને એના પર લાલ સોસ વાળી સલાઈજ મૂકી થોડી દબાવી લ્યો એના પર તેલ અથવા માખણ લગાવી નાખો

હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને જે સાઈડ તેલ લગાવેલ છે એ સાઈડ તવી પર મૂકો ને ચમચાથી થોડી દબાવી ને ગોલ્ડન થાય ત્યાં સુધી સેકો

હવે ઉપર ની બાજુ પણ તેલ લગાવો ને સેન્ડવીચ ને ઉથલાવી બીજી બાજુ પણ દબાવી ને ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો તો તૈયાર છે બટેકા સેન્ડવીચ આમ બીજી સેન્ડવીચ પણ તૈયાર કરી લેવી

આ સેન્ડવીચ તમે સેન્ડવીચ મશીન માં પણ શેકીને તૈયાર કરી શકો છો અને ચાહો તો ચીઝ સ્લાઇજ કે ચીજ નાખી ને પણ તૈયાર કરી શકો છો

તૈયાર બટેકા સેન્ડવીચ ને ચાકુ થી કટ કરી ને  સોસ કે ચટણી સાથે સર્વ કરો બટેકા સેન્ડવીચ

બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

નાયલોન પૌવા નો ચેવડો બનાવવાની રીત | nylon pauva no chevdo banavani rit | nylon pauva no chevdo recipe in gujarati

કચ્છી સમોસા બનાવવાની રીત | kutchi samosa banavani rit | kutchi samosa recipe in gujarati

રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe in gujarati

મગની દાળના પકોડા બનાવવાની રીત | magni daal na pakoda banavani rit | magni daal na pakoda recipe in gujarati

મસાલા ચણા દાળ બનાવવાની રીત | masala chana dal banavani rit | masala chana dal recipe in gujarati

મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement